દેશમાં નદીઓની હાલત તો તમે બધા જાણતા જ હશો. સરકાર નદીઓ ની સાફ-સફાઈ માટે દર વર્ષે કોઈ ને કોઈ પ્રોજેક્ટ લઇ ને આવે છે. પરંતુ તેમ છતાં પણ થતું કશું જ નથી. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ નદીઓની હાલત એવી ને એવી છે. તેની જવાબદારી સરકારની નહિ, પરંતુ આપણા લોકોની છે. જો આપણે લોકો નદીઓમાં કચરો ફેંકવાનું બંધ કરી દઈએ તો આ નદીઓ સાફ રહેશે.
ખરેખર આ લેખ લાઇક અને શેયર કરવા જેવો જો લાગતો હોય તો “સ્વચ્છ ભારત” અભિયાન હેઠળ કોમેન્ટમાં ‘હેઝની નિશાની કરી swachhbharat અવશ્ય લખીને શેયર કરીશું. ૨૬મી જાન્યુઆરી 70માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.
નદીઓને સાફ કેવી રીતે રાખવાની છે. એ આપણે સૌએ મેઘાલયના લોકો પાસેથી શીખવું જોઈએ. મેઘાલયની ઉમંગોટ નદીને દેશની સૌથી ચોખ્ખી નદી કહેવામાં આવે છે. આ નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે તેમાં કાચ જેવું આર પાર દેખાય છે. પાણીની નીચેના એક એક પથ્થર ક્રીસ્ટલની જેમ ચોખ્ખા જોવા મળે છે. તેમાં ધૂળનો એક કણ પણ જોવા નથી મળતો. એવું લાગે છે સમજો કે હોડી કોઈ કાચની ઉપર તરી રહી હોય.
આ સુંદર નદી મેઘાલયના પાટનગર શીલોન્ગ થી ૯૫ કી.મી. દુર ભારત-બંગલાદેશ સરહદ પાસે આવેલા પૂર્વી જયંતીયા હિલ્સ જીલ્લાની દાવકી ગામમાં વહે છે. આ વિસ્તારમાં રહેવા વાળા લોકો મોટાભાગે આદિવાસી જાતીના લોકો આ નદીની દરરોજ સફાઈ કરે છે. ખાસ કરીને આ પરંપરા જુના સમયથી ચાલી આવી રહી છે. તેમનું માનવું છે કે સફાઈ તેમના સંસ્કારોમાં છે.
ઉમંગોટ નદી ત્રણ ગામો દાવકી, દારંગ અને શેનાન્ગડેન્ગ થી થઇ ને વહે છે. આ ત્રણ ગામોમાં લગભગ ૩૦૦ ઘર છે અને બધા મળીને આ નદીની સફાઈ કરે છે. ગંદકી ફેલાવવા ઉપર ૫૦૦૦ રૂપિયા સુધી દંડ વસુલ કરવામાં આવે છે. મહિનામાં ત્રણથી ચાર દિવસ કમ્યુનીટી ડેના હોય છે. આ દિવસે ગામના દરેક ઘર માંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ નદીની સફાઈ માટે આવે છે.
આવો અદ્દભુત નજારો ભારતની કોઈ નદીમાં જોવા મળી રહ્યો છે એ ઘણા ગર્વની વાત છે. ગંગા અને યમુના નદીની હાલત તો તમે જોઈ જ હશે. ઉમંગોટ નદી સ્વચ્છ જ નથી. પરંતુ તેની આજુ બાજુના દ્રશ્યો પણ ઘણા સુંદર છે. લીલાછમ જંગલો વચ્ચે આવેલી આ નદીની સરખામણી લોકો સ્વર્ગમાં વહેતી નદી સાથે પણ કરે છે.
નવેમ્બર થી એપ્રિલ સુધી અહિયાં મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે. તે દરમિયાન પ્રવાસીઓ અહિયાં બોટિંગનો આનંદ ઉઠાવતા જોવા મળશે. જો કે ચોમાસાની ઋતુમાં બોટિંગ બંધ રહે છે. ઉમંગોટ નદી માંથી થોડા જ અંતરે આવેલા માવલીનનોન્ગ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનું સ્થાન મળેલું છે. અંગ્રેજો એ આ નદી ઉપર એક બ્રીજ પણ બનાવરાવ્યો છે. આ નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓ પણ મળે છે.
આવો અદ્દભુત નજારો હિન્દુસ્તાનની નદીઓમાં જોવા નથી મળતો, પરંતુ મેઘાલય ના લોકો એ તેને ખોટું સાબિત કરી દેખાડ્યું છે. જીવન માં નદીઓ નું શું મહત્વ છે? એ આપણે મેઘાલય ના લોકો પાસેથી શીખવાની જરૂર છે.
ખરેખર આ લેખ લાઇક અને શેયર કરવા જેવો જો લાગતો હોય “સ્વચ્છ ભારત” અભિયાન હેઠળ કોમેન્ટમાં ‘હેઝની નિશાની કરી swachhbharat અવશ્ય લખીને શેયર કરીશું. ૨૬મી જાન્યુઆરી 70 માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા. જય હિન્દ…