ઉનાળા પહેલા કરી લો આ કામ, ફક્ત 500 રૂપિયામાં AC બની જશે તમારું જુનું એર કુલર.

ઉનાળાના ઋતુની શરૂઆત થવાની છે. તેનો સામનો કરવા માટે લોકોના ઘર અને ઑફિસમાં લાગેલા એર કંડિશનર (એસી) અને કૂલર્સની સર્વિસિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જો તમારા ઘરમાં પણ કૂલર છે. તો આજે અમે તમને એક એવા મશીન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે લગાવવાથી તમારા જૂના એવા બગડેલા કૂલર પણ એસી જેવી ઠંડી હવા આપવા લાગશે. આ એક નાનું એવું હાઇટેક મશીન છે અને તે સહેલાઇથી કુલરમાં ફિટ થઇ જાય છે.

500 રૂપિયામાં આવે છે આ મશીન :-

આજે આપણે જે મશીનની મદદથી તમારા બગડેલા કુલરને એસી બનાવવાની વાત કરી રહ્યા છીએ તેનું નામ કુલ કનેક્ટ રીમોટ કંટ્રોલર છે. આ મશીનને કુલરમાં અલગથી ફિટ કરી શકાય છે. બજારમાં આ મશીન 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધીના ભાવમાં ઉપલબ્ધ છે. આ મશીનને લગાવ્યા પછી તમારૂ કુલર સંપૂર્ણ રીતે હાઇટેક બની જાય છે.

આ મશીનની મદદથી કૂલરમાં ટેમ્પ્રેચર નિયંત્રણ કરવા માટે એડવાન્સ ફીચર જોડાઈ જાય છે, જેની મદદથી તમે તમારી ઈચ્છા પ્રમાણે સેટ કરી શકો છો. આ મશીન સાથે એક રીમોટ પણ આવે છે, જેનાથી તમે તમારા કુલરના રીમોટની મદદથી કંટ્રોલ કરી શકો છો.

ઓટોમેટિક રીતે કંટ્રોલ કરશે ક્યુલર :-

આ મશીન લગાવ્યા પછી તમારૂ કૂલર સંપૂર્ણ રીતે હાઇટેક થઈ જશે અને તમે રીમોટની મદદથી તેને આપો આપ રીતે નિયંત્રિત કરી શકશો. આ મશીન લગાવ્યા પછી કૂલરમાં વારંવાર પાણી ભરવાની ઝંઝટ પણ સમાપ્ત થઇ જશે. એટલે જેવું જ ટેમ્પ્રેચર વધશે આ મશીન ઓટોમેટિક કુલરનો વોટર પમ્પ ચલાવશે.

જ્યારે ટેમ્પ્રેચર તમારી નક્કી સીમા ઉપર આવી જશે તો પાણીની મોટર પોતાની જાતે બંધ થઈ જશે. રાત્રીના સમયે ઠંડક વધારે હોવાથી તમે રીમોટ દ્વારા પણ કુલરની ઝડપ સેટ કરી શકો છો. આ મશીનમાં 1 થી 9 નંબર સુધીની સ્પીડના વિકલ્પો આપવામાં આવેલા છે.

જાતે કરી શકો છો ફીટીંગ :-

તમે આ મશીનને જાતે પણ ઇસ્ટોલ કરી શકો છો. આ મશીન સાથે એક કનેક્શન ગાઈડ આવે છે. જેની મદદથી તમે આ મશીનને તમારા કુલરમાં સ્થાપિત કરી શકો છો. જો તમે ઇલેક્ટ્રિકનું કામ નથી જાણતા તો ઈલેક્ટ્રીશનની મદદ લઈ શકો છો. તમે આ મશીનને ઑન લાઇન અથવા તો પછી તમારી નજીકની ઇલેક્ટ્રિકની વસ્તુઓ વેચવા વાળાની દુકાનેથી ખરીદી શકો છો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.