અનએકેડમી યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ :
અનએકેડમી યુટ્યુબ ચેનલ પર 2,056,181 Subscriber અને https://unacademy ડોટ com વેબસાઈટ પર દર મહીને 70,00,000 થી વધુ લોકોનું આવવું અનએકેડમીની લોકપ્રિયતાનું પ્રમાણ છે. અનએકેડમી પ્લેટફોર્મ એવા વિદ્યાર્થીઓ માટે વરદાન છે, જેની પાસે મોંઘા કોચિંગના પૈસા નથી, જે દુર દરાજના ગામો, કસબોમાં રહે છે. જ્યાં સારી કોચિંગ અને સાચી સલાહ આપવા વાળા લોકોની ઉણપ છે. અનએકેડમીથી જોડાયેલા આ ફેક્ટસ વાંચીને તમે જાણશો કે આ બીજાથી સારું અને વિશ્વસનીય કેમ છે.
અનએકેડમી વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર UPSC/IAS, IBPS/SBI, CA, CAT, CLAT, IES, GATE, GRE, JEE, Pre-Medical, Railways, SSC CGL વગેરે પરીક્ષા સંબંધિત કોર્સ મટેરિયલ છે. અનએકેડમી વેબસાઈટ પર વિડીઓસ સિવાય લખેલી સામગ્રી, ટેસ્ટ સીરીઝ પણ ઉપલબ્ધ છે. ટેસ્ટ સીરીઝની ફીઝ પણ નામ પુરતી (25 રૂપિયા) છે. અનએકેડમી યુટ્યુબ ચેનલના બધા વિડીઓઝ તમે ફ્રીમાં જોઈ શકો છો.
અનએકેડમીની ટીમ જ તેમની સૌથી મોટી મજબુતી છે. જુદા જુદા ક્ષેત્રોના ટોપ એજ્યુકેટરો અને શિક્ષક, એક્ઝામ ટોપર્સ અને ઉચ્ચ પડો પર કામ કરતા અધિકારી અનએકેડમી ટીમનો ભાગ છે. ભારતની પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર કિરણ બેદી હોય કે અનુભવી રાજનયિક શશી થરૂર, હાલના અને વિગત વર્ષોના IAS ટોપર આ બધા અનએકેડમી ટીમનો ભાગ છે.
બિનજરૂરી વાતો અને ફોર્માલીટીથી દુર અનએકેડમીના કોર્સ મટીરીયલ અને વિડીઓઝ સીધી વાત કરે છે. તેના એજયુકેટર્સ પોતાના અનુભવો, રણનીતિને તમારી સાથે શેયર કરે છે. તેનાથી તમારા મનમાં પરીક્ષાનો ભય દુર થાય છે અને તમે અનગર્લ ધારણાઓથી બચતા પરીક્ષા પર ફોકસ કરી શકો છો.
અનએકેડમી માનસિક સંતુલન, એકાગ્રતા, સાચો દ્રષ્ટિકોણ, સમયની સાચવણી અને પરીક્ષાની તૈયારીની ટ્રીક્સ વગેરેના વિડીઓ પણ બનાવે છે. આ બધા જ પરીક્ષાની તૈયારી માટે જરૂરી ભાગ છે. લગભગ એક જ માનસિક સ્તર અને સમાન અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ્સમાં આટલો અંતર કેમ હોય છે. આ તથ્યની પાછળ ઉપરના કારણ જ છે, અત: અનએકેડમી તેમને પણ પોતાના કોર્સીઝમાં સમાવેશ કરે છે.
અનએકેડમીની શોધનાર ટીમમાં 4 લોકો, મુખ્ય એજ્યુકેટર રોમન સૈની (ડોક્ટર, પહેલાના આઈએસ ઓફિસર), CEO ગૌરવ મૂંઝાલ, CTO હેમેશ સિંહ અને Head of engg સચિન ગુપ્તા સમાવિષ્ટ છે. રોમન સૈની ભારતના સૌથી ઓછી ઉંમર (22 વર્ષ)ના આઈએએસ ઓફિસર છે. આઈએએસ બનતા પહેલા રોમન AIIMS થી શિક્ષા પ્રાપ્ત ડોક્ટર હતા, જેની એન્ટ્રેન્સ પરીક્ષા તેમણે 16 વર્ષની ઉંમરમાં પાસ કરી લીધી હતી.
નબળી આર્થીક સ્થિતિ વાળા, કોચિંગના ભ્રમજાળમાં ફસેલા અને દિશાહીન વિદ્યાર્થીઓની તકલીફોથી રોમન સૈની એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની કલેકટરની જોબથી રીઝાઈન કરી દીધું. રોમન સૈનીનું સપનું હતું કે અનએકેડમીના રૂપમાં એવું પ્લેટફોર્મ બનાવીએ કે તે તકલીફોનું નિદાન થાય અને સાથે જ તે સમાજને કઈક પાછુ આપી શકે.
અનએકેડમીની ઝડપી વધતી લોકપ્રિયતા આ વાતનું પ્રમાણ છે કે અનએકેડમી ટીમ પોતાના ઉદ્દેશ્ય પર ખરી ઉતરી રહી છે. જો તમે પણ કોમ્પિટિશન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ વિશ્વસનીય અને પ્રામાણિક માધ્યમથી સંબંધિત જ્ઞાનાર્જનનો લાભ ઉઠાવશો.