કપિલ શર્મા સહીત ટીવીના આ 5 સ્ટાર્સના બાળકોના નજોયેલા ફોટા, કોઈ છે ક્યૂટ તો કોઈ છે મસ્તીખોર

ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા કલાકારોના બાળકો પણ લાઈમલાઈટનો ભાગ બની જાય છે. પછી તેમનું જીવન સામાન્ય નથી રહેતું કેમ કે મીડિયાની નજર આમ પણ આ કલાકારોના કુટુંબ ઉપર જ રહેવા લાગે છે. થોડા દિવસો પહેલા કોમેડિયન કપિલ શર્માની દીકરીની તસ્વીરો સામે આવી અને લોકોએ આ તસ્વીરોને જોરદાર રીસ્પોસ આપ્યો.

લોકોએ સોશિયલ મીડિયા ઉપર જ કપિલ શર્માને ઢગલાબંધ અભીનંદન આપ્યા અને તેમની દીકરી ખરેખર ઘણી ક્યુટ જોવા મળી. આજના સમયમાં બોલીવુડ કલાકારો સાથે ટીવી કલાકારોના બાળકો પણ પોપ્યુલર થતા જઈ રહ્યા છે. ઘણા બધા સ્ટારકીડ ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુક્યા છે, તો ડેબ્યુ વગર જ ઘણા તો ફેમસ થઇ ગયા છે. આજની આ પોસ્ટમાં અમે તમને ટીવીના સૌથી પોપ્યુલર કલાકારોના બાળકોની તસ્વીરો દેખાડીશું અને તેના વિષે પણ જણાવીશું.

કપિલ શર્મા :-

વર્ષ ૨૦૧૮માં કપિલ શર્માએ પોતાની ફ્રેન્ડ ગીન્ની સાથે લગ્ન કર્યા હતા. ડીસેમ્બર, ૨૦૧૯માં તેને એક દીકરી થઇ અને કપિલે તેની દીકરીનું નામ અનાયરા રાખ્યું છે. કપિલે તેની જાણ સોશિયલ મીડિયા ઉપર પોતાના ફેંસને આપી. ફેંસે પણ કપિલની ક્યુટ દીકરીની ઘણી પ્રસંશા કરી અને લોકોની આવી પ્રતિક્રિયા જોઇને કપિલ શર્માએ સૌના ધન્યવાદ પણ કર્યા.

શ્વેતા તિવારી :-

ટીવીની ચર્ચિત હિરોઈન શ્વેતા તિવારીએ રાજા ચોધરી સાથે લગ્ન કર્યા હતા. જેથી તેની દીકરી પલક છે અને તે વહેલી તકે જ ડેબ્યુ કરવાની છે. રાજાથી છૂટાછેડા થયા પછી તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા અને તેનાથી તેને એક દીકરો રેયાંશ થયો. પોતાના બંને બાળકોનો ઉછેર સારી રીતે કરતી રહી શ્વેતા પોતાના કામ ઉપર પણ ધ્યાન આપી રહી છે. શ્વેતાએ પોતાના દીકરાની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે.

જય ભાનુશાળી :-

ટીવીના પોપ્યુલર કલાકાર જય ભાનુશાળી અને તેની પત્ની હિરોઈન માહી વીજને એક દીકરી આ વર્ષે થઇ છે. પોતાની દીકરીનું નામ જય અને માહીએ તારા રાખ્યું છે. તારા પહેલા માહી અને જયે બે બાળકો દત્તક લીધા હતા જેમાં એક દીકરો અને એક દીકરી છે.

કરણવીર બોહરા :-

પોપુલર કલાકાર કરણ બોહરા અને તેની પત્ની ટીજે સિદ્ધુએ વર્ષ ૨૦૧૭માં બે જોડિયા દીકરી થઇ હતી. તેના નામ બેલા અને વીયના છે અને કરણવીર બોહરા હંમેશા પોતાની દીકરીઓ સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે.

હિતેન તેજવાની :-

ટીવીના પોપુલર કલાકાર હિતેન તેજવાની હવે બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે. તેની પત્ની ગૌરી પ્રધાન પણ ટીવીનો જાણીતો ચહેરો છે અને બંને ટીવીની સૌથી પસંદગીપાત્ર જોડી રહી ચુક્યા છે. તેને જોડિયા બાળકો નવીન અને કાત્યા છે અને બંને જ સોશિયલ મીડિયા ઉપર હંમેશા પોતાના માતા પિતા સાથે જોવા મળે છે. હિતેનના દીકરા નવીનની એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે. જેની ઉપર તે રસપ્રદ વાતો શેર કરતા રહે છે અને ભણવા ગણવા સાથે જોડાયેલી વસ્તુ પણ દર્શાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.