ઉનાળાના દિવસોમાં આ ચાર વસ્તુનું સેવન કરી, ફટાફટ ધટાડી શકો છો તમારું વજન.

ઉનાળાના દિવસોમાં મળતા ફળ મોટાભાગે પાણીથી ભરપુર હોય છે, જે આપણા શરીરને હાઈડ્રેટ કરે છે અને વજનને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. આમ તો ખોટી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાવા પીવાને લીધે મોટાપાથી દરેક માણસ દુ:ખી છે.

જો તમે પણ ઝડપથી વધતા મોટાપાથી દુ:ખી છો? તો તમારે તમારા ડાયટમાં એવી વસ્તુ ઉમેરવી જોઈએ. જેનાથી તમારું વજન ઘટી શકે. તેના માટે તમારે ઓછી કેલેરી વાળું ખાવું અને હોલ ગ્રેન્સનો ઉમેરો કરવો જોઈએ. તેના માટે તમને એ ચાર વસ્તુ બતાવવામાં આવી રહી છે. જેને તમે તમારા ડાયટમાં ઉમેરી વજન ઓછું કરી શકો છો.

લીલા શાકભાજીમાં રહેલું બીન્સ એક એવો પદાર્થ છે. જે તમારું વજન ઓછું કરવામાં ઝડપથી મદદરૂપ થઇ શકે છે. બીન્સમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે, સાથે જ તેમાં આયરન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તે એક એવું ખાદ્ય પદાર્થ છે જે ફેટ ફ્રી છે. તે તમારા વજનને ઓછું કરવામાં ઘણું લાભદાયક સાબિત થઇ શકે છે.

કેરી :-

કેરી ઉનાળાની ઋતુ આવવાનો સંકેત હોય છે. ઉનાળાની ઋતુમાં લોકો કેરી ઘણા હોંશથી પસંદ કરે છે. કેરી ન માત્ર સ્વાદ માટે જ છે, પરંતુ વજન ઓછું કરવા માટે પણ ખાઈ શકો છો. કેરીમાં ફાઈબર, મેન્ગેશીયમ, એન્ટીઓક્સીડેંટ અને આયરન હોય છે. જે ભૂખને નિયંત્રિત કરે છે. તેનાથી તમારું વજન કંટ્રોલ રહે છે.

કારેલા :-

કારેલા તમારી કેલેરી ઇનટેકને ઓછી કરે છે. તેની સાથે જ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ફેટ ઓગાળવામાં કારેલા મદદરૂપ સાબિત થાય છે. કેલેરી ઇનટેકને ઓછું કરવાને કારણે જ તમારું વજન નિયંત્રિત રહે છે.

તરબૂચ :-

તરબૂચનું સેવન કરવાથી ઉનાળામાં પાણીની ઉણપ થતી નથી. તેમાં રહેલા એન્ટીઓક્સીડેંટ લાઈકોપીન વધારાની ચરબીને ઓગાળે છે. તરબૂચ નું સેવન તમે તમારા ડાયટ ચાર્ટ માં સલાડ તરીકે પણ કરી શકો છો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.