47 વર્ષ પહેલા અલગ થઈ ગઈ હતી બે બહેનો, નસીબે ફરી ભેગી કરી, જુઓ કેવું હતું બંનેનું રિએક્શન?

બે બહેનોનો સંબંધ ઘણો જ પ્રેમાળ અને અનોખો હોય છે. તે એક બીજાની તમામ વાતો શેયર કરે છે. મોટી બહેન નાની બહેન માટે એક પ્રકારે માં નું કામ પણ કરે છે. બંને એક બીજાની કાળજી રાખે છે અને સુખ દુઃખમાં સાથે ઉભી રહે છે. આમ તો દરેકનું ભાગ્ય સારું નથી હોતું, ઘણી વખત લોકો પોતાના ભાઈ બહેનોથી એવા વિખુટા પડી જાય છે કે ઘણા વર્ષો સુધી મળી શકતા નથી. એવું જ થોડા વર્ષો કંબોડીયાની રહેવાસી બે બહેનો સાથે પણ થયું.

ખાસ કરીને ૯૮ વર્ષની વન સેન ગયા અઠવાડિયે જ ભાગ્યથી પોતાની ૧૦૧ વર્ષની બહેન બન ચીય અને ૯૨ વર્ષના ભાઈને મળી શકી છે. નવાઈની વાત તો એ છે કે બંને બહેનોની મુલાકાત પુરા ૪૭ વર્ષ પછી થઇ છે. જયારે તે આટલા વર્ષો પછી ફરી મળ્યા તો બંનેની પ્રતિક્રિયા હ્રદયને સ્પર્શે તેવી હતી. આટલા વર્ષો સુધી ન મળી શકવાનું કારણ એ છે કે, બંનેને એવું લાગતું હતું કે મારી બેહેનનું મૃત્યુ થઇ ગયું હશે.

છેલ્લી વખત આ બંનેએ એક બીજાને વર્ષ ૧૯૭૩ માં જોઈ હતી, તે ત્યારની વાત છે જયારે કંબોડીયામાં પોલ પોટના નેતૃત્વ વાળી ખેમર રુજ (કંબોડિયાની કમ્યુનીસ્ટ પાર્ટી) સત્તામાં આવી ગઈ હતી. આ ખેમર રુજના શાસન કાળ (૧૯૭૫-૧૯૭૯) માં લગભગ ૨૦ લાખ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. બસ એ કારણ છે કે બંનેને લાગતું હતું કે કદાચ તેની બહેન મરી ગઈ હશે.

આ બંને બહેનોનો મિલાપ કરાવવાનો શ્રેય સ્થાનિક એનજીઓ ‘ચિલ્ડ્રન્સ ફંડ’ ને જાય છે. આ એનજીઓને અચાનક એક ગામમાં ગયા અઠવાડિયે બનના ભાઈ અને બહેન મળી ગયા હતા. તેવામાં તેમણે તેમની એક બીજા સાથે મુલાકાત કરાવી દીધી. જયારે પોલ પોટનું શાસન ચાલી રહ્યું હતું તો બન સેન પોતાના પિતા ગુમાવી ચુકી હતી. તેવામાં પોતાનું ભરણપોષણ ચલાવવા માટે કચરો વિણતી રહેતી હતી. તેના કહેવા મુજબ મેં એ વિચારી ઘણા સમય પહેલા મારું ગામ છોડી દીધું હતું કે, મારા ભાઈ બહેન મરી ગયા હશે.

બન સેનની મોટી બહેન ચિયાના પતિને પણ ખેમર રુજ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. તેવામાં તે પોતાના ૧૨ બાળકો સાથે વિધવા જેવું જીવન જીવી રહી હતી. તેને પણ લાગતું હતું કે, તેની નાની બહેન હવે આ દુનિયામાં નથી. પોલ પોટ દ્વારા તેના ૧૩ સંબંધીઓને મારી નાખવામાં આવ્યા હતા. તેવામાં તેને લાગ્યું કે બન પણ તેનો ભોગ બની હશે.

બંને જ બહેનોએ ક્યારે પણ વિચાર્યું ન હતું કે તેમનું ફરી વખત મિલાપ થશે, તે બંને એક બીજા વિષે વાતચીત જરૂર કરતી હતી પરંતુ એ ખબર ન હતી કે તે જીવે છે. બન સેન જણાવે છે કે, પોતાની બહેન અને ભાઈને મળવાથી મને ઘણો આનંદ થયો. આ પહેલી વખત હતું જયારે તેના ભાઈનો તેના હાથને સ્પર્શ થયો હતો, તે પળે બન સેનની આંખોમાં ખુશીના આંસુ ભરી દીધા.

આ બંને બહેનોનું પુનર્મિલન હાલ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઇ રહ્યું છે. લોકો આ બંને બહેનો માટે ઘણા ખુશ છે. પોલ પોટ એક તાનાશાહ શાસક હતા. તેના કાર્યકાળમાં જે હત્યાઓ થઇ તેને ૨૦ મી સદીનો સૌથી મોટો માનવ સંહાર માનવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.