જાણો ઉત્તરાયણ મા ખુબ પ્રખ્યાત ટેસ્ટી કૂકર મા ઉંધિયું બનાવવાની રીત ક્લિક કરી ને જાણો વિડીયો સાથે

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું ઉંધિયું. કૂકરમાં ઉંધિયું બનાવવું ખુબજ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરશ લાગે છે. તો ચાલો કૂકરમાં એકદમ સરળ રીતે ઉંધીયું કેવી રીતે બનાવવું તે જોઈએ.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

મિક્ષ દાણા (સુરતી પાપડી, વાલોળ પાપડી ના દાણા, તુવેરના દાણા)

8-10 નાના ટુકડા રતાળુ

8-10 નાના ટુકડા સુરણ

8-10 નાના ટુકડા શક્કરિયા

5-7 મીડીયમ ટુકડા બટાકા

2 કાળા રીગણ

5 રવૈયા

6 મરચા

1 વાટકી કોથમીર, મરચા અને આદુ ને વાટી(ક્રશ કરી)

3 ટામેટા ક્રશ કરેલા (મિક્ષર દ્વારા)

મસાલો ચણાનો લોટ અને દરરોજ માં ઉપયોગ માં લેવાતા મસાલા, તેલ, સાકર, કોથમીર, મરચા સ્વાદ અનુસાર

4 થી 5 મોટી ચમચી તેલ

1/2 નાની ચમચી રાઈ

1 નાની ચમચી અજમો

2 નાની ચમચી હળદળ

2 મોટી ચમચી ઘણા-જીરું પાઉડર

2 મોટી ચમચી લાલ મરચું

2 નાની ચમચી ગરમ મસાલો

2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું

1.5 મોટી ચમચી સાકર

કોથમીર

2 મોટી ચમચી ખજૂર-આમલી કે ખજૂર-ટામેટા

મુઠીયા બનાવવા સામગ્રી

1/2 કપ મેથી ની ભાજી

1/2 કપ ચણાનો લોટ

મીઠું સ્વાદ અનુસાર

ચપટી હળદળ

1 નાની ચમચી લાલ મરચું

ચપટી ગરમ મસાલો

1/2 નાની ચમચી તલ

ચપટી ખાવાના સોડા

1/2 નાની ચમચી વાટેલા આદુ-મરચા

1 નાની ચમચી સાકર

1/4 નાની ચમચી લીંબુ નો રસ

1 મોટી ચમચી તેલ

રીતે :

સૌપ્રથમ જે ત્રણ રીગણ છે તેને નાના ટુકડામાં કાપી, જે સુરણ, બટાટા વાળા મિક્ષ વસ્તુ સાથે એડ કરી તેને એક વાર પાણી થી સાફ કરી તેને એક બાઉલમાં પાણીમાં નાખી દો. ત્યારબાદ રવૈયા ને કાપી નાખશુ, તેને નાકા બાજુથી ચાર કટ કરી નાખવાના છે. અને મરચાને સાઈડ માંથી એક કટ કરવાનો(ધ્યાન રાખજો કે કોઈ વસ્તુ સડેલા ન હોય તે ખાસ ચેક કરી લેવાનું)

મસાલો ચણાનો લોટ અને દરરોજ માં ઉપયોગ માં લેવાતા મસાલા, તેલ, સાકર, કોથમીર, મરચા સ્વાદ અનુસાર, તેને મિક્ષ કરી નાખવાનો, હવે જે મસાલો મિક્ષ કર્યો છે તેને રવૈયા અને મરચાંમાં આ મસાલો ભરી દેવાનો અને વધારે દબાવીને મસાલો નથી ભરવાનો. અને બાકીનો મસાલો શાક માં ઉપયોગ કરવાનો રહશે.

મુઠીયા બનાવવા

સૌપ્રથમ જે મેથીની ભાજીને ધોઈને સમારી કાઢો અને તેમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, તલ, ખાવાના સોડા, વાટેલી આદુ-મરચા, સાકર અને લીંબુનું રસ નાખો ત્યાર બાદ તેને સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં તેલ મિક્ષ કરી લો. ત્યારબાદ હાથમાં તેલ લઈને મુઠીયા બનાવી લેવું. આને મીડીયમ સાઈઝ ના બનાવના રહશે.

તે બાદ તેને ફ્રાઈ કરવા તેલ ગરમ કરી તેને ફ્રાઈ કરી નાખો. અને આને મીડીયમ ગેસ ઉપર ફ્રાઈ કરવાના છે. થોડા ફ્રાઈ થશે ત્યારે તે જાતે ઉપર આવા લાગશે ત્યાર બાદ તેને થોડા ફેરવી બધી જગ્યાએ તે ફ્રાઈ થઇ જાય અને ત્યાર બાદ તે ગીલ્ડન બ્રાઉન થઇ જાય ત્યારે તેને નીકાળી લો. અને તેને ઠંડા થવા મૂકી દો.

શાક બનાવવા માટે પહેલા કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી દો, ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં રાઈ એડ કરી નાખો અને જયારે રાઈ થઇ ગયા બાદ તેમાં અજમો એડ કરવાનો, ગેસને ધીમો કર તેમાં હળદળ, વાટેલા મરચા અને તેને સારી રીતે હલાવી દેવાની અને ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ એડ કરી નાખવાની, ગેસને મીડીયમ રાખી હવે તેને 2 થી 3 મિનિટ સેકાવા દઈશું અને તેની વચ્ચે એક-બે હલાવી લેવાનું, 2 મિનિટ બાદ તેલ જાતે ઉપર આવી જશે એટલે ગેસ ધીમો કરી દેવાનો.

હવે તેમાં પાપડી અને દાણા નાખશું. બટાટા અને સુરણ વગેરે પણ તેમાં નાખી દેવું, ત્યાર બાદ તેના સ્વાદ અનુસાર મીઠું નાખવું અને તેને સારી રીતે મિક્ષ કરી નાખો. અને એક મિનિટ સુધી ચઢવા દઈશું અને તેના એક મિનિટ બાદ ઘણા-જીરું પાઉડર, લાલ મરચું તેમાં નાખીને તેને મિક્ષ કરી લો. એને પણ એક મિનિટ ચઢવા દઈશું અને ત્યારબાદ 1/2 કપ પાણી નાખી દેવું અને તેને બધી બાજુથી એક વાર ફરી મિક્ષ કરી લો અને કુકરનું ઢાંકણું બંધ કરી બે સીટી ગેસ ઉપર રાખવવાની છે. બે સીટી થઇ ગયા બાદ તેને ઢાંકણું ખોલી ફરી એક વાર હલાવી દેવું.

હવે તેનામાં મરચા, રવૈયા અને મુઠીયા નાખી દેવા, જે મરચા અને રવૈયામાં ભરતી વખતે જે મસાલો વધ્યો છે તેને નાખી દેવો અને 3 થી 4 મુઠીયાનો ભુક્કો કરી નાખવો અને ત્યારબાદ તેને સારી રીતે મિક્ષ કરી લો. બધું સારી રીતે મિક્ષ થઈ જાય ત્યારે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરવું, અને તેને ફરી એક વાર મિક્ષ કરી દેવું

ત્યાર બાદ તેમાં વઘાર કરવાનો છે તેના માટે તેલ ગરમ કરવા મૂકી દો, કૂકરમાં ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને સાકર નાખી ત્યાર બાદ જે તેલ ગરમ કરવાં મૂકેલું તે તેલ ને જ્યાં તમે ગરમ મસાલો અને લાલ મરચું ઉપર નાખી દો. ત્યારબાદ તેને સારી રીતે હલાવી દો.

કુકરનું ઢાંકણું બંધ કરીને તેને એક સીટી કરીને તેને ગરમ કરી નાખો. અને એક સીટી થયા બાદ શાકને એક વાર ફરી હલાવી દો. હવે તેમાં કોથમીર, ખજૂર-આમલી ચટણી(જો ચટણી ના નાખવી હોય તો તેમાં લીંબુ નો રસ પણ નાખી શકો),અને ત્યારે તેને ફરી હલાવી દો અને તેને ઢાંકીને 30 મિનિટ સુધી રાખી મુકો. તમારું ઉંધીયું બનીને તૈયાર છે અને તેને ઉપર કોથમીર પણ નાખી શકો છો.

હવે તમારા કૂકર મા ઉંધિયું તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ

જુઓ વિડિઓ :