ઉંમર અને લંબાઈ મુજબ કેટલું હોવું જોઈએ તમારું વજન, આવી રીતે જાણો

આજના સમયમાં જે પ્રકારની અનિયમિત જીવનશૈલી સાથે આપણે જીવી રહ્યા છો, તેનાથી સ્વસ્થ રહેવું તમારા માટે એક પડકાર બની ગયો. ખાસ કરીને હેલ્દી રહેવા માટે યોગ્ય ડાયટ સાથે યોગ્ય વજન વિષે જાણકાર રહેવું જરૂરી છે. પરંતુ આજકાલ આપણે જેવા પ્રકારનું ભોજન લઈએ છીએ તે આપણા પેટની ભૂખ શાંત કરે છે, પરંતુ આપણેને યોગ્ય પોષણ નથી મળતું. જે લોકો અનિયમિત ખાવાપીવાને કારણે જ અથવા તો મોટાપાનો શિકાર બની રહ્યા છે કે પછી કુપોષણનું. તેવામાં પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણા શરીરનું વજન કેટલું હોવું જોઈએ. હંમેશા લોકો એ વાત ને લઇ ને કન્ફયુઝ રહે છે કે આપણું આદર્શ વજન કેટલું હોવું જોઈએ કે પછી એક ચોક્કસ ઉંમરમાં કેટલું વજનનું વધવું યોગ્ય છે. જો તમને પણ કોઈ એવી તકલીફ છે તો આવો તમને જણાવીએ છીએ કે ઉંમર અને લંબાઈ મુજબ એક વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ.

આ લેખ ખરેખર શેયર કરવા જેવો છે અને લાઇક પણ કરશો જેથી વધુમાં વધુ લોકો સુધી તે પહોચી શકે.

લિંગ, ઉંમર અને લંબાઈ મુજબ હોવું જોઈએ વજન :-

women

Height (in ft) Weight (in kg)

૪’ ૧૦”  ૪૩.૫kh – ૪૮.૫kg

૪’ ૧૧”  ૪૪.૫kg – ૪૯.૯kg

૫’ ૦”  ૪૫.૮kg – ૫૧.૩kg

૫’ ૧”  ૪૭.૨kg – ૫૨,૬kg

૫’ ૨”  ૪૮.૫kg – ૫૪.૯kg

૫’ ૩”  ૪૯.૯kg – ૫૫.૩kg

૫’ ૪”  ૫૧.૩kg – ૫૭.૨kg

૫’ ૫”  ૫૨.૬kg – ૫૯.૦kg

૫’ ૬”  ૫૪.૪kg – ૬૧.૨kg

૫’ ૭”  ૬૫.૨kg – ૬૩.૦kg

૫’ ૮”  ૫૮.૧kg – ૬૪.૯kg

૫’ ૯”  ૫૯.૯kg – ૬૬.૭kg

૫’ ૧૦”  ૬૧.૭kg – ૬૮.૫kg

૫’ ૧૧”  ૬૩.૫kg – ૭૦.૩kg

૬’ ૦”  ૬૫.૩kg – ૭૨.૧kg

Men

Height (in ft) Weight (in kg)

૫’ ૨”  ૫૩.૮kg – ૫૮.૫kg

૫’ ૩”  ૫૪.૯kg – ૬૦.૩kg

૫’ ૪”  ૫૬.૨kg – ૬૩.૦kg

૫’ ૫”  ૫૭.૬kg – ૬૩.૦kg

૫’ ૬”  ૫૯.૦kg – ૬૪.૯kg

૫’ ૭”  ૬૦.૮kg – ૬૬.૭kg

૫’ ૮”  ૬૨.૬kg – ૬૮.૯kg

૫’ ૯”  ૬૪.૪kg – ૭૦.૮kg

૫’ ૧૦”  ૬૬.૨kg – ૭૨.૬kg

૫’ ૧૧”  ૬૮.૦kg – ૭૪.૮kg

૬’ ૦”  ૬૯.૯kg – ૭૭.૧kg

૬’ ૧”  ૭૧.૭kg – ૭૯.૪kg

૬’ ૨”  ૭૩.૫kg – ૮૧.૬kg

૬’ ૩”  ૭૫.૭kg – ૮૩.૫kg

૬’ ૪”  ૭૮.૧kg – ૮૬.૨kg

આદર્શ વજન દરેક વ્યક્તિ ના લિંગ, ઉંમર, લંબાઈ અને શરીરના બાંધા ઉપર આધર રાખે છે, જેમ કે મહિલાઓ અને પુરુષો માં આદર્શ વજન જુદા જુદા હોય છે. લિંગના હિસાબે વાત કરવામાં આવે તો ૧૬ વર્ષની ઉંમરમાં છોકરાનું વજન જે ૫૦ થી ૬૦ વચ્ચે હોવું જોઈએ. તે છોકરીઓનું વજન ઉંમરના હિસાબે લગભગ ૪૫-૫૦ કિલો વચ્ચે જ હોવું જોઈએ. અને આદેશ વજન માટે સૌથી સારૂ માપના વ્યક્તિની લંબાઈ માનવામાં આવે છે. એટલે કે જેની લંબાઈ વધુ હોય તેનું વજન વધુ અને જેની લંબાઈ ઓછી તેનું વજન તે મુજબ ઓછું હોવું જોઈએ. તેના માટે તમારી બોડી માસ ઈંડેક્સ એટલે બીએમઆઈ સ્તર ની જાણકારી જરૂરી છે.

બીએમઆઈ દ્વારા જાણો આદર્શ વજન :-

ખાસ કરીને બીએમઆઈ તમારા શરીરના વજન અને લંબાઈનો રેશિયો હોય છે. આ આદર્શ વજન જાણવાનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. જેના આધારે જાણી શકાય છે કે તમે ઓવરવેટ છો કે પછી અંડર વેટ. તો આવો તમને એ જાણવાની રીત જણાવીએ.

એ જાણવા માટે પોતાની લંબાઈ અને વજનને ચેક કરો અને આ ફોર્મ્યુલા ઉપર ફીટ કરો. તેનો ફોર્મ્યુલા છે.

બીએમઆઈ = વજન (કિલોગ્રામ) / [ઊંચાઈ X ઊંચાઈ (મીટર માં)]

જેમ કે જો તમારું વજન ૬૦ કિલો છે અને લંબાઈ ૫.૮ ફૂટ એટલે ૧.૭૬૭૪૮ મીટર છે. તો તેનું બીએમઆઈ આવી રીતે કાઢી શકાય છે. ૬૦/ [૧.૭૬૭૮૪ X ૧.૭૬૭૮૪] = ૧૯.૨૦ એટલે તમારું બીએમઆઈ હશે.

અંડરવેટ છો તમે? :-

હવે પ્રશ્ન એ છે કે બોડી ઈંડેક્સ કેટલું હોવું જોઈએ જેથી આપણે જાણી શકીએ વજન મુજબ આપણે સ્વસ્થ છીએ. તો આદર્શ બીએમઆઈ ૧૮.૫ થી ૨૪.૯ વચ્ચે ગણવામાં આવ્યું છે. એટલે કે તમારું બીએમઆઈ ૧૮.૫ થી ઓછું છે તો સમજી લો કે તમારું વજન સામાન્યથી ઓછું છે. એટલે તમારે યોગ્ય ખાઈ પી ને તમારું વજન વધારવા પ્રયાસ કરવો જોઈએ.

ફીટ છો તમે? :-

અને ૧૮.૫ થી ૨૪.૯ વચ્ચે જો તમારું બીએમઆઈ સ્તર છે તો તે આદર્શ સ્થિતિ છે. તમે એકદમ ફીટ છો અને તમારે બસ એને મેન્ટેન રાખવાનું છે.

પણ તે જો તમારું બીએમઆઈ સ્તર ૨૫ કે તેની ઉપર છે તો તમારે સાવચેત થઇ જવું જોઈએ. કેમ કે એવી સ્થિતિ માં તમને ડાયાબીટીસ, હ્રદય ના રોગ કે સ્ટ્રોક હોવા નો ભય હોઈ શકે છે. અને જો તમારું બીએમઆઈ ૩૦ થી વધુ છે તો તમે મોટાપા ની તમામ ખરાબ અસર માટે તૈયાર થઇ જાવ. કેમ કે તમે તમારા વજન મુજબ એક ઘાતક સ્થિતિમાં પહોચી ચુક્યા છો.

આ લેખ ખરેખર શેયર કરવા જેવો છે અને લાઇક પણ કરશો જેથી વધુમાં વધુ લોકો સુધી તે પહોચી શકે. જય હિન્દ…