આ વર્ષે ફક્ત 1 રૂપિયો પગાર લેશે ઉદય કોટક, PM કેયર્સ ફંડમાં દાન કર્યાં 25 કરોડ રૂપિયા

PM કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરવાની સાથે સાથે આ વર્ષમાં પગાર તરીકે ફક્ત 1 રૂપિયો લેશે ઉદય કોટક

કોટક મહિંદ્રા બેંક (Kotak Mahindra Bank) ના CEO ઉદય કોટકે નાણાકીય વર્ષ 2020-21 માં પગાર નહિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, તે આખા વર્ષમાં પગારના રૂપમાં ફક્ત 1 રૂપિયો લેશે. કોરોના વાયરસ મહામારીથી થતા નુકશાનને જોતા કોટકે આ નિર્ણય લીધો છે. ઉદય કોટક સિવાય આ ગ્રુપની ટોપ લીડરશીપ ટીમે પણ પગારમાં 15 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કોટક મહિંદ્રા બેંકે ગુરુવારે એક નિવેદન જાહેર કરી આ વિષયમાં જાણકારી આપી છે.

નિવેદનમાં તેમણે કહ્યું, ‘કોટક મહિંદ્રા બેંક આ ઘોષણા કરી રહ્યું છે કે, ગ્રુપની ટોપ લીડરશીપ ટીમે એકજુટ થઈને સહાયતાપૂર્ણ રૂપથી પોતાના પગારમાં 15 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ કપાત નાણાકીય વર્ષ 2021 માટે હશે.’ આ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું કે, ઉદય કોટકે વ્યક્તિગત રૂપથી પોતાના પગારના રૂપમાં ફક્ત 1 રૂપિયો જ લેવાનો નિર્ણય લીધો છે.

પીએમ કેયર્સ ફંડમાં પણ કર્યું ડોનેટ :

ગ્રુપે કોરોના વાયરસના હાલના સંકટમાં અન્ય રીતની મદદ અને સુવિધા પુરી પાડવા વિષે પણ જાણકારી આપી છે. કોટક મહિંદ્રા બેંકે પીએમ કેયર્સ ફંડમાં (PM CARES Fund) 25 કરોડ રૂપિયાનું દાન આપવાની જાણકારી આપી છે. આ ગ્રુપે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં પણ 10 કરોડ રૂપિયા જમા કર્યા છે. તેમજ ઉદય કોટક પણ વ્યક્તિગત રૂપથી આ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરશે.

લોકડાઉનથી રોજિંદી કમાણી કરતા મજુર પરેશાન :

જણાવી દઈએ કે, 14 એપ્રિલ સુધી આખા દેશમાં લોકડાઉન છે. આ દરમિયાન દરેક જરૂરી સેવાઓ સિવાય અન્ય દરેક સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે. લોકડાઉન પછી મોટા સ્તર પર રોજિંદી કમાણી કરવાવાળા મજૂરો માટે મુશ્કેલી ઉભી થઈ છે. અત્યાર સુધીમાં આખા દેશમાં covid-19 સંક્રમણના કુલ 6000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંક્રમણથી અત્યાર સુધી કુલ 166 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. (9 એપ્રિલના આંકડા)

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.