સગાઈ તો થઇ ગઈ હતી પરંતુ લગ્ન ન કરી શક્યા આ ૬ ટીવી સ્ટાર્સ, નંબર ૪ આજે કરી ચુકી છે ૩ લગ્ન

સગાઈ પછી આગળનું સ્ટેપ હોય છે લગ્ન, પરંતુ ઘણા લોકોની વાત સગાઈ થઇ ગયા પછી પણ લગ્ન સુધી ન પહોંચી શકી. ક્યારેક સગાઈ થઇ ગયા પછી પણ કોઈ કારણસર લગ્ન તૂટી જાય છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એવા ઘણા કલાકારો રહેલા છે જેમના લગ્ન થતા થતા રહી ગયા. આ કલાકારોની સગાઈ તો થઇ ગઈ હતી પરંતુ વાત લગ્ન સુધી ન પહોચી શકી. આ ટીવી સ્ટાર્સની સગાઈ તુટવા પાછળ પોતાના અલગ અલગ કારણો છે. કોઈની સગાઈ ઘરવાળાને કારણે તુટી તો કોઈએ પોતાની ઈચ્છાથી સગાઈ તોડી દીધી. આજના આ લેખમાં અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીના ૫ એવા કપલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની સગાઈ તો થઇ ગઈ હતી પરંતુ વાત લગ્ન સુધી ન પહોંચી શકી.

ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના :

ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાના સંબંધ બીગ બોસથી શરુ થયા હતા. બન્ને બીગ બોસના ઘરમાં એક બીજાને દિલ આપી બેઠા હતા. શો પૂરો થયા પછી પણ બન્નેએ એક બીજાને ડેટ કર્યા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઉપેનએ કરિશ્માને ‘નચ બલિયે’ માં પ્રપોઝ કરી હતી, ત્યાર પછી વર્ષ ૨૦૧૪ માં તેમણે સગાઈ કરી હતી. આમ તો બન્નેને લગ્ન કરવાની ઉતાવળ ન હતી પરંતુ સગાઈના 2 વર્ષ પછી બન્નેનો સંબંધ કોઈ કારણસર તૂટી ગયો.

રાખી સાવંત અને ઈલેશ પારુજાનવાલા :

રાખી સાવંતે રીયાલીટી શો ‘રાખી કા સ્વયંવર’ માં ઈલેશ પારુજાનવાળાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો. પરંતુ તેની પણ સગાઈ જ તૂટી ગઈ અને લગ્ન ન થઇ શક્ય. ખાસ કરીને રાખીએ પોતે ઈલેશ સાથે વર્ષ ૨૦૧૬ માં પોતાની સગાઈ તોડી હતી અને આરોપ લગાવ્યો હતો, કે ઈલેશ તેની સાથે પૈસા માટે લગ્ન કરવા માંગતો હતો. તેની ઉપર ઘણું જુનું દેવું હતું જે તે રાખી દ્વારા પૂરું કરવા માંગતો હતો.

શિલ્પા શિંદે અને રોમિત રાજ :

શિલ્પા શિંદે અને રોમિત રાજના સંબંધ બીગ બોસ દરમિયાન ઘણા સમાચારોમાં આવ્યા હતા. બન્નેને ટીવી સીરીયલમાં એક સાથે કામ કરતા દરમિયાન પ્રેમ થઇ ગયો હતો અને તે વર્ષ ૨૦૦૯ માં લગ્ન કરવાના હતા. તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ છેવટે કોઈ કારણથી તેમની સગાઈ તૂટી ગઈ. છેવટે બન્નેએ આ લગ્ન માટે ના કહી દીધી હતી.

બરખા બિષ્ટ અને કરણ સિંહ ગ્રોવર :

બીશાપા બાસુ સાથે ત્રીજા લગ્ન કરી ચુકેલા કરણ સિંહ ગ્રોવર એક સમયે ટીવી હિરોઈન બરખા બિષ્ટ સાથે રીલેશનશીપમાં હતા. વર્ષ ૨૦૦૪ માં શો ‘કિતની મસ્ત જિંદગી’ માં સાથે કામ કરતા દરમિયાન બન્નેને પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ સગાઈ પણ કરી લીધી હતી પરંતુ વર્ષ ૨૦૦૬ માં તેમણે પોતાના સંબંધને તોડી નાખવાનું જ સારું ગણીને સગાઈ તોડી દીધી.

રતન રાજપૂત અને અભિનવ શર્મા :

સીરીયલ ‘અગલે જન્મ મોજે બિટિયા હી કીજો’ થી ઓળખ બનાવનારી રતન રાજપૂતએ રાખીની જેમ સ્વયંવર રચી અભિનવ શર્માને પસંદ કર્યા હતા. ત્યાર પછી બન્નેએ સગાઈ પણ કરી હતી, પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ન ચાલી શક્યો.

નીરજ માલવિયા અને ચારુ આસોપા :

નીરજ અને ચારુ એક સાથે સીરીયલ ‘મેરે અંગને મેં’ માં કામ કરી ચુક્યા છે. નીરજએ ચારુને વર્ષ ૨૦૧૫ માં તેના બર્થડે ઉપર પ્રપોઝ કરી હતી. ત્યાર પછી બન્નેએ ૨૦૧૬ માં સગાઈ પણ કરી લીધી હતી. આ વર્ષે બન્નેએ લગ્ન કરવાનો પ્લાન પણ કર્યો હતો પરંતુ સમાચાર આવ્યા કે બન્નેએ બ્રેકઅપ કરી લીધો છે.