બે વર્ષ પહેલા IAS ટોપર, હવે ભીલવાડામાં કોરોનાને હરાવ્યો, જાણો ટીના ડાબીની સંપૂર્ણ સ્ટોરી.

ટીના ડાબી 2 વર્ષ પહેલા બની હતી IAS ટોપર, હવે ભીલવાડામાં હરાવ્યો કોરનાને, વાંચો તેની સંપૂર્ણ સ્ટોરી

ટીના ડાબી 2018 થી રાજસ્થાનના ભિલવાડામાં સબ ડિવિઝન કલેકટર તરીકે કાર્યરત છે.

રાજસ્થાનના ભીલવાડા શહેર છેલ્લા એક મહિનાથી દેશભરમાં ચર્ચામાં રહ્યું છે. માર્ચ મહિનામાં અચાનક આખા દેશની નજર આ જીલ્લા ઉપર ત્યારે ગઈ જયારે અહિયાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થયો. અચાનક આ જિલ્લો રાજસ્થાનમાં સૌથી વધુ કોરોના દર્દીઓ વાળો જિલ્લો બની ગયો. પરંતુ જે ગતિથી વહીવટી અધિકારીઓએ બચાવ પગલાં લીધા તેનાથી હવે આ જિલ્લો ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે.

ભિલવાડાએ જે રીતે કોરોનાના નવા કેસ અટકાવ્યા તે હવે ભિલવાડા મોડેલના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આ સમગ્ર પ્રક્રિયામાં 26 વર્ષીય આઈએએસ અધિકારી ટીના ડાબીની ભૂમિકા શું છે? આવો જાણીએ.

શું પગલા લેવામાં આવ્યા

આઈએસની ટોપર ટીના ડાબીએ હિન્દુસ્તાન ટાઇમ્સ સમાચાર પત્રને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું કે કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, અમે પહેલું પગલું આઈસોલેશનનું ભર્યું હતું. તેમજ જિલ્લાને સંપૂર્ણ રીતે આઈસોલેટ કરવા માટે લોકોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ટીના ડાબી 2018 થી ભિલવાડામાં સબ ડિવિઝન કલેક્ટર તરીકે પોસ્ટ કરાઈ છે.

એક ખાનગી હોસ્પિટલ બની શકે છે એપિસેન્ટર

તેમણે કહ્યું છે કે 19 માર્ચે પહેલો કોરોના પોઝિટિવ કેસ ભિલવાડામાં આવ્યો અને પછી 20 માર્ચે જ અમે તે કડી શોધી કાઢી હતી. જે તેનું કેન્દ્ર બની શકતું હતું. અમને જાણવા મળ્યું છે કે એક આખી ખાનગી હોસ્પિટલ જ તેની ઝપટમાં છે.

ટીના દાબી ભિલવાડાની બ્રિજેશ બાંગર મેમોરિયલ હોસ્પિટલ વિશે વાત કરી હતી. આ હોસ્પિટલના ડોક્ટરઅને નર્સ પ્રારંભિક કોરોના પોઝિટિવ લોકોમાં હતા. ત્યાર પછી વહીવટી તંત્રએ તુરંત સંપૂર્ણ શટડાઉન કરવાનો નિર્ણય લીધો અને ભિલવાડાને સીલ કરી દીધા. ટીના ડાબી કહે છે કે બે કલાકમાં જ શહેરના ડી.એમ. રાજેન્દ્ર ભટ્ટે સંપૂર્ણ શટડાઉન કરવાનું નક્કી કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે રાજેન્દ્ર ભટ્ટ વિશે મીડિયામાં ઘણી ઘટનાઓ પ્રકાશિત થઈ ચુકી છે. તેમની આ ઝડપી કાર્યવાહીની પ્રસંશા ચારે તરફ થઈ રહી છે.

નાગરિકોનો વિશ્વાસ જીત્યો :-

ડાબી કહે છે કે બંધના નિર્ણય પછી તરત જ મેં શહેરભરમાં ફરીને કામ બંધ કરવા, લોકોને સમજાવવા અને જરૂર પડે તો ઠપકો આપવાનું કામ ઝડપથી શરુ કરી દીધું. તેમણે લોકોને સમજાવ્યું કે ગભરાવાની જરૂર નથી. એક-બે દિવસમાં જ વહીવટી તંત્ર જિલ્લાભરના લોકોને મનાવવામાં સફળ થઈ ગયું.

સરળ ન હતો રસ્તો :-

ટીના કહે છે કે તે આ જેટલું કહેવું સરળ છે તે વાસ્તવિકતામાં એટલું હતું નહિ. શરુઆતના ત્રણ ચાર દિવસ સુધી અમારી પાસે આખા શહેરમાંથી ગભરાયેલા લોકોનો ફોન આવી રહ્યા હતા. અમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હતું. પરંતુ આ સમય જાહેર આરોગ્ય કટોકટીનો હતો અને અમારે મુશ્કેલીઓનો અંત લાવવાનો હતો. અમારા મનમાં માત્ર એક જ મિશન ચાલી રહ્યું હતું કે કોઈ પણ રીતે વધતા જતા કેસોને રોકવા છે. ખરેખર અમે એક ટાઇમ બોમ્બ ઉપર બેઠા હતા, જે કોઈપણ સમયે વિસ્ફોટ થઈ શકે. વાસ્તવિકતામાં સંક્રમણ સમુદાયમાં ફેલાવાનું જોખમ ખૂબ વધારે હતું.

વહીવટીતંત્રે લોકોના ઘરમાં આવશ્યક ચીજવસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું જેથી સામાન્ય લોકોમાં ભયનો ખ્યાલ આવે. ટીના કહે છે કે સામાન્ય લોકો તમને સહકાર નહીં આપે જો મહત્વની વસ્તુ તેમના સુધી ન પહોંચી શકે, પરંતુ તે અમારા ડીએમ અને આખી ટીમ માટે ખરાબ સપના જેવું હતું. અમે એક અઠવાડિયા સુધી તેના માટે દિવસ રાત મહેનત કરી.

આઈએએસને ટોપ કરીને દેશભરમાં મેળવી પ્રસંશા

26 વર્ષીય ટીનાએ બે વર્ષ પહેલા યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એવું કરનારી ટીના પહેલી દલિત મહિલા છે. ટીના ડાબીએ દિલ્હીની ગર્લ્સ શ્રી રામ કોલેજ માંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું. તાજેતરમાં ટીના દાબીની તાલીમ પૂર્ણ થયા બાદ હવે તેની પ્રથમ પોસ્ટિંગ અજમેર જિલ્લામાં આપવામાં આવી હતી. રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી ટીના હાલમાં એસડીએમના હોદ્દા ઉપર કિશનગઢમાં ફરજ બજાવે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.