નવરાત્રિ દરમિયાન જો પોતાના ખાવા-પીવાનું ધ્યાન ના રાખો તો નબળાઈ થવા લાગે છે. તેથી ડાયેટીશિયન સ્વર્ણા વ્યાસ નવરાત્રિના ઉપવાસમાં રોજ એક ગ્લાસ બદામનું દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં રહેલા ન્યુટ્રીએન્ટસ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ થી એનર્જી નું લેવલ જળવાઈ રહે છે. તેનાથી ઉપવાસમાં ડલનેસ અનુભવાતી નથી.
વ્રત દરમિયાન એનર્જેટીક રહેવા માટે બીજું શું કરવું?
વધારે તળેલી વસ્તુઓ ખાવી નહિ. તેનાથી ડલનેસ ફિલ થાય છે. જો તમે નટ્સ ખાઓ છો તો તેને તળવા કરતા શેકીને ખાઓ. આ દરમિયાન ફળોમાંથી બનેલા જ્યુસ જરૂર પીઓ. દાડમ નું જ્યુસ લઇ શકો છો. બટાકા અથવા અળવીને તળવા કરતા બાફીને ખાઓ. તેમાં સિંધાલુણ ભેળવીને ખાવાથી ફાયદો થાય છે. ઉપવાસમાં ઘી નો ઉપયોગ ઓછો કરો તેનાથી જાડાપણું વધી શકે છે.
ઉપવાસમાં કેમ પીવું જોઈએ બદામનું દૂધ?
નવરાત્રિમાં બદામનું દૂધ પીવાથી શરીરને ભરપુર એનર્જી મળે છે. જેનાથી નબળાઈ દુર થાય છે. જે લોકો ઉપવાસમાં ડલનેસ ફિલ કરે છે, તેમને બદામનું દૂધ પીવાથી ફાયદો થશે.
કેવી રીતે બનાવવું બદામનું દૂધ?
પાણીમાં પલાળેલી બદામને વાટી લો. તેને દુધમાં ભેળવીને ઉકાળો. તેમાં એલાયચી નો પાવડર મેળવો. આ દુધને હુંફાળું કરીને પીઓ. પોતાની પસંદ અનુસાર કાજુ અથવા અંજીર જેવા હેલ્ધી નટ્સ ભેળવી શકો છો.(આ દૂધ અમુલ ના કુલ ઈલાયચી ફ્લેવર દૂધ કરતા પણ સારું હોય છે)
આવી રીતે પણ પી શકો છો બદામનું દૂધ:
તમે ઈચ્છો તો આમાં કેસર ભેળવી લો. જો ગરમ દૂધ પસંદ ના હોય તો દુધને હુંફાળું કરીને અડધો કલાક માટે ફ્રીઝમાં રાખી દો. તેમાં બરફ નાખીને પીઓ. આ દુધને તૈયાર કરીને વધારે સમય રાખવાથી બચો.
કેવી રીતે ફાયદાકારક છે બદામનું દૂધ?
તેમાં પોટેશિયમ, વિટામિન્સ, કેલ્સીયમ અને પ્રોટીન હોય છે. જેનાથી નબળાઈ દુર થાય છે. તેને પીવાથી ઉપવાસ દરમિયાન એનર્જી જળવાઈ રહે છે.
એનર્જેટીક રહેવા માટે બીજું શું કરવું?
વધારે તળેલી વસ્તુઓ ના ખાશો. તેનાથી ડલનેસ ફિલ થાય છે. પોતાના ડાયેટ માં લીંબુ પાણી, દાડમ નું જ્યુસ અથવા નારિયેળનું પાણી ઉમેરો. તેનાથી એનર્જી મળે છે.
નવરાત્રીમાં શું એવોઈડ કરવું?
આ પીણાને બનાવવા માટે વધારે ફેટ દૂધ નું ઉપયોગ ના કરો. તેનાથી વજન વધે છે. તેમાં ખાંડ ના નાખો. તેનાથી વજન વધે છે. ઈચ્છો તો મધ મેળવીને પીઓ. મધનું પ્રમાણ પણ આ દુધમાં સીમિત જ રાખો.