ઘરેથી ભાગીને મુંબઈ આવી હતી બે કિશોરીઓ, પછી રીક્ષા વાળાએ જે કર્યું તે ચોંકાવનારું હતું.

ઓટો રીક્ષા ડ્રાઈવરની છાપ આમ પણ લોકો વચ્ચે કોઈ ખાસ નથી. તેને હંમેશા વધુ પૈસા લેવા, મીટર સાથે ચીટીંગ કરવું કે અમુક જગ્યાએ જવા માટે તૈયાર ન થવું. ઘણા લોકોને તેની ભાષા અને વર્તન પસંદ નથી આવતી. આમ તો તમે એવું નથી કહી શકતા કે બધા ઓટો રીક્ષા વાળા ખરાબ હોય છે. તેમાંથી ઘણા ઈમાનદાર અને સાચા પણ હોય છે. તેવા જ એક ઓટો ચાલક મુંબઈમાં છે. જેણે કાંઈક એવું કામ કર્યું છે, જે જાણીને તમે તેને સલામ કરવા માટે મજબુર થઇ જશો.

અહેવાલ મુજબ સોનુ યાદવ નામનો ૨૮ વર્ષનો રીક્ષા ચાલક મુંબઈના કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસમાં કામ કરે છે. ૧૨ ફેબ્રુઆરીના રોજ તેણે રીક્ષામાં બે કિશોરીઓને બેસાડી હતી. તેની સાથે વાતચીત દરમિયાન સોનુને જાણવા મળ્યું કે બંને બેંગલુરુની રહેવાસી છે અને ઘરેથી ભાગીને મુંબઈ આવી છે. બેંગ્લોર મિરર સાથે વાતચીત દરમિયાન સોનુએ જણાવ્યું કે હું તે બંનેને એક પ્રોડક્શન હાઉસ લઇ ગયો હતો.

તેમના કહેવા મુજબ પ્રોડક્શન હાઉસ વાળાએ તેને ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. પરંતુ સિક્યોરીટી ગાર્ડે તેને કહ્યું કે તમે તમારું રીજ્યુમ સબમિટ કરાવી દો. અહિયાં કોઈ વાક ઇન ઈન્ટરવ્યું નહિ થાય.

સોનુ રીક્ષા વાળાએ બંને છોકરીઓને સલાહ આપી કે તે એ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરી લે જેમણે તેને પ્રોડક્શન હાઉસમાં ઈન્ટરવ્યું માટે બોલાવી હતી. આમ તો બંને પાસે મોબાઈલ ફોન ન હતા. તેમણે સોનુના મોબાઈલથી જ થોડા ફોન કર્યા પરંતુ સામેથી કોઈ જવાબ ન આવ્યો. તેવામાં સોનુને શંકા ગઈ કે કાંઈક ગડબડ છે. પછી સોનુએ તેને કડકાઈથી પૂછ્યું કે તે સાચું સાચું જણાવે નહિ તો પોલીસને જાણ કરી દેશે.

ત્યાર પછી બંને છોકરીઓએ સોનુને જણાવ્યું કે તે ૧૫ વર્ષની છે અને ક્નાકાનગરમાં લીટીલ એંજલ્સ સ્કુલમાં ૯માં ધોરણમાં ભણે છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ તે બંને સ્કુલેથી ઘરે જવાને બદલે ૮૪૦ રૂપિયા ભેગા કરી બુરખો પહેરી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ આવી ગઈ હતી. તે ઘરેથી એટલા માટે ભાગી હતી કેમ કે તેને એક્ટિંગમાં કારકિર્દી બનાવવી હતી.

સોનુએ જણાવ્યું કે મેં તે બંને છોકરીઓ પાસેથી રીક્ષાના પૈસા ન લીધા કેમ કે મને તેના માટે ખોટું લાગી રહ્યું હતું. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં તેને સીસીટીવી દેખરેખ વાળા પ્રીપેડ ઓટો સ્ટેન્ડ ઓફીસમાં બેસાડી દીધી હતી. ત્યાર પછી મારા એક સારા દોસ્ત ગુલાબ ગુપ્તા અને મેં ૭૦૦ રૂપિયા એકઠા કર્યા અને તે છોકરીઓને ખાવાનું અને ઘરે (બેંગલુરુ)ની ટીકીટની વ્યસ્થા કરી. બંને છોકરીઓ ૧૪ ફેબ્રુઆરીના રોજ ઘરે સહી સલામત પહોચી ગઈ.

સોનુએ બંને છોકરીઓને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. જેથી મુંબઈથી બેંગલુરુની મુસાફરીમાં કોઈ ઈમરજન્સી હોય, તો તે તેને કોલ કરી લે. સોનુએ પાછળથી બંને છોકરીઓના માતા પિતા સાથે પણ વાતચીત કરી. સોનુના જણાવ્યા મુજબ તેને ઘણો આનંદ થયો છે કે બંને છોકરીઓ સુરક્ષિત પોતાના ઘરે પહોચી ગઈ.

રીક્ષા વાળાએ આ બંને છોકરીઓ માટે જે પણ કર્યું તે ખરેખર પ્રસંશાને પાત્ર હતું. આજનો સમય કેવો છે, આપણે સારી રીતે જાણીએ છીએ. જો કોઈ ખરાબ માણસ તે રીક્ષા વાળાની જગ્યાએ હોત તો તે આ સ્થિતિનો ફાયદો પણ ઉઠાવી શક્યો હોત.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.