સ્વાસ્થ્ય સારું રાખવા માટે કરો ઉપવાસ, જાણો ઉપવાસના વૈજ્ઞાનિક ફાયદા, શા માટે કરવો ઉપવાસ?

ઉપવાસ વ્રતનું વેજ્ઞાનિક મહત્વ – કરો શરીરનું કાયાકલ્પ !!

ઉપવાસ એટલે વ્રત. આજકાલ લોકોએ તેને અંધશ્રદ્ધાનું નામ આપી દીધેલ છે. પણ તે ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્થ રહેવા માટેની એક અનોખી પ્રક્રિયા છે. તમે તેને તમારા જીવનનો એક ભાગ બનાવીને તમારા શરીરનું કાયા કલ્પ કરી શકો છો અને તેના સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.

તમને ભૂખ્યા રાખીને ભગવાને કોઈ આનંદ નથી થતો, જો કાઈ થશે તો તે એ કે તમારું આરોગ્ય ઉત્તમ અને સારું થતું જશે. આવો સમજીએ ઉપવાસની પાછળના રહસ્યને.

આયુર્વેદના પ્રસિદ્ધ ગ્રંથ ‘ચરક સંહિતા’ માંથી લઈને જુદી જુદી સારવાર શોધોને પણ ઉપવાસના અનેક લાભ જણાવેલ છે.

ઉપવાસથી પાચનતંત્ર દુરસ્ત રહે છે, જેથી શરીરમાં ઉપસ્થિત ઝેરીલા પદાર્થોને નીકળવામાં સરળતા થઇ જાય છે.

દર અઠવાડિયે ઉપવાસ રાખવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટવા લાગે છે જે ધમનીઓ માટે ફાયદાકારક છે.

થઇ ગયેલ છે ઢગલાબંધ શોધો.

આ વાત આજે અનેક યુનીવર્સીટીમાં શોધ કરવામાં આવી ગયેલ છે જે લોકો અઠવાડિયા કે પંદર દિવસમાં એક વખત ઉપવાસ કરે છે, તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધુ હોય છે. એવું શું થાય છે ઉપવાસ કરવાથી. ખાસ કરીને આપણું શરીર પોતાની અંદર બધું સમાવી લે છે.

નસ નાડી ઓમાં કચરો જામી જાય છે, તે ક્યાય બીજેથી નથી આવતો, પણ તે આપણા દ્વારા લેવામાં આવેલ ભોજનના અપશિષ્ઠ પદાર્થ છે, જે સારી રીતે આપણા શરીરમાંથી નીકળી નથી શકતા અને આપણી બીમારીઓનું કારણ બને છે, તે બીમારીઓ ગેસ બનાવવાથી લઈને કેન્સર સુધી થઇ શકે છે.

ઉપવાસથી આરોગ્ય કનેક્શન.

જયારે આપણે વ્રત કરીએ છીએ તો આપણું શરીર નવું ભોજન લેશે નહી, તે સમયે તે માત્ર સફાઈ કરે છે. જેવી રીતે ઘરની સફાઈમાં પાણીનું ખાસ સ્થાન છે, તેવી રીતે શરીરની સફાઈ વાળા દિવસે માત્ર પાણી પીવું જોઈએ. એનર્જી માટે પાણીમાં લીંબુ અને મધ બન્ને ભેળવીને પીવો.

વ્રત કરવાથી આપણો કચરો નીકળીને શરીરની ફરી કાયા કલ્પ થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ મહિનામાં ત્રણ દિવસ સુધી સતત વ્રત કરે તો તેમના શરીરનો ચંદન જેવો નિખાર લાવશે અને કોઈ રોગ પણ નહી થાય.

આજકાલ વ્રતના નામ ઉપર મહિલાઓ વ્રતમાં ખાવામાં આવતી નમકીન અને ખબર નહી શું શું ખાય છે, તેવામાં તેમના આરોગ્યની શું પ્રાપ્તિ થશે.

શરીર આપે છે સંકેત :

આપનું શરીર પોતે ક્યારેક કાઈ જ ન ખાવા માટે પ્રેરિત કરે છે, તે સમયે આપણે વિચારીએ છીએ કે કદાચ ઘરનું ખાઈ ખાઈને આપણે બોર થઇ ગયા છીએ, તો આજે બહારનું અને મસાલાદાર ખાઈને આપણા મનને સારું કરવામાં આવે.

આમ કરવાથી આપણે શરીરને વધુ નુકશાન પહોચાડીએ છીએ. જો કે જે દિવસે આપણને કાઈ જ ખાવાનું મન ન થાય તો તે દિવસે માત્ર ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવું. તેનાથી એનર્જી પણ મળશે અને તમારા શરીરનો કચરો પણ સાફ થઇ જશે.

તમે તે અનુભવ્યું હશે, જે રાત્રે તમે ભોજન ના કર્યું હોય તેની આગળની સવારે જયારે તમે મળ ત્યાગ કરેલ હશે તે બીજા દિવસોની સરખામણીમાં વધુ કડક હશે. આવું કેમ બન્યું, ખાસ કરીને આપણી પાચન પ્રક્રિયા તે સમયે ઉત્તમ કામ કરે છે જયારે આપણું પેટ ખાલી હોય. તેથી આપણા ભોજનમાં ઓછામાં ઓછું ૫ થી 8 કલાકનું અંતર હોવું જોઈએ.

ભોજન કરવાના નિયમ :

પહેલા લોકો મહેનત કરતા હતા. તો તેઓ માત્ર ૨ સમય જ ખાવાનું ખાતા હતા, પણ આજકાલ વગર કોઈ શરીરના પરિશ્રમથી લોકો ત્રણ ત્રણ સમય ખાવાનું ખાય છે. રાત્રે ખાધું અને સુઈ ગયા, સવારે ઉઠ્યા મળ ત્યાગ કર્યો પછી ખાઈ લીધું, અરે ભાઈ એવું શું કામ કરી નાખ્યું જેથી તમને ફરી વખત ખાવું પડ્યું.

પાચન પ્રક્રિયાને કોઈ આરામ નહી. ઘણા કારણો છે આપણી ઘણી બીમારીઓના. તેના માટે એક કહેવત છે કે યોગી ખાય એક વખત, ભોગી ખાય બે વખત અને રોગી ખાય વારંવાર. હાલમાં તમે જુવો કે તમે કઈ સ્થિતિમાં છો.

બીજા વિશ્વ યુદ્ધમાં સૌથી વધુ હિંદુ સૈનિકો કેમ બચ્યા?

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આફ્રિકાને સહારે મરુંસ્થળમાં ખાવાની પૂર્તતા બંધ થઇ જવાને કારણે મિત્રરાષ્ટ્રોની સેનાઓ ત્રણ દિવસ સુધી અન્ન જળ કંઈપણ ન મળી શક્યું. ચારે બાજુ સુમસામ રેગીસ્તાન અને ધૂળ કાંકરા સિવાય કઈ જ જોવા મળતું ન હતું. રેગીસ્તાન પાર કરતા કરતા કુલ સાતસો સૈનિકોની તે ટુકડીમાંથી માત્ર ૨૧૦ વ્યક્તિ જ જીવતા બચી શક્યા. બાકી બધા ભૂખ તરસ ને કારણે રસ્તામાં જ મરી ગયા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ જીવતા સૈનિકો માંથી ૮૦ ટકા એટલે કે ૧૮૬ હિંદુ હતા. આ આશ્ચર્યજનક ઘટનાનું જયારે વિષ્લેષણ કરવામાં આવેલ તો વિદ્ધવાનોએ તે તારણ કાઢ્યું કે ‘તે નક્કી જ એવા પૂર્વજોના સંતાન હતા જેના લોહીમાં તપ, તીતીક્ષ, ઉપવાસ સહિષ્ણુતા અને સંયમની અસર રહી હશે. તે જરૂર શ્રદ્ધાપૂર્વક આકરા વ્રતનું પાલન કરતા રહ્યા હશે.

હિંદુ સંસ્કૃતિના તે સપુત રેગીસ્તાનમાં અન્ન જળ વગર પણ એટલા માટે બચી ગયા, કેમ કે તેમણે તેમના માતા પિતાના અથવા તેમના દાદા દાદીએ એવા પ્રકારની તપસ્યા કરેલ હશે. સાત પેઢીઓ સુધી સંતાનોમાં પોતાના સંસ્કારોના અંશ જાય છે.

કેવી રીતે બન્યું વ્રત રાખવાનું ચક્ર :

આહિયા એક વાત બીજી મહત્વની છે કે કોઈપણ પરિસ્થિતિમાં બળજબરી ન કરવામાં આવે. જો તમે શરીરના કુદરતી ચક્ર ઉપર ધ્યાન આપશો કે દર ૪૦ થી ૪૮ દિવસોમાં શરીર એક ખાસ ચક્ર માંથી પસાર થાય છે.

11 થી ૧૪ દિવસમાં એક દિવસ એવો પણ આવે છે, જયારે તમને કાઈપણ ખાવાનું મન નહિ થાય. તે દિવસે તમારે ન ખાવું જોઈએ. દરેક ચક્રમાં ત્રણ દિવસ એવા હોય છે. જેમાં તમારે શરીરમાં ભોજનની જરૂર નથી હોતી. જો તમે તમારા શરીરને લઈને સજાગ બની જશો, તો તમને જાતે જ તે વાતનો અહેસાસ થઇ જશે કે આ દિવસે શરીરને ભોજનની જરૂર નહી રહે. તેમાંથી કોઈપણ એક દિવસ તમે વગર ભોજનથી આરામથી રહી શકો છો.

તમને એ જાણીને નવાઈ લાગશે કે કુતરા અને બિલાડીઓની અંદર પણ એટલી સજાગતા હોય છે. ક્યારેક ધ્યાનથી જુવો, ખાસ દિવસે તે કાઈ પણ નથી ખાતા. ખાસ કરીને પોતાની સીસ્ટમ પ્રત્યે તે પૂરેપુરા સજાગ છે. જે દિવસે સીસ્ટમ કહે છે કે આજે ખાવું ન જોઈએ. તે દિવસ તેમના માટે શરીરની સફાઈનો દિવસ બની જાય છે, અને એ દિવસે તે કાઈપણ ખાતા નથી.

હવે તમારી અંદર તો એટલી જાગૃતતા નથી કે તમે ખાસ દિવસને ઓળખી શકો. તો શું કરવામાં આવે. બસ આ સમસ્યાના સમાધાન માટે અહિયાં એકાદશીનો દિવસ નક્કી કરવામાં આવેલ છે.

હિન્દી મહિનાના હિસાબે જુવો તો દર ૧૪ દિવસમાં એક વખત એકાદશી આવે છે. તેનો અર્થ થયો કે દર ૧૪ દિવસમાં તમે એક દિવસ ખાધા વગર રહી શકો છો. જો તમે કાઈ ખાધા વગર રહી નથી શકતા કે તમારું કામકાજ એવું છે, જેને લઈને ભૂખ્યા રહેવું તમારા વશમાં નથી અને ભૂખ્યા રહેવા માટે જે સાધનની જરૂર હોય છે તે પણ તમરી પાસે નથી, તો તમે હળવો ફળાહાર લઇ શકો છો.

કુલ મળીને વાત એટલી છે કે બસ તમારી સીસ્ટમ પ્રત્યે જાગૃત થઇ જાવ અને તે જોવાનો પ્રયત્ન કરો કે અમુક દિવસો એવા છે જેમાં ખાવાની જરૂર પડતી નથી. તે દિવસે બળજબરીપૂર્વક ખાવું સારી વાત નથી. ઉપવાસ પણ ૧૫ દિવસ માં કયા દિવસે કરવો તે પણ ખુબ સંસોધન કરી ને જ આપણને એકાદશીનો દિવસ આપ્યો છે એટલે ખાસ એક્દાસી જરૂર કરો ને અનુભવ કરો તમારૂ સ્વાસ્થ્ય કેવું રહે છે.