UIDAI નો નવો નિયમ, આધાર કાર્ડમાં સરનામું, નામ અને જન્મ તારીખ બદલાવ માટે હવે બસ કરવું પડશે આ કામ

આજકાલ સરકાર મોટા ભાગની સર્વિસ ઓનલાઈન કરવા જઈ રહી છે. જેમાં એક નવી સર્વિસનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આવો જાણીએ તે સેવા કઈ છે. અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. જો તમે પણ આધારમાં કોઈ માહિતી અપડેટ કરવા કે બદલવા માગો છો, પણ નથી કરી શકતા તો આ સમાચાર તમારા માટે કામના છે.

આધાર કાર્ડ બહાર પાડવા વાળી કંપની યુનીક આઈડેંટીફીકેશન આથોરીટી ઓફ ઇંડિયા (UIDAI) એ આધાર અપડેશનના નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે. આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન કરવા માટે UIDAI એ અમુક શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરુ કર્યા છે. ત્યાં જઈને લોકો આધારમાં ફેરફાર કરી શકશે. તમે આ સેન્ટર ઉપર નવું આધાર કાર્ડ પણ બનાવરાવી શકો છો. સાથે જ સરનામું, નામ અને જન્મ તારીખમાં ફેરફાર કે અપડેટ કરવાની સ્થિતિમાં પણ આ સર્વિસનો લાભ ઉઠાવી શકાય છે.

કઈ સેવાઓ માટે જરૂરી છે અપોઈંટમેંટ?

આધાર સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે ઓનલાઈન અપોઈંટમેંટ લેવાની રહેશે. આવો જણાવીએ કે કઈ સેવા માટે લેવામાં આવે છે આપોઈંટમેંટ?

નવું આધાર કાર્ડ બનાવરાવવા માટે

નામ અપડેટ કરાવવા માટે

સરનામું અપડેટ કરાવવા માટે

જન્મ તારીખ અપડેટ કરાવવા માટે

મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે

ઈ-મેલ આઈડી અપડેટ કરાવવા માટે

જેંડર અપડેટ કરાવવા માટે

બાયોમેટ્રીક અપડેટ કરાવવા માટે.

આ છે અપોઈંટમેંટ લેવાની રીત :

આવો તમને જણાવીએ કેવી રીતે મળશે ઓનલાઈન અપોઈંટમેંટ? તેના માટે સૌથી પહેલા તમારે UDAI ની વેબ્સાઈટ uidai.gov. in ઉપર જવાનું રહેશે.

હવે તેમાં ‘My Aadhaar’ ઉપર ક્લિક કરો. ત્યાર પછી ‘Book An Appointment’ ઓપ્શન ઉપર જાવ.

હવે તમારે અહિયાં સીટી લોકેશન જોવા મળશે, જેમાં તમારે શહેર પસંદ કરવાનું રહેશે. શહેર પસંદ કર્યા પછી તમારે ”Proceed To Book An Appointment’ ઉપર ક્લિક કરવાનું રહેશે.

હવે નવું પેઇજ ખુલશે, તેમાં ત્રણ ઓપ્શન છે. ન્યુ આધાર, આધાર અપડેટ અને મેનેજ અપોઈંટમેંટ. તમે તમારી જરૂરિયાત મુજબ તેમાંથી એક પસંદ કરી શકો છો. માની લો કે જો તમે આધાર અપડેટ ઓપ્શન પસંદ કરો છો અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી એન્ટર કરો છો, તો તમારી એપ્લીકેશન વેરીફાઈ થઇ જશે.

ઓટીપી વેરીફીકેશન થઇ ગયા પછી તમે ત્યાં આપવામાં આવેલા ફોર્મમાં તમારી ડીટેલ ભરી દો. આ ફોર્મમાં અપોઈંટમેંટ સાથે જોડાયેલી ડીટેલ પૂછવામાં આવે છે. આ ડીટેલ ભર્યા પછી તમારે બુકિંગ અપોઈંટમેંટ માટે ટાઈમ સ્લોટ પસંદ કરવાનો રહેશે.

છેલ્લે તમારી અપોઈંટમેંટ ડીટેલ્સ ચેક કરી લો. જો કાંઈ ભૂલ થઈ છે તો પ્રીવીયસ ટેબ ઉપર ક્લિક કરો અને તેને સુધારી લો. પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દો. આ ઓનલાઈન અપોઈંટમેંટ બુકિંગ પ્રોસેસ એકદમ ફ્રી છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.