હજુ પણ વિન્ડોઝ 7 ને ફ્રી માં વિન્ડોઝ 10 માં કરી શકો છો અપગ્રેડ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

માઈક્રોસોફ્ટે 14 જાન્યુઆરીથી વિન્ડોઝ 7 ને સપોર્ટ આપવાનું બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, માઈક્રોસોફ્ટે આ સોફ્ટવેયરને 2009 માં લોન્ચ કર્યું હતું. જયારે માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરી હતી, તે સમયે કંપનીએ કહ્યું હતું, વિન્ડોઝ સેવન યુઝર્સ ફ્રી માં વિન્ડોઝ 10 માં અપગ્રેડ કરી શકે છે. પણ આ સુવિધા 29 જુલાઈ 2016 સુધી ઉપલબ્ધ હતી.

એવામાં જો તમે વિન્ડોઝ 7 ને વિન્ડોઝ 10 હોમમાં અપગ્રેડ કરવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા 9,299 રૂપિયા ચૂકવવા પડશે. પણ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, તમે હજુ પણ ફ્રી માં વિન્ડોઝ 7 ને વિન્ડોઝ 10 માં અપગ્રેડ કરી શકો છો. આવો અમે તમને એની રીત જણાવીએ.

અંગ્રેજી વેબસાઈટ zdnet ના રિપોર્ટ અનુસાર, વિન્ડોઝ 10 માં ફ્રી માં અપગ્રેડ કરવાનું પ્રમોશન ભલે 2016 સુધી જ હતું, પણ તમે હજુ પણ વિન્ડોઝ 7 ને વિન્ડોઝ 10 માં અપગ્રેડ કરી શકો છો, અને ખાસ વાત એ છે કે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ પર જવાની જરૂર નહિ પડે. તમે માઈક્રોસોફ્ટની સાઈટ પરથી જ તેને ડાઉનલોડ કરી શકો છો.

હકીકતમાં વાત કાંઈક એવી છે કે, વિન્ડોઝ 7 થી વિન્ડોઝ 10 માં અપગ્રેડ કરવા વાળી લિંક માઈક્રોસોફ્ટની વેબસાઈટ પર હજી પણ લાઈવ છે, જ્યાંથી તમે તમારા વિન્ડોઝ 7 ને વિન્ડોઝ 10 માં અપગ્રેડ કરી શકો છો.

સૌથી પહેલા તમારે https://www.microsoft. com/en-us/software-download/windows10 પર જવું પડશે. આ વિન્ડોઝ 10 ડાઉનલોડ કરવા માટેની માઈક્રોસોફ્ટની સાઈટ છે. આ સાઈટ પર તમને ક્રિએટ વિન્ડોઝ 10 ઈન્સ્ટોલેશન મીડિયાનો વિકલ્પ દેખાશે (Creat Windows 10 installation media). તેની નીચે ડાઉનલોડ ટૂલ નાવ (Download tool now) પર ક્લિક કરો.

ત્યાંથી એક સોફ્ટવેયર ડાઉનલોડ થશે તેને રન કરો. પછી તમે અપગ્રેડ પીસી નાવ (upgrade PC now) પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં મળતા કમાન્ડને ફોલો કરો. હવે અપગ્રેડ પૂરું થયા પછી સેટિંગ એન્ડ સિક્યોરિટીમાં જઈને એક્ટીવેશનમાં જાવ. એ પછી તમને લાઇસન્સ કોડ પૂછવામાં આવશે, જેમાં તમારે વિન્ડોઝ 7 નો લાઇસન્સ કોડ નાખવો પડશે. એટલે તમારું વિન્ડોઝ એક્ટિવ પણ થઈ જશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.