4 વર્ષથી મગરના ગળામાં ફસાયું છે ટાયર, કાઢવા વાળાને ઈનામ આપશે સરકાર જાણો વિગત

ઇંડોનેશિયાની સરકારે એક મગરના ગળામાં ચાર વર્ષથી ફસાયેલા બાઈકના ટાયરને કાઢવા માટે ઇનામ આપવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે, જે વ્યક્તિ આ મગરના ગળામાંથી ટાયર કાઢશે તેને ઇનામ આપવામાં આવશે. જો કે હજી સુધી ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી નથી.

સરકારી એજન્સી અંતારા અનુસાર 13 ફૂટ લાંબા મગરના ગળામાં 2016 થી ટાયર ફસાયેલું છે. ઘણી વાર મગરે પોતે તેને કાઢવા માટે પ્રયત્ન કર્યા પણ તે સફળ ન રહ્યો. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, ગળામાં ફસાયેલા ટાયરની સાથે મગરને પહેલીવાર 2016 માં પાલૂ નદીમાં જોવામાં આવ્યો હતો.

સેંટ્રલ સુલાવેસીની નેચરલ રિસોર્સ કન્ઝરવેશન ઓફિસે જણાવ્યું, જો આ ટાયર લાંબા સમય સુધી ફસાયેલું રહ્યું, તો તેનું મૃત્ય થઈ શકે છે. એટલા માટે અમે તેને આઝાદ કરવા માટે એક પ્રતિયોગિતા રાખી છે. જે પણ વ્યક્તિથી મગરના ગળામાંથી ટાયર નીકળશે તેને ઇનામ આપવામાં આવશે.

સ્થાનિક મીડિયા અનુસાર, પહેલા પણ મગરના ગળામાંથી ટાયર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પણ તે સફળ ન રહ્યા. 2018 માં સંરક્ષણવાદી અને પશુ વિશેષજ્ઞ મોહમ્મ્દ પનજીએ પણ એક પ્રયત્ન કર્યો હતો. એ પછી વન વિભાગની ટીમ દ્વારા માંસ ખવડાવવાના બહાને ટાયરને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.