ઉપર પ્લેન અને નીચે ટ્રેન : આ જગ્યાએ બન્યું છે દુનિયાનું સૌથી મોટું એયરપોર્ટ, જાણો એની રસપ્રદ વાતો.

ચીનની રાજધાની બેજિંગમાં દુનિયાનું સૌથી મોટું એયરપોર્ટ બનીને તૈયાર થઇ ગયું છે, તેનું ઉદઘાટન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંને કર્યું છે, બુધવારે તેમણે ઔપચારિક રીતે ખોલવાની જાહેરાત કરી.

ખરેખર ચીનના કોમ્યુનિટી શાસનના 70 વર્ષ પુરા થવા ઉપર આ એયરપોર્ટ શરુ કરવામાં આવ્યું છે, આનું નામ દાકસીન્ગ એયરપોર્ટ રાખવામાં આવ્યું છે. આ એયરપોર્ટ બેજિંગના દાકસીન્ગ જિલ્લા એન લાન્ગફાંગની સીમા ઉપર આવેલુ છે.

આ ઍરપૉર્ટની ખાસ બાબત એ છે કે આ 173 એકડમાં બનીને તૈયાર થયું છે. જણાવવામાં આવે છે કે આ ફૂટબોલના 100 મેદાન બરાબર છે. એયરપોર્ટ જોવામાં કોઈ સ્ટ્રાર ફીસ જેવું દેખાય છે.

ઍરપોર્ટમાં હમણાં હમણાં ચાર રનવે બનાવ્યા છે. એક અંદાજા પ્રમાણે દરેક વર્ષે 10 કરોડ યાત્રી અહીંથી યાત્રા કરશે અને દરેક વર્ષે 40 લાખ ટન કાર્ગો અને અનેક સામાનની હેરાફેરી થશે. પરંતુ એમાં પણ જણાવવામાં આવે છે કે ઍરપોર્ટને પુરી ક્ષમતા સાથે કામ કરતા 2040 સુધીનો સમય લાગી જશે.

ઉદ્ઘાટન પછી એરપોર્ટ માંથી પહેલા વિમાને ગુઆગઝુ શહેર માટે ઉડાણ ભરી, આ ચીની ઍરલાઈંસનું A 380 વિમાન હતું. આ ઍરપોર્ટનું પહેલું વિમાન જ 30 મિનિટ મોડું ઉપાડી શક્યું. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મોડા થવા પાછળનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઍરપૉર્ટની ડિઝાઇન બ્રિટેનના આર્કીટેક જાહા હદીદે તૈયાર કરી હતી. દુર્ભાગ્યથી 2016 માં હદીદનું મોત થઇ ગયું. ઍરપોર્ટનું બનવાનું 2015માં શરૂ થઇ ગયું હતું. આને બનાવવા માટે લગભગ 4 વર્ષ લાગી ગયા.

દિલચસ્પ વાત તો એ છે કે એયરપોર્ટ નીચે એક ટ્રેન સ્ટેશન અને મેટ્રો લાઈન પણ બનેલી છે, આ યાત્રીઓ માટે વધુ સુવિધા જનક રહેશે. કારણ કે તેના વડે યાત્રી ખુબ ઝડપી શહેરમાં અંદર પહોંચી શકાશે અને સાથે શહેર માંથી ઝડપી એયરપોર્ટ પર પણ જઈ શકાશે.

આ સમયે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ દુનિયાનું સૌથી મોટું એયરપોર્ટ દુબઈનું કિંગ ફહદ ઇન્ટરનેશનલ એયરપોર્ટ છે. આ 77,600 હેક્ટર જમીન પર બનેલું છે.

ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં દુનિયાનું 5 મુ સૌથી મોટું એયરપોર્ટ બનાવની તૈયારી ચાલી રહી છે. ગ્રેટ નોટેડા જેવર એયરપોર્ટને દિલ્લીનું દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટથી બેગણું બનાવામાં આવશે.

જેવર એયરપોર્ટનો પ્રસ્તાવ પ્રમાણે 2022-23 તૈયાર થયા પછી આ દુનિયાનું 5 મુ સૌથી મોટું હવાઈ મથક બનશે. આ ઍરપોર્ટને બનાવવાની માંગણી ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.