ઉનાળા પહેલા સરકાર બદલશે AC થી જોડાયેલા નિયમ, થશે આ ફાયદા.

આ વર્ષે ઉનાળાની ઋતુમાં એયર કંડીશનર (AC) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી માટે એક જરૂરી સમાચાર છે. સરકારે AC થી જોડાયેલા નિયમ બદલી દીધા છે. આ બદલાવનો ફાયદો સામાન્ય લોકોને મળવાની આશા છે. આવો જાણીએ આ બદલાવ વિષે.

નવા નિયમ મુજબ હવે બધી કંપનીઓ બધા પ્રેકરીની એસીમાં ડીફોલર તાપમાન 24 ડિગ્રી સેટ રહશે. તાપમાનને 24 ડિગ્રીથી વધારે કે ઓછું પણ કરી શકો છો.

આ સંબંધમાં ઉર્જા મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કર્યો છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે બધા બ્રાન્ડ્સ અને બધા પ્રકારના સ્ટાર રેટિંગ વાળા રૂમ એસીમાં 24 ડિગ્રી તાપમાન ડિફોલ્ટ સેટિંગ પ્રમાણે રહશે.

આમ એક થી પાંચ સ્ટાર્સ વાળા વિન્ડોની સાથે સ્પ્લિટ એસી પણ આવે છે. સરકારના આ નિર્ણયથી વીજળીના બિલમાં પણ સારી એવી બચત થઇ શકે છે.

એક ડિગ્રી તાપમાન વધવાથી કુલ વીજળીની ખાપટથી 6 ટકા કમી આવે છે, તમને જણાવી દઈએ કે વિજળી બચતના નિયમ નક્કી કરવા વાળી એજીન્સી ઉર્જા દક્ષતા બ્યુરો (BEE) એ સરકાર સાથે મળીને રૂમ એસીના માટે એનર્જી પરફોર્મેન્સ સ્ટેન્ડર્ડ નક્કી કર્યું છે.

BEE એ એસી માટે 2006 માં સ્ટાર લેબલિંગ પોગ્રામ લોન્ચ કર્યું હતું. તેના પછી 2015માં એસીના ઇન્વર્ટર માટે સ્ટાર લેવલ શરુ કર્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.