ઉજ્જેનના દર્શનીય સ્થળ માંથી આ 4 જગ્યા છે શ્રેષ્ઠ, 2019 માં ફરવાનો બનાવવો હોય પ્લાન તો આ જાણી લો

ઉજ્જેનના દર્શનીય સ્થળ : ભારતમાં એવા ઘણા તીર્થ સ્થળ છે જેના પોતાનામાં ઢગલાબંધ રહસ્યો સમાવેલા છે. તેમાંથી આજે અમે તમને ઉજ્જેનના દર્શનીય સ્થળમાં રહેલા મંદિરથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે તમારા માંથી ઘણા લોકો માહિતગાર ન હોય. જો તમે બાળકો અને કુટુંબ સાથે કોઈ રજાઓ માણવાનું વિચારી રહ્યા છો તો ઉજ્જેનના દર્શનીય સ્થળ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે.

મધ્ય પ્રદેશની ધરતી ઉપર વસેલું ઉજ્જેન મહાકાલની ધરતી કહેવાય છે. અહિયાં દર વર્ષે લાખો ભક્ત મહાદેવના દર્શન માટે આવે છે. ઉજ્જેનને લઇને એક સત્ય જાણીતું છે કે જો એક બળદગાડી ભરીને અનાજ ઉજ્જેન નગરીમાં લઇ જવામાં આવે અને અહિયાંના દરેક મંદિરમાં એક-એક મુઠ્ઠી ચડાવવામાં આવે, તો અનાજ ખલાસ થઇ જશે પરંતુ તીર્થ સ્થળ પુરા નહિ થાય.

શિપ્રા નદીના કિનારે વસેલુ ઉજ્જેન પોતાના તીર્થ સ્થળો માટે ઓળખવામાં આવે છે. ઉજ્જેનમાં ફરવા માટે તમે અહીયાની બસ સુવિધાનો પણ લાભ લઇ શકો છો. આ બસ ૩૭ રૂપિયા વ્યક્તિ દીઠના હિસાબે દરરોજ દેવાસ ગેટથી સવારે ૭ વાગ્યે અને બપોરે ૨ વાગ્યે નીકળે છે. તે ઉપરાંત તમે ઉજ્જેનના દર્શનીય સ્થળ ઉપર રીક્ષા, ટેમ્પો વગેરે જેવા વાહનો દ્વારા પણ ફરી શકો છો. ઉજ્જેનના દર્શનીય સ્થળ ઉપર જવાનો જો તમે વિચાર કરી રહા છો તો જણાવી દઈએ કે અહિયાં ફરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા ૩ દિવસનો સમય હોવો જરૂરી છે.

ઉજ્જેનના દર્શનીય સ્થળ માંથી થોડા ફેમસ દર્શનીય સ્થળો આ પ્રકારે છે.

ઉજ્જેનના દર્શનીય સ્થળ માંથી સૌથી પહેલું નામ મહાકાલેશ્વર મંદિરનું આવે છે. આ ઉજ્જેનના રેલ્વે સ્ટેશનથી લગભગ ૧.૫ કી.મી. ના અંતરે આવેલું છે. મહાકાલેશ્વર મંદિર ૧૨ જ્યોતિર્લીંગો માંથી એકમાત્ર એવું જ્યોતિર્લીંગ છે જો કે દક્ષીણ મુખી છે. તેના કારણે આ સ્થળનું તાંત્રિક વિદ્યામાં વિશેષ મહત્વ છે. આ મંદિરમાં ભગવાન શિવનું એક સ્વયંભુ શિવલિંગ છે જે પોતાની જાતે આ સ્થળ ઉપર પ્રગટ થયું હતું. અહિયાં થતી આરતીમાં સિવડાવેલા કપડા પહેરવાની મનાઈ છે એટલા માટે પુરુષ ધોતી પહેરીને આ આરતીમાં જોડાય છે જો કે મહિલાઓ સાડી પહેરે છે. ભસ્મ આરતીમાં જોડવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે.

ઉજ્જેનના દર્શનીય સ્થળ – દેવી હરીસિદ્ધી મંદિર :

ઉજ્જેનના દર્શનીય સ્થળમાં બીજું મહત્વનું સ્થળ દેવી હરીસીદ્ધી મંદિર છે. જણાવી દઈએ કે શિવ ભગવાને સ્વયં ચંડી દેવીને હરીસિદ્ધીનું નામ આપ્યું હતું. માન્યતા છે કે દક્ષ પ્રાપ્તિના યજ્ઞકુંડ માંથી જયારે શંકર ભગવાન માં સતીને લઇ જઈ રહ્યા હતા, તો સતી માં ની કોણી અહિયાં પડી ગઈ હતી. એટલા માટે તેને 52 શક્તિપીઠો માંથી એક માનવામાં આવે છે. એક માન્યતા મુજબ અહિયાંના શાસક રાજા વિક્રમાદીત્યને દેવી દ્વારા એ વરદાન પ્રાપ્ત થયું હતું, કે તેના રાજ્યમાં જો કોઈ બીજા શાસક આવે છે તો તે રાત્રીમાં વિશ્રામ નહી કરી શકે. એટલા માટે આજે પણ ઉજ્જેનના દર્શનીય સ્થળમાં કોઈ મુખ્યમંત્રી કે બીજા શાસક રાત્રે વિશ્રામ માટે નથી રોકાતા.

ઉજ્જેનના દર્શનીય સ્થળ – મંગળનાથ મંદિર :

મંગળનાથ મંદિર ઉજ્જેનના દર્શનીય સ્થળો માંથી ત્રીજું મહત્વનું તીર્થ સ્થળ છે. કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર ભગવાન શંકરના એક અંશના પડવાથી મંગળ ગ્રહનો જન્મ થયો હતો. અને બીજી તરફ કર્ક રેખા પણ આ મંદિરમાં થઇને પસાર થાય છે. મંગળ ગ્રહ ઉપર શાંતિ જાળવી રાખવા માટે અહિયાં દર વર્ષે વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ ઘણા પ્રાચીન મંદિરના દર્શન કરીને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. જણાવી દઈએ કે આ મંદિર મહાકાલેશ્વર મંદિરથી લગભગ ૫ કી.મી. ના અંતરે આવેલું છે.

ઉજ્જેનના દર્શનીય સ્થળ – ચિંતામણ ગણેશ મંદિર :

ભગવાન ગણેશનું ચિંતામણ ગણેશ મંદિર ઉજ્જેનના દર્શનીય સ્થળ માંથી ચોથું મહત્વનું તીર્થ સ્થળ છે. માન્યતા છે કે આ મંદિરમાં જે પણ ભક્ત જાય છે, તેની દરેક પ્રકારની ચિંતાઓ દુર થઇ જાય છે. ભગવાન શંકરએ એક સમયે ગણેશજીને વરદાન આપ્યું હતું, કે કોઈ પણ શુભ કાર્ય ગણેશ ભગવાનની પૂજા વગર શરુ નહી કરી શકાય. એટલા માટે આ મંદિર માંથી ગણેશ ભગવાનના આશીર્વાદ લઇને જ પ્રવાસની શરુઆત કરવામાં આવે છે.