TVS એ લોન્ચ કર્યું પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો શું છે તેની કિંમત અને ફીચર

બજાજ પછી હવે TVS મોટર્સના ઇલેક્ટ્રિક ટુ વ્હીલરે બજારમાં એન્ટ્રી લીધી છે. ટીવીએસએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શનિવારે ઈ-સ્કૂટર લોન્ચ કર્યું. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકને ટક્કર આપશે. જણાવી દઈએ કે, 14 જાન્યુઆરીએ બજાજ ઓટોએ પોતાના લોકપ્રિય ચેતક સ્કૂટરના ઇલેક્ટ્રિક વર્ઝનને લોન્ચ કર્યું છે.

આ છે TVS ના સ્કૂટરની ખાસિયત :

આ ઈ-સ્કૂટર ટીવીએસ આઈક્યૂબ ઇલેક્ટ્રીકમાં 4.4 કેવીની ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. તે 78 કિલોમીટરની સ્પીડ પર દોડી શકે છે. તે એક વાર સંપૂર્ણ રીતે ચાર્જ થવા પર 75 કિલોમીટર સુધી જઈ શકે છે. આ સ્કૂટર શૂન્યથી 40 કિલોમીટરની સ્પીડ 4.2 સેકન્ડમાં પકડી શકે છે. આ મોડલમાં ટીવીએસ સ્માર્ટ એક્સનેક્ટ પ્લેટફોર્મ છે, જેમાં ઘણા પ્રકારની વિશેષતાઓ જેવી કે જિયો ફેંસિંગ, રિમોટ બેટરી ચાર્જ નેવિગેશન વગેરે સુવિધા છે.

શું છે કિંમત?

તેમજ કિંમતની વાત કરીએ તો કર્ણાટકમાં 1.15 લાખ રૂપિયામાં તેને ખરીદી શકાય છે. તેનું વેચાણ સૌથી પહેલા બેંગલુરુમાં કરવામાં આવશે. એ પછી તેને દેશના બીજા શહેરોમાં વેચવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, અત્યારે તે દર મહિને 1000 યુનિટની તૈયારી કરશે. ટીવીએસના ઈ-સ્કૂટરના લોન્ચિંગ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ટીવીએસ મોટર કંપનીના ચેયરમેન શ્રીનવાસન હાજર હતા.

બજાજ ચેતક સાથે ટક્કર :

ભારતીય બજારમાં એની ટક્કર મુખ્ય રીતે બજાજ ચેતક ઇલેક્ટ્રિક સાથે થવાની આશા છે. બજાજ ઓટોના ચેતક સ્કૂટરની વાત કરીએ તો તે બે વેરિયંટ ઇકો અને સ્પોર્ટ મોડમાં મળશે. કંપની ઇકો મોડમાં 95 કિલોમીટરની રેંજ ઓફર કરશે જયારે સપોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેંજ આપશે.

સેફટીના હિસાબે જોઈએ તો તેમાં ઇન્ટીગ્રેટેડ બ્રેકીંગ સિસ્ટમ મળશે. તેમાં મોટી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ હશે જે સ્માર્ટફોન અને ટર્ન-બાઈ-ટર્ન નેવિગેશન માટે બ્લુટુથ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરશે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 1 લાખ રૂપિયા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.