મહિનાની કમાણી હતી 2 લાખ રૂપિયા, ઘર અને કારના હપ્તામાં જતા રહેતા હતા રૂપિયા, પરિવાર સહીત આપ્યો જીવ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ભરતના પિતા બીગ બાસ્કેટ કંપનીમાં નેશનલ માર્કેટિંગ હેડ તરીકે ફરજ બજાવતા હતા.

નવી દિલ્હી, નોએડાના ભરત જે એક પ્રાઈવેટ કંપનીમાં જનરલ મેનેજરના હોદા ઉપર હતા, જ્યાં તેમની નોકરી ૨ લાખ રૂપિયા પ્રતિમાસની હતી. તેમ છતાં પણ તેમનો ઘર ખર્ચ ચાલતો ન હતો. તેને લઈને શુક્રવારે દિલ્હીના નહેરુ મેટ્રો સ્ટેશન ઉપર ટ્રેન આગળ કુદીને તેમણે પોતાનો જીવ આપી દીધો. પતિના મૃત્યુ પછી પત્ની દીકરી સાથે ફાંસીના માંચડે ટીંગાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ ભરતના મૃત્યુનું કારણ આર્થિક તંગી છે. આમ તો પોલીસે બીજી રીતે પણ કેસની તપાસ કરી રહી છે.

નોએડામાં રહેતું હતું ફેમીલી :

બીગ બાસ્કેટ કંપનીમાં નેશનલ માર્કેટિંગ હેડ તરીકે ફરજ બજાવતા ભરતના પિતા જે. સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, ફ્લેટનું ભાડું અને કારના હપ્તા આપ્યા પછી પણ ભરતને રૂપિયા ઓછા પડતા હતા. દર મહીને તે રૂપિયા માંગતો હતો. તે તેની માંગણી મુજબ રૂપિયા પણ આપતા હતા. ભરત ફેમીલી સાથે નોએડાની મુખ્ય સોસાયટી સેક્ટર ૧૨૮ના જેપી પેવીલીયનમાં રહેતા હતા.

મૂળ ચેન્નઈનું રહેવાસી હતું ફેમીલી :

મૂળ ચેન્નઈના રહેવાસી ભરત જે. પત્ની શિવરંજની (૩૧ વર્ષ) અને દીકરી જયશ્રીતા (5 વર્ષ) સાથે કાઠમંડુમાં રહેતા હતા. અહિયાં તે બીગ માર્ટ મોલમાં જનરલ મેનેજર હતા. ૨ મહિના પહેલા જ તે નોએડા આવ્યા હતા. ભરત ગોવિંગપૂરીમાં ગોલ્ડન ટીપ્સ ચા કંપનીમાં જનરલ મેનેજર હતા. ભરતના કુટુંબીજનોએ જણાવ્યું કે, તે રોજ ઓફીસ જવા માટે ઓખલા બર્ડ સેન્ચ્યુરી મેટ્રો સ્ટેશનથી મેટ્રો થઈને કાલકાજી ઉપર ઉતરતા હતા. વોયલેટ લાઈનના નહેરુ સ્ટેડીયમ સ્ટેશન ઉપર કેવી રીતે પહોચ્યા, તે સ્પષ્ટ થઇ શકતું ન હતું.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.