આવનારો સમય ઈલેક્ટ્રિક કારોનો છે, એન્જીનીયરોએ બનાવી ફક્ત 10 મિનિટમાં ચાર્જ થનારી બેટરી

જો તમે ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા મનમાં તેના ચાર્જ કરવાને લઈને કોઈ પ્રકારનો ભ્રમ છે, તો હવે તેને ભૂલી જાવ. કારણ કે એન્જીનીયરોની ટીમ હવે ઈલેક્ટ્રિક કારોના ચાર્જીંગ વિષે એવી વ્યવસ્થા કરી રહી છે કે, જયારે તમે એના ચાર્જીંગ પોઈન્ટ્સ ઉપર જશો અને તમારી કારને ચાર્જીંગ પોઈન્ટમાં લગાવશો. એ પછી તમારી કારને ચાર્જ થવામાં માત્ર એટલો સમય લાગશે, જેટલો તમે એક કપ ચા પીવા અને ટોયલેટનો ઉપયોગ કરવામાં લાગશે. તે દરમિયાન તમારી ઈલેક્ટ્રિક કાર એટલી ચાર્જ થઈ જશે કે તમે આરામથી લગભગ ૨૦૦ કી.મી. સુધી જઈ શકશો.

એન્જીનીયર વિકસાવી રહ્યા છે બેટરી :

એન્જીનીયરોની એક ટીમ હવે એક એવી બેટરી વિકસાવી રહી છે, જે માત્ર ૧૦ મિનીટમાં જ રીચાર્જ થઇ જશે. અને તે રીચાર્જ થયા પછી કાર લગભગ ૨૦૦ કી.મી. સુધી જઈ શકશે. એન્જીનીયરોનું હવે એવું માનવું છે કે, તે જેટલી ઝડપી ચાર્જ કરતી બેટરી વિકસિત કરી લેશે તેના હિસાબે આવા પ્રકારની કારોની માંગ વધશે.

અમેરિકામાં પેન સ્ટેટ યુનીવર્સીટીના શોધકર્તાઓના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં ઈલેક્ટ્રિક કારોની સંખ્યામાં વધારો થશે. તેને જોતા જ આ પ્રકારના રીસર્ચ કરવામાં આવી રહ્યા છે, જેનાથી ઈલેક્ટ્રિક કાર ચલાવવા વાળાને એ ચિંતા ન રહે કે, કારની બેટરી ડીસ્ચાર્જ થવાની છે અને તેઓ તેને ધ્યાનમાં રાખીને આગળનો પ્રવાસ ન કરે.

ઊંચા તાપમાન ઉપર ચાર્જ કરવાથી લિથિયમ પ્લેટીંગથી બચી શકાશે :

એન્જીનીયરોના કહેવા મુજબ, યુનિટને ચાર્જ કરવા અને ઉપયોગ માટે તૈયાર ઉર્જાને રાખવા માટે, એક ઈલેક્ટ્રોડથી બીજા ઈલેક્ટ્રોડમાં આયનના રૂપમાં લિથિયમ કણોનો પ્રવાહ ઓછા તાપમાન ઉપર ઝડપથી ચાર્જ થવા સાથે સરળ રહેતો નથી. એનોડ ઈલેક્ટ્રોડમાં આયનને સરળતાથી જમા થવાને બદલે, તે સ્થળ ઉપર સ્પાઈક્સમાં સમાપ્ત થઇ જાય છે, જેને લિથિયમ ચઢાવવાના રૂપમાં ઓળખવામાં આવે છે. તે બેટરી ક્ષમતાને ઓછી કરે છે, અને ખાસ કરીને તેને અસુરક્ષિત બનાવે છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે, ઊંચા તાપમાન ઉપર ચાર્જ કરવાથી લિથિયમ પ્લેટીંગની સમસ્યાથી બચી શકાય છે. પરંતુ લાંબા સમય સુધી ઊંચુ તાપમાન બેટરીને ખરાબ કરે છે. તેમણે હવે શોધ કરી છે કે, જો બેટરી માત્ર ૧૦ મિનીટ માટે 60 ડિગ્રી સેલ્સિયસ (140 ડિગ્રી ફેરનહાઈટ) પર ગરમ શકે અને પછી વાતાવરણના તાપમાન ઉપર ફરીથી ઝડપથી ઠંડી થઇ જાય, તો લિથિયમ સ્પાઈસ નહિ થાય અને ગરમીથી થતી ક્ષતિથી પણ બચી શકાશે.

જે બેટરી ડિઝાઇન સાથે તે આવે છે, તે એક પાતળી નીકલ પન્નીનો ઉપયોગ કરીને જાતે હિટીંગ થાય છે. બેટરીને ચાર્જ કર્યા પછી જે ઝડપથી કુલીંગની જરૂર હશે, તેને કારમાં ડીઝાઈન કરવામાં આવેલી કુલીંગ સીસ્ટમના ઉપયોગ કુલિંગ કરવામાં આવશે.

ઘણી વખત કરી શકાશે રીચાર્જ :

જર્નલ જુલીમાં પ્રકાશિત અધ્યયનથી જાણવા મળ્યું છે કે, તે ૧૦ મિનીટમાં સંપૂર્ણ રીતે એક ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકે છે. આ બેટરીને ઘણી વખત રીચાર્જ કરી શકાય છે. પેન સ્ટેટમાં પ્રોફેસર ચાઓ યાંગ બાંગે જણાવ્યું કે, અમે પ્રદર્શિત કર્યું કે અમે એક ઈલેક્ટ્રિક વાહનને 200 થી 300 માઈલની રેંજ માટે 10 મિનીટમાં ચાર્જ કરી શકીએ છીએ. તેને 2500 ચાર્જીંગ સાયકલ કે અડધા મિલીયન માઈલની જેટલું જાળવી રાખી શકાય છે. તેમણે જણાવ્યું કે, 10 મિનીટનો ધ્યેય ભવિષ્ય માટે છે અને ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે જરૂરી છે.

કેવી રીતે તમારી ઈલેક્ટ્રિક કારોને સુરક્ષિત રીતે રીચાર્જ કરવી?

તમારા ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરતી વખતે ક્યારેય સ્થાનિક મલ્ટી સોકેટ એક્સટેન્શન લીડનો ઉપયોગ ન કરો. જો તમારે એક્સટેન્શન લીડનો ઉપયોગ કરવાની જરૂર છે, તો માત્ર તેનો ઉપયોગ કરો જે રીલ કેબલ જેવા બહારના ઉપયોગ માટે ઉપયુક્ત હોય.

વધુમાં વધુ અંતર સુધી પહોંચવા માટે એકથી વધુ એક્સટેન્શન પ્લગ કરવાની વિધિથી વીજળીને લીધે આગની સાથે સાથે વીજળીના ઝટકાનો ભય પણ વધી જાય છે. હંમેશા તમારા ચાર્જીંગ કેબલને કોઈ પ્રતિષ્ઠિત રીટેલર પાસેથી કે સીધા તે વેપારી પાસેથી ખરીદો, જે આ પ્રકારના ઉત્પાદનોને સારી ચકાસણી કરી સુનિશ્ચિત કરતા હોય, જેથી તે સુરક્ષાના માપદંડને પુરા કરી શકે.

કેબલનો ઉપયોગ કરતા પહેલા તેની સારી રીતે ચકાસણી કરી લો. કોઈ નુકશાન જોવા મળે તો તેને બદલી લો. જો તમે તમારા ઘરમાં મેઈન સોકેટથી ચાર્જ કરી રહ્યા છો, તો સુનિશ્ચિત કરો કે એવું કરતા પહેલા તમારી પ્રોપર્ટીમાં વાયરીંગની ચકાસણી કરવામાં આવી હોય. જુનું વાયરીંગ તમારા વાહનને રાત આખી ચાર્જીંગ કરવાની માંગનો સામનો કરવામાં સક્ષમ નથી હોતું. તેવામાં આગ લાગવાની શક્યતા વધુ રહે છે. ઘર ઉપર તમારા વાહનને ચાર્જ કરવાની સુરક્ષિત અને સૌથી સુવિધા પૂર્ણ રીત એક બોક્સ ચાર્જીંગ પોઈન્ટના માધ્યમથી છે.

પેટ્રોલ અને ડીઝલની કારો બંધ કરી દેશે અમુક દેશ :

આવનારા સમયમાં ઘણા દેશો પોતાને ત્યાં ડીઝલ અને પેટ્રોલ કારો ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેશે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે, નવી પેટ્રોલ અને ડીઝલ કારોના વેચાણ ઉપર સરકારનો પ્રતિબંધ ૨૦૪૦ સુધી લાગુ પડી શકે તેવું નક્કી છે. સ્કોટલેન્ડમાં દિશા નિર્દેશકોનો એક અલગ સેટ છે, જે ૨૦૩૨ સુધી સ્વીચ-ઓવર અને પેટ્રોલ કે ડીઝલ વાહનો ઉપર પ્રતિબંધ લગાવવાના સંકેત આપે છે.

હવામાન પરિવર્તન સંબંધી સમિતિનું માનવું છે કે, ૨૦૩૦ કે ૨૦૩૫ સુધી ઈલેક્ટ્રિક ગાડીઓના નવા મોડલ આવી જશે. ૨૦૨૪ થી ૨૦૨૫ સુધી આ વાહનોની કિંમત આજના સમયમાં ચાલી રહેલી પારંપરિક વાહનોની કિંમત બરોબર જ થઇ જશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.