ઉત્તર પ્રદેશથી બજાજ ડિસ્કવર પર ગુજરાત ફરવા આવેલા કપલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર લખી દીધી આ વાત

આજે તો મજા આવી ગઈ… આજે અમારી ગુજરાતની ટ્રિપ સમાપ્ત થઈ જતે, પણ દીપ્તિએ કહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું છે. હવે ભલું ના થોડી પડાય. સાંજ સુધીમાં અમે કેવડિયા પહોંચ્યા, તો ખબર પડી કે આજે શનિવાર છે અને બધું હાઉસફૂલ છે. સસ્તા વિકલ્પ પણ હાઉસફુલ અને મોંઘા વિકલ્પ પણ હાઉસફુલ, અને વધારે પડતા મોંઘા વિકલ્પ પણ હાઉસફુલ.

તો અમે પહોંચ્યા રાજપીપળા. પહેલી હોટલ હાઉસફુલ હતી. બીજી હોટલ એકદમ નવી બની હતી અને ગુગલ મેપ વગેરે પર હજી આવી ન હતી, એટલા માટે અમને જગ્યા મળી ગઈ. મેં હોટલ વાળાને પૂછ્યું – ભાઈ, ચક્કર શું છે? સાલું ઓફ સીઝનમાં પણ બધું હાઉસફુલ છે.

હોટલ વાળાએ કહ્યું, એ તો હમણાં વિકેન્ડ છે, શનિવારે દરેક વખતે આ જ મામલો રહે છે.

મેં કહ્યું, આટલી મોટી જગ્યા છે, દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ, મોદીજીનો મૂર્તિપ્રેમ. મૂર્તિ બનાવીને છોડી દીધી, પ્રચાર કર્યો અને રોકાવા માટે વ્યવસ્થા નથી કરી, આ રીત છે મોદીજીની કામ કરવાની?

હોટલવાળા એ કહ્યું, મોદીજીની નિંદા ન કરો. ભૂલ અમારી છે. મૂર્તિ અને ડેમ પહેલા અહીંયા કાંઈ ન હતું. આદિવાસી લોકો રહેતા હતા અને લૂંટફાટ કરતા હતા. નર્મદા મૈયાની પ્રદક્ષિણા કરતા સાધુઓને પણ છોડતા ન તા. ત્યાં પર્વતો પરથી નીચે ઉતરીને નર્મદાના કિનારે બસ અમુક આશ્રમ હતા. રેલવેની લાઈન અંકલેશ્વરથી રાજપીપળા સુધી આવે છે. પણ તેના પર ફક્ત એક જ ટ્રેન ચાલે છે તે પણ બે ડબ્બા વાળી. ટુરિઝમનું તો અમે વિચારી પણ શકતા નહોતા. અહીં કોઈ આવતું પણ નહોતું.

પછી મોદીને ઝનૂન ચઢ્યું મૂર્તિનું. મોદી ખુબ જોરશોરથી મૂર્તિ બનાવી રહ્યો હતો. દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ. તેણે ખુબ કહ્યું, ખુબ પ્રચાર કર્યો, વડોદરાથી ફોર લેન વાળો રસ્તો બનાવી દીધો, રેલવે લાઇનનું કામ શરૂ થઈ ગયું. ભયંકર રીતે કામ શરૂ થયું. પણ અમને જ સમજ ન પડી. અમે તો વિચારતા હતા કે એક મૂર્તિ જોવા ભલું કોણ આવશે અહીં! કોઈ નહિ આવે. આવા વિચાર રાખીને કોઈએ અહીં હોટલ ન બનાવી.

પછી જયારે લોકો આવવા લાગ્યા અને રોકાવા માટે જગ્યા મળતી નહિ, તો અમે પોતાના ઘરોમાં તેમને એમ જ જગ્યા આપતા હતા. પછી સમજ પડી કે આ મૂર્તિ તો ચાલશે. આ પટેલની મૂર્તિ નથી પણ કુબેરની મૂર્તિ છે. આ મૂર્તિ પર જેટલા પૈસા ખર્ચ થયા છે, તે બધા વસુલ થઈ ગયા છે. હવે તો આ મૂર્તિ સરકારને કમાણી કરાવી રહી છે.

અમે પણ લાખો રૂપિયા રોકીને આ હોટલ બનાવી. હજી પણ પુરી નથી બની, પણ શનિવારે ફૂલ રહે છે. કેવડિયાની આસપાસ પણ હોટલ, હોમસ્ટે બની રહ્યા છે. જે લોકો પહેલા લૂંટફાંટમાં લાગેલા હતા, તે આજે રસ્તાના કિનારે ઢાબા ચલાવી રહ્યા છે, જ્યુસની લારી ચલાવી રહ્યા છે.

મેં કહ્યું, ભાઈ મોદી ગ્રેટ છે, ગુજરાતના છે ને, તમારા ગુજરાતી તો ગ્રેટ જ હોય છે. સરદાર પટેલ પણ ગુજરાતી હતા, ગાંધીજી પણ ગુજરાતી હતા. વાહ ભાઈ વાહ. આ વાત પર રૂમના ભાવ થોડા ઓછા કરી દો.

તેણે કહ્યું, ના ભાઈ ભાવ ઓછા નહિ કરું.

મેં કહ્યું, અરે યાર, ખાલી જ તો પડ્યા છે.

તો તેણે કહ્યું, ના ભાઈ, હમણાં તમે જોજો થોડી વારમાં હોટલ ફૂલ થઈ જશે, અને અડધી રાત્રે બહાર રસ્તા પર લોકો રૂમ શોધતા જોવા મળશે.

આ વાત સાંજે 7 વાગ્યાની હતી, રાત્રે સાડા દસ વાગ્યે તો રૂમ ભરાઈ ગયા હતા.

અને મને અમારા યુપીમાં રહેલી તે હાથીની મૂર્તિ યાદ આવી, અને આખા દેશમાં દરેક ચારરસ્તા પર લાગેલા તે અજાણ્યા મહાપુરુષોની મૂર્તિઓ પણ યાદ આવી. તે મૂર્તિઓ પર કબૂતર ચરકતા રહે છે, અને અનુયાયીઓને તેની યાદ ફક્ત જયંતિ વાળા દિવસે જ આવે છે.

પટેલની આ મૂર્તિ છે તો ફક્ત એક મૂર્તિ જ, પણ તે આ પછાત વિસ્તારથી દશા બદલવાની છે.

(ભારતમાં ત્રણ પ્રકારના લોકો છે. એક મોદી સમર્થક, બીજા મોદી વિરોધી અને ત્રીજા પર્યાવરણ પ્રેમી. આના પર ત્રીજા નંબર વાળાની કમેન્ટ વાંચીને મજા આવશે.)

નીરજ કુમાર (Neeraj Kumar) ઉર્ફ મુસાફિરની પોસ્ટ.