યુપીની 3 સગી બહેનો સહીત 4 દીકરીઓએ લીધો સંન્યાસ, આખા શહેરમાં ઉજવાયો ઉત્સવ

જે ઉંમરમાં યુવાનો પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપે છે અને ઘણા પ્રકારના સપના જુવે છે, તે ઉંમરમાં આ છોકરીઓએ સંસાર ત્યાગવાના સપના જોયા અને તે રસ્તા ઉપર ચાલી નીકળી. જયારે છોકરીઓ મોટી થાય છે, તો માતા પિતા ઘણા પ્રકારના સપના જુવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના ઈટાવા જીલ્લાની એક જ કુટુંબની બહેનોએ સંસાર ત્યાગવાનો નિર્ણય લીધો. ત્યાર પછી તેમના આ નિર્ણયનું સ્વાગત પણ કુટુંબ દ્વારા ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યું, ત્યાર પછી તેમણે સંસારનો ત્યાગ કર્યો.

ખાસ કરીને ઈટાવાના એક કુટુંબની ત્રણ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીઓએ સાંસારિક જીવનમાંથી પરિત્યાગનો નિર્ણય લીધો. ત્રણ સગી બહેનો સહીત પાડોશની એક રહેવાસી યુવતી એમ કુલ ચાર યુવતીઓએ સાધ્વી બનવાનો નિર્ણય લીધો, જેને લઈને શહેરમાં રથ યાત્રા કાઢવામાં આવી. તે દરમિયાન બધાના ચહેરા ઉપર ઉદાસી હતી, પરંતુ છોકરીઓ પોતાના નિર્ણય ઉપર અડગ રહી. જનપદમાં પહેલી વખત કોઈ જૈન ધર્મની છોકરી સાધ્વી બનવાનો નિર્ણય લીધો છે, જેને કારણે જ બધાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું.

દુલ્હનની જેમ શણગારી :

ઈટાવાની આ ચાર છોકરીઓને સંપૂર્ણ રીતે દુલ્હનની જેમ શણગારવામાં આવી, ત્યાર પછી તેમને આખા શહેરમાં ફેરવવામાં આવી. દીકરીઓએ જાતે સંસાર છોડવાનો નિર્ણય લીધો છે અને તેમણે સાધ્વી બનવું છે. તેવામાં માતા પિતા અને સમાજે તેમની ઈચ્છાનું માન રાખીને તેમની ભવ્ય રીતે વિદાય કરવામાં આવી. આ ચારે છોકરીઓ ઘણી ભણેલી છે, પરંતુ તે પોતાનું ભવિષ્ય નથી બનાવવા માગતી, કેમ કે તેને આ બધું મોહ માયા લાગે છે, તેવામાં તે સાધ્વી બનશે અને દુનિયાનો ત્યાગ કરશે.

મધ્યપ્રદેશમાં જશે આ ચારે છોકરીઓ :

મળેલી જાણકારી મુજબ એક જ કુટુંબની આ ત્રણ સગી બહેનોએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેની સાથે એક પાડોશીની છોકરી પણ સંન્યાસ લઇ રહી છે. કુલ મળીને એક જ ગામની ચાર છોકરીઓ એક સાથે સાધ્વી બનશે. મીડિયા અહેવાલ મુજબ ૧ ડીસેમ્બરના રોજ આ ચારે છોકરીઓ મધ્યપ્રદેશમાં ગુરુ શ્રી ૧૦૮ પ્રમુખ સાગરજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરશે, ત્યાર પછી તે સાધ્વી બની જશે અને પછી પોતાના કુટુંબ સાથે કોઈ સંબંધ કે લેવા દેવા રહેશે નહિ.

ઘણી જ ધાર્મિક છે આ છોકરીઓ :

કહેવામાં આવી રહ્યું છે કે, આ છોકરીઓ ઘણી જ વધુ ધાર્મિક છે. તેનું ધ્યાન બાળપણથી જ ઈશ્વરમાં લીન થતું હતું, તેવામાં હવે તે પોતે ઈશ્વરના શરણોમાં જશે અને તે મોહ માયાની દુનિયાને છોડીને વૈરાગ્યનું જીવન અપનાવશે. કહેવામાં આવે છે કે ચારે યુવતીઓ ઘણી જ સારી બહેનપણી પણ છે, જેને કારણે તેમણે સાથે સંસારનો મોહ છોડવાનો નિર્ણય લીધો અને ઈશ્વરના શરણોમાં જ પોતાનું જીવન પસાર કરશે. આવી રીતે ઘણી બાબતો સામે આવી ચુકી છે, જયારે લોકોએ પોતાનું ગ્રહસ્થ જીવન છોડીને વૈરાગ જીવન અપનાવ્યું અને તેમાં ખુશ રહ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.