ઉનાળામાં ઠંડક આપવા સિવાય આ બીમારીઓને દૂર રાખે છે એક ગ્લાસ શેરડીનો રસ, જાણો અજાણ્યા ફાયદા

શેરડીનો જ્યુસ પીવો સારો લાગે છે પરંતુ જયારે તમે તેના ફાયદા જાણી લેશો તો દરરોજ શેરડીનો જ્યુસ પીવા માગશો જે સ્વાદ સાથે સાથે સારું આરોગ્ય પણ આપે છે.

ગરમીની ઋતુ આવતા જ લોકોને ઠંડી ઠંડી વસ્તુની તલપ લાગે છે. જેમાં તે સૌથી પહેલા આઈસક્રીમ, કોલ્ડ ડ્રીંક અને લસ્સી જેવી વસ્તુ ઉપર એટેક કરે છે પરંતુ સૌથી સસ્તું અને સારું પીણું હોય છે શેરડીનો રસ અને ગરમી શરુ થતા જ ઠેક ઠેકાણે શેરડીના રસની દુકાન લાગી જાય છે. દરેક દુકાન ઉપર તમે તે પીવા વાળાની ભીડને સરળતાથી જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે? કે ગરમીની ઠંડક આપવા ઉપરાંત તે બીમારીઓને દુર રાખે છે. એક ગ્લાસ શેરડીના રસ તેના ફાયદા વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

આ બીમારીઓને દુર રાખે છે એક ગ્લાસ શેરડીનો રસ :-

ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે લોકો ઘણી વસ્તુનો ઉપયોગ કરે છે પરંતુ ક્યારે ક્યારે તે બધા નુકશાન કરે છે અને શરીરમાં અપચો જેવી બીમારીઓ આવી જાય છે. તેવામાં તમે કોઈ બીજી વસ્તુને બદલે શેરડીનો રસ પીવાનું શરુ કરી શકો છો, જે તમારા શરીરની અંદર અને બહાર બન્ને તરફથી ઠંડક આપશે અને તે ઘણી બીમારીઓ પણ દુર કરે છે. તો આવો હવે અમે તમને શેરડીના રસના થોડા ફાયદા વિષે જણાવીએ છીએ.

તત્વોથી ભરેલો છે શેરડીનો રસ :-

એક ગ્લાસ શરદીના રસમાં ૧૧૧ કેલેરી, ૨૭ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૦.૨૭ ગ્રામ પ્રોટીન અને ૧૩ ડાઈટરી ફાઈબર ભળેલા હોય છે, જે ઝડપથી વજન ઘટાડી દે છે. તે ઉપરાંત શેરડીમાં મેગ્નેશીયમ, ફોસ્ફરસ, લોહ, જસ્તા, પોટેશિયમ અને વિટામીન એ-બી જેવા તત્વ મળી આવે છે. શેરડીમાં ફેટ નથી હોતું અને તે ૧૦૦ ટકા નેચરલ પીણું હોય છે. જેમાં લગભગ ૩૦ ગ્રામ નેચરલ શુગર મળી આવે છે.

જ્યુસ પીવાની સાચી રીત :-

મોટાપો ઓછો કરવા માટે લીંબુ નીચોવીને એક ચપટી કાળું મીઠું ભેળવીને સવારના નાસ્તામાં પીવો. તે ઉપરાંત વર્કઆટ પછી કે ગરમી માંથી આવવા ઉપર શેરડીનો રસ પીવાથી વધુ ફાયદો કરે છે. એવી રીતે રસ પીવાથી તે શરીર માંથી નીકળી ગયેલા મીઠાને પૂરું કરે છે.

શેરડીનો રસ પીવાથી આ થાય છે ફાયદા :-

૧. શેરડીનો રસ પીવાથી ઝેરીલા તત્વો બહાર નીકળે છે. જેથી વ્યક્તિનું વજન ઝડપથી ઓછું થાય છે. તે ઉપરાંત આ રસમાં ભળી જાય તેવા ફાઈબર હોવાને કારણે વજન પણ સંતુલિત બની રહે છે.

૨. શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને મેગ્નીશીયમનું પ્રમાણ હોય છે. જે તેના સ્વાદને ખારો કરી દે છે અને તેનાથી કેન્સરથી બચી શકાય છે. તે શરીરના પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

૩. શેરડીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને આયરન મળી આવે છે. જે શરીરના હાડકાઓને મજબુત બનાવે છે. શેરડીનો રસ નિયમિત પીવાથી સાંધાના દુ:ખાવા પણ દુર કરે છે.

૪. શેરડીનો રસ શરીરના કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હ્રદયની કોશિકાઓમાં જામેલા ફેટને પણ દુર કરે છે અને જામવા નથી દેતા. તેનાથી હ્રદયની બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું રહે છે.

૫. અલ્ફા હાઈડ્રોકસી એસીડથી ભરપુર શેરડીનો રસ સ્કીનની તકલીફોને દુર કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી ચહેરાના ડાઘ ધબ્બા, મુંહાસે અને ખીલ દુર થાય છે. તેની સાથે જ તે ચહેરાની કરચલીઓ દુર કરીને ગ્લો લાવે છે.

૬. લીવરમાં ઇન્ફેકશન થવા ઉપર શેરડીનો રસ ફાયદાકારક સાબિત થાય છે. તે પીવાથી લીવર સુરક્ષિત થાય છે અને ઇન્ફેકશનથી પણ ખુબ જલ્દી આરામ અપાવે છે. તેમાં લીંબુનો રસ પીવાથી લીવર અને કીડની ડીટોક્સ થઇ જાય છે.

૭. જો તમને કબજિયાતની સમસ્યા છે, તો શેરડીનો રસ પીવાનો શરુ કરી દો કેમ કે તેનાથી જુનામાં જૂની કબજિયાતની ફરિયાદમાં રાહત મળે છે. શેરડીના રસમાં એવું તત્વ મળી આવે છે. જે પાચન તંત્રને મજબુત બનાવે છે.

આ વાતોનું ધ્યાન રાખો :-

શેરડીનું જ્યુસ હંમેશા તાજું પીવું જોઈએ અને ફ્રીજમાં રાખવામાં આવેલો શેરડીનો રસ બિલકુલ ન પીવું જોઈએ. ફ્રેસ શેરડીનું જ્યુસ પીવાથી જ તમને ન્યુટ્રીશસ મળશે અને તેના વિષે નિષ્ણાંત જણાવે છે કે એક દિવસમાં ૨ ગ્લાસથી વધુ શેરડીનો રસ ન પીવો જોઈએ કેમ કે એમ કરવાથી તમને નુકશાન પણ થઇ શકે છે. ક્યારેય સડેલી શેરડીનો રસ ન પીવો જોઈએ નહિ તો તમને પેટની ઘણી બીમારીઓ થઇ શકે છે.