દસ રૂપિયામાં તૈયાર થતા આ ઉપચારથી ઉંચાઈ એટલી વધી જશે કે લોકો ઓળખી પણ નહિ શકે

આજના યુગમાં દરેક માણસ ઈચ્છે છે કે તેની ઉંચાઈ સારી હોય. જે લોકોની હાઈટ ઓછી હોય છે તે લોકો પોતાની પર્સનાલિટીમાં કઈક ઉણપ અનુભવે છે. મોટાભાગના લોકો એ જ વિચારે છે કે અમારી લંબાઈ માત્ર ૧૮ વર્ષ સુધી જ વધી શકે છે પરંતુ આવું પણ નથી કે ૧૮ વર્ષ પછી લંબાઈ જરાય વધારી શકાતી નથી. નિયમિત રૂપથી વ્યાયામ, પૌષ્ટિક ખોરાકનું સેવન અને કેટલાક નિયમો નું પાલન કરીને આપણે નિશ્ચિત જ કેટલાક ઇંચ સુધી આપણી લંબાઈ વધારી શકીએ છીએ.

તેના સિવાય જો લંબાઈ વધારવી હોય તો એકસરસાઈઝ કરો અને હેલ્ધી ડાયેટ અપનાવો. તેના સિવાય કેટલાક લોકો પોતાની લંબાઈ વધારવા માટે બજારમાં મળતી કેટલાક પ્રકારની દવાઓ નું પણ સેવન કરવા લાગે છે જેનાથી તમામ સાઈડ ઈફેક્ટસ પણ થાય છે. નીચે કેટલીક પ્રાકૃતિક રીત આપી રહ્યા છીએ જેની કોઈ પણ સાઈડ ઈફેક્ટસ થશે નહી અને તમારી હાઈટ ૧૮ વર્ષ પછી પણ વધી શકે છે.

* યાદશક્તિ અને હાઈટ વધારવા માટે ઘઉં ના દાણા જેટલી માત્રામાં ચૂનો દરરોજ દહીં, દાળ અથવા શાકભાજી માં ભેળવીને ખાવો જોઈએ. અથવા પાણીમાં ભેળવીને પીવું જોઈએ. તેનાથી લંબાઈ અને યાદશક્તિ બન્ને નો વિકાસ થાય છે. શરીરમાં ચૈતન્યતા અને ચપળતા આવે છે. આ ઉપચાર કરવાથી ૩ મહિનામાં જ કદ વધવાનું શરુ થઇ જાય છે, આનો નિયમિત રૂપથી સેવન કરવા વાળા લોકો તીવ્ર બુદ્ધિ વાળા અને સારી લંબાઈ વાળા હોય છે. (પરંતુ પથરીના દર્દી ચૂનાનું સેવન ના કરે.)

* કદ વધારવા માટે સુકી નાગૌરી, અશ્વગંધા ના મૂળને વાટીને બારીક કરીને ચૂર્ણ બનાવી લો. સમાન માત્રા માં ખાંડ ભેળવીને કોઈ ટાઈટ ઢાંકણાવાળી બોટલ માં રાખો. આને રાત્રે સુતી વખતે દરરોજ બે ચમચી ગાયના દૂધ સાથે લો. આનાથી પાતળાં લોકો પણ જાડા થઇ જશે. ઓછા કદ વાળા લોકો લાંબા થઇ શકે છે. આનાથી નવો નખ બનવાનું પણ શરુ થઇ જાય છે. આ ચૂર્ણ નું સેવન કરવાથી નબળો વ્યક્તિ પોતાની અંદર સ્ફૂર્તિ અનુભવવા લાગે છે. આ ચૂર્ણ ને સતત ૪૫ દિવસ સુધી લેતા રહો. આનાથી માત્ર ૪૫ થી ૬૦ દિવસમાં જ લંબાઈ વધી જાય છે. આ ચૂર્ણ ને શિયાળામાં લેવાથી વધુ લાભ મળે છે.

* મનુષ્યે પોતાના હાથ તથા પગ ના બળે લટકવું તથા દોડવું જેવી કસરતો સિવાય ભોજન માં પ્રોટીન, કેલ્શિયમ તથા વિટામીનો હોવા ખુબ આવશ્યક છે તથા પૌષ્ટિક ભોજન કરવાથી લંબાઈ વધારવામાં ફાયદો થાય છે.

* લંબાઈ વધારવા માટે સૌથી વધારે વિટામીન ડી ની જરૂર હોય છે. વિટામીન ડી મશરૂમ, બદામ, દાળ, ટોફું, ગાયનું દૂધ અને દુધથી બનતા પદાર્થોમાં અને સૂર્યના કિરણો વગેરે માં થી મળે છે. તેથી મોટા થતા બાળકો માટે આ વસ્તુઓની ખુબજ જરૂર છે.

* લંબાઈ વધારવા માટે ડુંગળી અને ગોળનું એકસાથે સેવન કરો તેનાથી શરીરનો વિકાસ ઝડપથી થાય છે. આ પ્રયોગને કરવાથી ૨૪-૨૫ વર્ષના લોકોની લંબાઈ ને પણ વધતી જોવામાં આવી છે.

* લંબાઈ વધારવા માટે સવારે અને સાંજે ૨૦૦ ગ્રામ દુધમાં ૧/૨ ચમચી હળદર અને ૩-૪ ટીપાં શિલાજીત નાખીને તેને સારી રીતે ગરમ કરીને અશ્વગંધા ની સાથે સાથે લો. તેનાથી શરીર બળવાન બને છે, પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે, મગજ તેજ થાય છે અને લંબાઈ પણ વધે છે.