ઉભા ઉભા નાં જમો જાણો કેમ અને જાણો ઉપવાસ ની સાચી પદ્ધતિ જેનાથી નબળાઈ નહિ આવે

મિત્રો જયારે તમે ભોજન કરી રહ્યા છો કે પાણી પી રહ્યા છો કે કોઈ વસ્તુ તમારા શરીરમાં જઈ રહી છે તો આ બધી ક્રિયાઓ બેસીને જ કરશો. ઉભા ઉભા કઈ જ ન કરો. આ ઉભા રહીને ખાવું અને ઉભા રહી ને પીવું, બધી તકલીફ આપવા વાળી ખુબ જ ખરાબ ટેવ છે. તેનાથી ખુબ જ તકલીફ આવશે ભવિષ્યમાં.

આયુર્વેદ માં તેને ખુબ જ કડકાઈ થી કહ્યું છે કે ઉભા રહીને ખાવું અને ઉભા રહીને બિલકુલ ન કરો ભલે પાણી કે કઈ પણ પીવું હોય કે કઈ ખાવું હોય. તેનું કારણ શરીરનું ગુરુત્વાકર્ષણ બળ છે. જો ઉભા ઉભા ખાવ છો તો તે બળ વધુ હોય છે અને બેસીને ખાવ છો તો ઓછું. કેમ કે શરીરનું ગુરુત્વકેન્દ્ર બદલી જાય છે ઉભા રહીને ખાવ છો તો તે વધુ ઝડપ થી અંદર જશે જે નુકશાન આપે છે, તે ઝડપથી પચતું નથી, શરીરને પચાવવા વાળા અંગો ને પણ તકલીફ થાય છે.

હવે તેની આગળ નો નિયમ છે કે તમે જયારે ખાઈ રહ્યા છો તો ખાવાની વચ્ચે અંતર કેટલું હોવું જોઈએ. જેમ કે તમે સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તો બન્ને ખાવાની વચ્ચે ઓછામાં ઓછો સમય ૪ કલાક જરૂરી છે. તેનો સીધો જ અર્થ છે કે અત્યારે તમે ૧૨ વાગ્યે ભીજન કર્યું તો તો બીજું કઈ પણ ખાવ તો ૪ વાગ્યા પહેલા ન હોવું જોઈએ.
હવે આવું જ વધારે સમય ઉપર ચર્ચા કરી લઈએ. વધુમાં વધુ કેટલો હોવો જોઈએ તો વધુમાં વધુ સમય ૬ કલાક નો છે. બપોરના ભોજન અને સાંજના ભોજનમાં વધુમાં વધુ અંતર ૬ કલાક અને ઓછામાં ઓછું ૪ કલાક. તમે આવું જીવનભર મેન્ટેન કરો. તમે હમેશા આ અંતરને જાળવી રાખશો.

હવે તમારા મનમાં સવાલ થશે કે જો ૬ કલાક થી વધુ અંતર થઇ જાય અને કોઈ કારણોસર ભોજન ન ખાઈ શકાય તો શું કરવું. તો તમે ધ્યાન રાખો કે જેમ ૬ કલાક તમારા પુરા થઇ રહ્યા હોય તો તમે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પિતા રહો, દરેક કલાકે કે ૪૦ મીનીટમાં એક કે અડધો ગ્લાસ પાણી પિતા રહો. તમે પાણી ની જગ્યાએ જ્યુસ પણ પી શકો છો. થોડા ફળ પણ ખાઈ શકો છો.

હવે તમારા મનમાં સવાલ થશે કે તેની શું કારણ છે, તેનું એ કારણ છે કે તમારા શરીરમાં હમેશા એસીડ બને છે, જેને આપને હાઇડ્રો ક્લોરીડ એસીડ કહીએ છીએ. જો પેટમાં કઈ છે તો તે હાઇડ્રો ક્લોરો એસીડ છે જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે અને જો પેટમાં કઈ જ નથી તો એસીડ તમારા પેટને ખાવાનું શરુ કરી દે છે. અને જયારે એસીડ પેટને ખાવાનું શરુ કરશે તો તેમાંથી બીમારી નીકળે છે જેવી કે અલ્સર,પેટીક અલ્સર, એટલે કે વધુ સમય ભૂખ્યા રહેવું સારું નથી. જો ભૂખ્યા રહેવું છે તો પછી તેનો નિયમ છે.

જેમ કે તમારે ઉપવાસ કરવો છે તો ઉપવાસનો પણ આયુર્વેદ માં નિયમ છે, એક દિવસનો ઉપવાસ કરવો છે, તેનો અલગ નિયમ છે, બે દિવસ નો કરવો છે અલગ નિયમ છે. આઠ દિવસનો કરવો છે, અલગ નિયમ છે, એવી રીતે ૧૫ દિવસ અને ૧ મહિના ના ઉપવાસના પણ નિયમ છે. બધા ઉપવાસના જુદા જુદા નિયમ છે. આયુર્વેદ માં તેના અલગ થી આખો આધ્યાય છે. પરંતુ સામાન્ય નિયમ જે રાજીવભાઈ એ જણાવ્યું કે કોઈ પણ કારણે તમારે ઉપવાસ કરવો પડે તો દરેક અડધી કલાકે કે ૪૦ મિનીટ માં અડધો ગ્લાસ પાણી જરૂર પિતા રહો જેથી તમારા શરીર ને કોઈ ગંભીર બીમારી ન લાગી જાય.

જો તમારો ઉપવાસ એવો છે કે જેમાં તમે કઈ જ લઇ શકતા નથી તો પાણી જરૂર લેતા રહો અને હમણાં એક ભાઈએ જે પૂછ્યું હતું કે લીંબુ ભેળવેલું પાણી લઇ શકીએ છીએ શું ? તો તેનો જવાબ પણ આપું છું કે જો તમે લીંબુ નાખીને લો છો તો ખુબ સારું છે પરંતુ એક વાતનું ધ્યાન રાખશો જે લોકો જૈન ધર્મનું પાલન કરે છે, તે મધ ન ભેળવો કેમ કે જૈન ધર્મમાં મધ ખાવું બંધન છે. જો તમે ધારો તો તે પાણીમાં થોડો ગોળ ભેળવીને પીવો.

તમારે ઉપવાસ કેટલા પણ કરવા હોય એક દિવસનો કે એક મહિના નો વચ્ચે વચ્ચે પાણી પિતા રહો. તમારા પેટને ખાલી ન રાખો. જો કોઈ કારણોસર પાણી વધુ નથી પી શકતા તો પાણી જેવું જ કઈ પણ પિતા રહો. જેમ કે રસ પિતા રહો. ફળ ખાતા રહો, કેળાને છોલીને બધા ફળોમાં ૮૦ % સુધી પાણી હોય છે કેળું એક એવું ફળ છે જેમાં પાણી સૌથી ઓછું છે. ઘણા ફળોમાં ૯૦ % સુધી પાણી હોય છે. ઉપવાસની સ્થિતિમાં આ જરૂર કરો અને સામાન્ય સ્થિતિમાં એક ભોજન થી બીજા ભોજન વચ્ચે વધુમાં વધુ ૪ કલાક નું અંતર ઓછામાં ઓછું ૬ કલાકનું અંતર રાખો.

વિડીયો