જોડિયા બહેનોના જોડિયા ભાઈઓ સાથે થયા લગ્ન, હવે બાળકો પણ થયા એક સાથે.

ચકિત કરી દેનારી ઘટના, બે જોડિયા બહેનોના થયા જોડિયા ભાઈઓ સાથે લગ્ન, તેમના બાળકો પણ જન્મ્યા એક સાથે.

અમેરિકામાં બે જોડિયા બહેનો પોતાના બધા કામ સાથે કરવા માટે ઓળખાય છે. બ્રિટની અને બ્રાયના ડીન નામની જોડિયા બહેનોએ જોડિયા ભાઈઓ સાથે સમૂહ લગ્ન કર્યા, અને હવે બંને બહેનોના બાળકો પણ સાથે જ જન્મ્યા છે.

બ્રિટની અને બ્રાયનાએ બે જોડિયા ભાઈઓ જૌશ અને જેરેમી સાલેયર સાથે લગ્ન કર્યા છે. આ ચારેયની મુલાકાત વર્ષ 2017 માં એક ટ્વીન્સ ફેસ્ટીવલમાં થઇ હતી. આ મુલાકાતના છ મહિના પછી જૌશ અને જેરેમીએ બ્રિટની અને બ્રાયનાને પ્રપોઝ કર્યું હતું.

તેના થોડા મહિના પછી વર્ષ 2018 માં ચારેયના સમૂહ લગ્ન થયા હતા. બ્રિટની અને બ્રાયનાએ જણાવ્યું કે, અમે અમારા જીવનની મોટાભાગની વસ્તુઓ સાથે જ કરી છે. અમે સાથે રહીએ છીએ, અમે અમારા તમામ બર્થડે સાથે ઊજવ્યા છે, અમે સાથે જ પોતાના ડ્રાઈવિંગ લાયસન્સ લેવા ગયા હતા અને અમે સાથે જ કોલેજ માંથી ગ્રેજયુએટ થયા હતા. અમારા બંનેનું બોન્ડીંગ ઘણું મજબુત છે.

તેમણે જણાવ્યું કે, સાથે લગ્ન થવા અમારા માટે એક ઘણી ભાવુક ક્ષણ હતી, અને અમે સાથે જ માં બનવાનું પ્લાનીંગ કર્યું અને અમારા સંતાન પણ લગભગ એક સાથે જ પેદા થયા છે. અમે આગળ પણ તમામ બાબતો સાથે જ કરવાનું પસંદ કરીશું. એક ફેમીલી તરીકે અમે ઘણી મજબુત છીએ.

બ્રાયનાએ જણાવ્યું કે, અમારા બાળકો ન માત્ર કઝીન હશે પણ તેમને જેનેટિક બાળક કહી શકાય છે. બ્રાયના, બ્રિટની, જૌશ અને જેરેમીનું એક ઈંસ્ટાગ્રામ પેજ છે, જેના ઉપર ઘણા ફોલોઅર્સ છે. ઘણા લોકોનું તો એવું પણ કહેવું હતું કે, ક્યાય એવું ન બને કે અમારા બંનેના બાળકો પણ જોડિયા થાય. પણ એવું ન બન્યું. જણાવી દઈએ કે, બ્રાયના અને બ્રિટનીએ એક એક છોકરાને જન્મ આપ્યો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.