બે ચપટી હળદરથી દૂર થઇ શકે છે તમારી ઘણી સમસ્યાઓ, ફક્ત આ દિવસે કરવું પડશે આ નાનકડું કામ.

દરેક સમસ્યાનો ઉકેલ છે બે ચપટી હળદર, સમસ્યાઓથી મુક્તિની સાથે ઘરમાં રહેશે શાંતિ.

હળદરને આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી આપણે દરેક બિમારીઓથી બચી શકીએ છીએ. તેમજ ધાર્મિક કામોમાં પણ હળદરનું વિશેષ સ્થાન છે. હળદરની ગાંઠનો ઉપયોગ પૂજા પાઠ દરમિયાન કરવામાં આવે છે. લગ્ન પહેલા પણ વર-વધુને હળદર લગાવવામાં આવે છે જેથી દરેક બાધાઓથી બચી શકે.

પણ જ્યોતિષમાં હળદરનો સંબંધ ગુરુ દેવ સાથે માનવામાં આવે છે. જો કોઇની કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય તો તેના જીવનમાં આવનારી દરેક સમસ્યા આપમેળે દૂર થઈ જાય છે. ચાલો જાણીએ હળદરના કેટલાક એવા ઉપાય જે ગુરુ ગ્રહને મજબૂત કરવામાં તમારા માટે મદદગાર સાબિત થથશે.

1) જો ગુરુવારના દિવસ પાણીમાં બે ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે, તો ગુરુની સ્થિતિ મજબૂત હોવાની સાથે લગ્નની દરેક સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ કરિયરમાં સફળતા પ્રાપ્ત થાય છે.

2) પૂજા દરમિયાન કાંડા પર કે ગળા પર હળદરનું નાનકડુ તિલક લગાવવા પર ગુરુ મજબૂત થાય છે અને બોલવાની કળામાં કુશળતા આવે છે.

3) ગુરુવારના દિવસે હળદરનું દાન કરવાથી પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ દરેક સમસ્યા દૂર થાય છે.

4) જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો દર ગુરુવારે પોતાના રૂમના ખૂણાઓમાં હળદર છાંટો, તેનાથી વાસ્તુ દોષ દૂર થશે.

5) જો તમે કોઈ શુભ કામ માટે જાવ છો તો ગણપતિને હળદર લગાડ્યા પછી તેને પોતાના મસ્તક પર લગાવો. તેનાથી તમારા કામોમાં આવનાર વિધ્નો દૂર થશે.

6) જો ઘરની બાઉન્ડ્રીની દિવાલ પર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી.

7) જો ગુરુ નબળો છે તો હળદરની માળાથી ગુરુ બૃહસ્પતિના મંત્ર કે નારાયણ મંત્રનો જાપ કરો. તેનાથી વ્યક્તિને વિલક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

8) જો નસીબ સાથ આપતું નથી તો દર ગુરુવારે બૃહસ્પતિને હળદર લગાવો અને ૐ એં ક્લીં બૃહસ્પતિયે નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી સુતેલું નસીબ જાગી જશે.

(અહીં આપવામાં આવેલી જાણકારીઓ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેને સામાન્ય જનરૂચીને ધ્યાનમાં રાખીને અહીં રજુ કરવામાં આવી છે, વધુ જાણકારી માટે તમારા જાણકાર જ્યોતિષને મળો.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.