જુના લાકડાનાં બારી દરવાજા કે ફર્નીચરમાં ઉધઈ લાગતી હોય છે જાણો ઉધઈ દૂર કરવાના ઉપાય

જો તમારા ઘરમાં જુનું ફર્નીચર છે તો, તમને બરોબર ખબર હશે કે તેમાં કેટલી ઉધઈ પડેલ હશે. જો આ ઉધઈનો નાશ ન કરવામાં આવે તો, તે માત્ર લાકડાના ફર્નીચરને જ નહિ પણ તમારા ઘરને પણ ખલાશ કરી શકે છે. જો તમારે ઉધઈથી છુટકારો મેળવવો છે તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખશો. જેમ કે ઘરની અંદર કાગળ કે લાકડા ભેગા કરીને ન રાખો. ઉધઈ માટે સૌથી સારૂ સ્થળ લાકડાનું ફર્નીચર છે. જે દીવાલમાં ફીટ કરીને રાખવામાં આવેલ હોય અને જેની આજુ બાજુ તમે રોજ સફાઈ ન કરી શકતા હો. અમુક એવી જ વાતો આજે અમે તમને જણાવીશું, કે ઉધઈ થી કેવી રીતે મેળવવો છુટકારો.

૧. જો ઉધઈ કોઈ લાકડાના ફર્નીચર માં લાગી જાય તો તે દુર કરવા માટે ઉધઈ લાગેલ તે ફર્નિચરને ઘરની બહાર કાઢીને તડકામાં ઓછામાં ઓછું ૫ થી ૬ કલાક માટે મૂકી દો. જો ઉધઈ એક દિવસમાં દુર ન થાય તો તેને એક બે દિવસ સતત તડકામાં રાખો. તેના માટે તમારે ફર્નીચરમાં લાગેલ તમામ ઉધઈ નો નાશ થઇ જશે.

૨. કહેવામાં આવે છે કે ઉધઈ કોઈપણ કડવી સુગંધથી દુર ભાગે છે તેથી જે જગ્યા ઉપર ઉધઈ લાગેલ હોય તે જગ્યા ઉપર તમે કરેલાનો રસ કે પછી લીમડાનો રસ કાઢીને તેની ઉપર છાંટી દો. કારેલાના રસની કડવી સુગંધ સુંઘતા જ તમામ ઉધઈ ધીમે ધીમે નાશ થઇ જશે. પણ તમારે ઓછામાં ઓછું ૩ થી ૫ દિવસ સુધી કારેલાનું જ્યુસ છાંટવું પડશે જેથી ઉધઈ પાછી ન લાગે.

૩. ઘણી વખત ફર્નીચરમાં ઉધઈ એટલી અસર કરે છે છે કે ફર્નીચરમાં કાણા થઇ જાય છે, અને તે કાણા માંથી ચૂર્ણ જેવું નીકળવા લાગે છે. આવી ઉધઈની અસર ઓછી કરવા માટે કાણામાં ઉધઈ વિરોધી દવા નાખીને તેને કલાકો માટે રાખી દો અને પછી તેની ઉપર પોલીશ ચડાવી દો. કોઈપણ ઉધઈ વિરોધી ઘોળ નો ઉપયોગ સ્પ્રે દ્વારા કરો જેથી ઉધઈ નો નાશ થઇ જાય.

૪. લાલ મરચાનો પાવડર નો ઉપયોગ કરીને પણ ઉધઈનો નાશ કરી શકાય છે. જે જગ્યાએ ઉધઈની અસર હોય તે જગ્યા ઉપર જો લાલ મરચાનો પાવડર છાંટી દેશો તો તમામ ઉધઈ આપોઆપ મરી જશે.

૫. મીઠામાં પણ એટલી જ શક્તિ હોય છે કે તેનાથી ઉધઈનો નાશ કરી શકાય. તેથી જ્યાં જ્યાં ઉધઈ લાગેલ જોવા મળે તે તમામ જગ્યા ઉપર મીઠાનો છંટકાવ કરી દો. મીઠું છાંટવાથી તમે જોશો કે ધીમે ધીમે બધી ઉધઈ મરવા લાગશે.

૬. ખેતરમાં લાગેલ ઉધઈથી બચવા માટે ખેતરમાં કાચું છાણ ન નાખો કેમ કે કાચા છાણ જ ઉધઈ જેવી જીવાત નું સૌથી મનપસંદ ખાવાનું ગણાય છે.

૭. જો તમે ઈચ્છો છો કે ખેતરના પાકમાં ઉધઈ ન લાગે તો તેના માટે તમારે seeds ને બીવેરીયા બેસીયાના (Biveria Besiana) નામની જંતુ નાશક થી treated કરવી પડશે.

8. ઉધઈ થી બચવા માટે સિંચાઈ વખતે ખેતરમાં વહેતી નળીઓના પાણી સાથે બળેલા મોબિલનું તેલને પણ વહેતું કરી દો. આમ કરવાથી પાકમાં ઉધઈ નહી લાગે.

૯. એક મોટી સાઈઝની હિંગને કોઈ કપડામાં બાંધીને તેની ઉપર ભારે પથ્થર થી બાંધી દો અને પછી તેને ખેતરની તરફ વહેતા પાણીમાં મૂકી દો. આમ કરવાથી ઉધઈ નહી લાગે.

૧૦. જો તમારા ઘરના wall ઉપર સીલન (moistness) છે તો તમારે ટર્મિનેટર નો ઉપયોગ કરવાની જરૂર છે. તેનાથી તમારા ઘરોમાં ઉધઈ નહિ લાગે.