મંદ બુદ્ધિના બાળકોનું મગજ તેજ કરે છે ઉટણીનું દૂધ, જાણો કેટલું વધુ ફાયદાકારક છે બધા માટે.

જો તમે ઉટણીના દૂધ (camel milk) થી પરેજી રાખો છો તો તેના ફાયદા જાણી લો. ઉટણીનું દૂધ અનેક રોગોમાં ફાયદાકારક હોય જ છે, સાથે સાથે તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. ઉટણીનું દૂધ મગજની બીમારી માટે રામબાણ સિદ્ધ થઇ શકે છે. બિકાનેર રાષ્ટ્રીય ઉષ્ઠ્ર અનુસંધાન કેન્દ્રએ હાલમાં જ એક અભ્યાસ કરાવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે ઉટણીનું દૂધ મંદ બુદ્ધી વાળા બાળકો માટે અમૃત સમાન છે.

રાજ્ય સરકારે પણ ઊંટને રાજ્યનું પશુ પણ જાહેર કરેલ છે. ત્યાં રાષ્ટ્રીય ઉષ્ઠ્ર અનુસંધાન કેન્દ્રએ ઉટણીના દૂધમાંથી બનેલ અનેક વસ્તુઓ પણ બજારમાં મુકી છે, અને લોકો સુધી આ ફાયદાકારક દૂધ પહોચાડવા માટે ખેડૂતોને મોટીવેટ પણ કરી રહ્યા છે.

કેન્દ્રના ડાયરેક્ટર એનવી પાટીલએ જણાવ્યુ, કે પંજાબના ફરીદકોટમાં સ્યેશીયલ ચિલ્ડ્રનના એક કેન્દ્રમાં ત્રણ મહિના સતત લગભગ ૧૦ મંદ બુદ્ધિના બાળકોને, રોજના ૩૦૦ એમએલ સવારે અને ૩૦૦ એમએલ સાંજે ઊંટણીનું દૂધ આપવામાં આવ્યું. આ બાળકોમાં બીજા મંદ બુદ્ધિના બાળકોની સરખામણીએ વધુ ગ્રોથ જોવા મળ્યો હતો.

ઊંટણીના દુધના ફાયદા :

૧. આ દૂધનો નિયમિત ઉપયોગ કરનારા બાળકોનું મસ્તિક સામાન્ય બાળકોની સરખામણીએ વિકસિત હોય છે. એટલું જ નહિ તેમના સમજવા વિચારવાની ક્ષમતામાં પણ સામાન્ય લોકો ઘણા પાછળ હોય છે. બધું મેળીને આ બાળકોના એક બીજા સુપોષણથી બચાવે છે, તો બીજી તરફ તેમના બુદ્ધીમત્તાના વિકાસમાં પણ ઉપયોગી છે.

૨. ઊંટણીનું દૂધ ખુબ જ જલ્દી પચી જવા વાળું હોય છે. તેમાં દુગ્ધ શાક્ર, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, સુગર, ફાઈબર, લેકટીક અમલ, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન બિ ૨, વિટામીન સી, સોડીયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જીંક, કોપર, મેગ્નીજ જેવા ઘણા બધા તત્વો મળી આવે છે, જે પણ આપણા શરીરને સુંદર અને નીરોગી બનાવે છે.

૩. ઊંટણીના દુધમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. જેથી તેના સેવનથી હાડકા મજબુત થઇ જાય છે. તો તેમાં લેકટોફેરીન નામનું તત્વ મળી આવવાથી કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા શરીરમાં તૈયાર થાય છે. એટલું જ નહિ તે લોહીમાંથી ટોક્સીન દુર કરે છે અને લીવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલ તકલીફોમાં આરામ મેળવવા માટે પણ લોકો તેનું સેવન કરે છે. તે વાયરલ ચેપો સામે લડવામાં પણ મદદગાર છે.

૪. ઊંટણીના એક લીટર દૂધમાંથી લગભગ ૫૨ યુનિટ ઈંસુલીનનું પ્રમાણ મળી આવે છે. જો કે બીજા પશુઓના દુધમાં મળી આવતા ઈંસુલીનના પ્રમાણથી ઘણું વધુ હોય છે. ઈંસુલીન શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા તૈયાર કરવાનું કામ કરે છે.

૫. ઊંટણીનું દૂધ વિટામીન અને ખનીજ તત્વોથી ભરપુર હોય છે. તેમાં એન્ટીબોડી પણ રહેલ હોય છે, જે શરીરને ચેપી રોગોથી બચાવે છે. નિયમિત ઉપયોગ કરવાથી બ્લડ શુગરમાંથી રાહત મળે છે. ઇન્ફેકશન અટકાવવામાં પણ મદદરૂપ છે. તેમજ આંતરડામાં બળતરા થવા ઉપર પણ તેનો ઉપયોગ ગુણકારી છે. તે નાની મોટી બીમારીઓ માટે ફાયદાકારક તો છે જ, ગેસ્ટ્રીક કેન્સરની ઘાતક કોશિકાઓને અટકાવવામાં પણ મદદ કરે છે.

તેમાં હીપેટાઈટીસ સી, એઇડ્સ, ડાયાબિટીસ, અલ્સર, હ્રદય રોગ, ગેગરીન, કીડની સબંધિત બીમારીઓ સામે શરીરને બચાવવાની પ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે જે ચેપી રોગો વિરુદ્ધ એન્ટીબોડી તરીકે કામ કરે છે.

૬. ઊંટણીના દુધમાં અલ્ફા હાઈડ્રોક્સિલ અમ્લ મળી આવે છે. જે પણ ત્વચાને નીખારવાનું કામ કરે છે. તેથી તેનો ઉપયોગ સોંદર્ય સબંધી સામગ્રી બનાવવામાં કરવામાં આવે છે. તે કુપોષણથી પીડિત બાળકો માટે સંતુલિત આહારનું કામ કરે છે. તે એ લોકોમાં દિવસભર કામ કરવાની શક્તિ ઉત્પન કરી દે છે જે થોડું કામ કરવાથી થાકી જાય છે.

૭. ઊંટણીના દૂધમાંથી બનેલ ક્રીમ ત્વચામાં નિખાર લાવે છે.

આ રોગોમાં પણ ફાયદાકારક :

ઊંટણીનું દૂધ ડાયાબિટીસ, દમ, ઓલ્ટીજ્મ, બાળકોમાં દુધની એલર્જી, બ્લડપ્રેશર સહીત જુદા જુદા રોગો સામે લડવામાં અસરકારક સાબિત થઇ રહેલ છે. તે ઉપરાંત મેલેરિયા માટે પણ તે દૂધ ઘણું અસરકારક છે. ઊંટણીના દુધમાં પ્રતિકારક શક્તિ ખુબજ વધુ હોય છે, જે પીધા પછી લોકોને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.