ટીવીની આ પ્રસિદ્ધ યુવા હિરોઈનોનું આવ્યું રિઝલ્ટ, બોર્ડની પરીક્ષામાં દરેકે મેળવી ઝળહળતી સફળતા.

ટીવીમાં જે મોટા મોટાને પાછા પાડી દે છે તેમનું હમણાં જ બોર્ડનું પરિણામ આવ્યું છે, જાણો કેવા માર્ક્સ મળ્યા

એપ્રિલ અને મે મહિનો વિદ્યાર્થીઓ માટે ઘણો મુશ્કેલી ભરેલો રહે છે કેમ કે તે સમય હોય છે. તેમના પરિણામનો અને તે દરમિયાન દરેક બાળક ટેન્શનમાં રહે છે. દરેકની એક સરખી સ્થિતિ હોય છે, પરંતુ જયારે પરિણામ બહાર આવે છે ત્યારે કોઈને વધુ આનંદ, કોઈને ઓછો આનંદ અને કોઈને ઘણું દુ:ખ થાય છે. જેણે અભ્યાસ કર્યો છે તેને પરિણામની ખબર પડી જાય છે.

પરંતુ શું થાય જયારે કામ અને અભ્યાસ એક સાથે કરવામાં આવે તો? જાણો આ ટીવીની પ્રસિદ્ધ હિરોઈનો જે કામ પણ કરતી હતી અને પરીક્ષા પણ આપી. ટીવીની આ પ્રસિદ્ધ યુવા હિરોઈનોનું બહાર આવ્યું પરિણામ, જુવો કોને કેટલા ટકા મળ્યા?

ટીવીની આ પ્રસિદ્ધ યુવા હિરોઈનોનું બહાર આવ્યું પરિણામ

આ સમયે માત્ર બોલીવુડની હિરોઈનો જ ફેમસ નથી પરંતુ ટીવીની દુનિયામાં પણ યુવા હિરોઈનો ધમાલ મચાવી રહી છે. ખાસ કરીને હાલમાં જ ૧૦માં ધોરણ અને ૧૨માં ધોરણનું પરિણામ આવ્યું છે અને તેવા સમયે અમે તમને ટીવીની ટોપ ૬ હિરોઈનો વિષે જણાવીશું કે કોને કેટલા ટકા તેની બોર્ડની પરીક્ષામાં મળ્યા.

શિવાંગી જોશી :-

શિવાંગી જોશી હાલના સમયમાં સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી ટીવી સીરીયલ ‘યહ રિશ્તા ક્યા કહલાતા હે’ માં નાયરા ગોયંકાના પાત્રમાં જોવા મળી રહી છે. શિવાંગી જોશીએ ૧૦માં ધોરણમાં ૭૮ ટકા અને ૧૨માં ધોરણમાં ૮૩ ટકા માર્ક્સ મેળવ્યા હતા અને હવે તે ગ્રેજ્યુએશન કરી રહી છે.

અશનુર કોર :-

અશનુર કોર હાલના સમયમાં ટીવી સીરીયલ ‘પટિયાલા બેબ્સ’ માં મીની ખુરાનાની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અશનુર કોરે ૧૦માં ધોરણમાં ૯૩ ટકા માર્ક્સ મેળવ્યા છે અને તેનાથી તેના માતા પિતા ઘણા ખુશ છે કેમ કે તેમણે શુટિંગ પણ પૂરું કર્યું અને અભ્યાસ પણ. ટકા પણ ઘણા સારા આવ્યા છે અને હવે તે બને છે સારી હિરોઈન, જે દરેક કામમાં બેલેન્સ જાળવી રાખે છે.

મલાઈકા સિંહ :-

મલાઈકા સિંહ હાલના સમયમાં સ્ટાર ભારત ઉપર પ્રસારિત થતી ટીવી સીરીયલ ‘રાધાકૃષ્ણ’ માં રાધાના પાત્રમાં જોવા મળે છે, તેના પાત્રને ઘણી પ્રસંશા મળી રહી છે. મલાઈકાએ ૧૦માં ધોરણમાં ૬૯ ટકા અને ૧૨માં ધોરણમાં ૭૫ ટકા માર્ક્સ મેળવ્યા હતા.

જન્નત ઝુબેર રહમાની :-

જન્નત ઝુબેર ટીવી સીરીયલ ‘આપ કે આ જાણે સે’ માં સરસ જોવા મળી હતી. જન્નત ઝુબેર રહમાનીએ ૧૦માં ધોરણમાં ૭૨ ટકા માર્ક્સ અને ૧૨માં ધોરણમાં ૬૯ ટકા માર્ક્સ મેળવ્યા હતા.

અનુષ્કા સેન :-

કલર્સ ટીવી ઉપર પ્રસારિત થતી ટીવી સીરીયલ ‘ઝાંસી કી રાની’ માં મુખ્ય પાત્ર કરનારી અભિનેત્રી અનુષ્કા નિભાવે છે. અનુષ્કાએ ૧૦માં ધોરણમાં ૮૦ ટકા માર્ક્સ અને ૧૨માં ધોરણમાં ૭૬ ટકા માર્ક્સ મેળવ્યા હતા.

અદિતિ ભાટિયા :-

ટીવી સીરીયલ ‘યે હે મોહબ્બતે’માં રુહી ભલ્લાનું પાત્ર અદિતિ ભાટિયા નિભાવે છે. પોતાના જોરદાર પાત્રથી સૌનું દિલ તેમણે જીતી લીધું છે અને જો અભ્યાસની વાત કરીએ તો અદિતિએ ૧૦માં ધોરણમાં ૭૦ ટકા અને ૧૨માં ધોરણમાં ૭૮ ટકા માર્ક્સ મેળવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.