એકાદશી કે નિર્જળ ઉપવાસ કેન્સર સામે લડવામાં કરે છે આપણી મદદ, જાણો કેવી રીતે

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો કેન્સરની વાત આવે તો દરેક લોકો ટેંશનમાં આવી જાય છે. કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતું કે તેને કેન્સર થાય છે. અને કેન્સર સામે લડવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. અને તેના માટે નવી નવી થેરાપીઓ પણ શોધવામાં આવે છે.

જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો છેલ્લા થોડા વર્ષોથી જે શોધવા પ્રયત્ન કરે છે, તે રીતો આપણી પાસે વર્ષોથી રહેલી છે. એ છે ઉપવાસ. તમને માનવામાં નહિ આવે પણ ઉપવાસ કરવાથી આપણા શરીરને ઘણી બધી બીમારીઓથી રક્ષણ મળે છે, જેમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે. એના વિષે આજના આ લેખમાં અમે તમને જણાવીશું. તો આવો જાણીએ શું છે ઉપવાસ અને કેન્સર સામે ફાઈટનું કનેક્શન.

તમારામાંથી ઘણાએ જેમ્સ પી એલિસન અને તાસુકુ હોનજોનું નામ સાંભળ્યું હશે. તેમને 2018 માં મેડીસીનમાં નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. એમના જણાવ્યા અનુસાર માણસનું શરીર પોતાની જાતે કેન્સર સામે લડવા માટે સક્ષમ છે. શરીરમાં રહેલા ટી સેલ આ કામ કરી શકે છે. દરેક ટી સેલ 1000 કેન્સર સેલ સામે લડી શકે છે.

પણ આપણા ખોટા ખોરાક, ખોટી ખાવાની આદતો, ઉઠવાની અને બીજી આદતોને લીધે તે ટી સેલની શક્તિ ઓછી થઈ જાય છે. અને આ શક્તિ પાછી મેળવવા માટે કેન્સરની નવી થેરાપી શોધવામાં આવી છે. જેવી કે રેડિયો થેરાપી, કીમો થેરાપી અને સર્જરી. અને એમાં છેલ્લે ઈમ્યુનો થેરાપી શોધવામાં આવી છે. જેમાં દર્દીની રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવામાં આવે છે.

રિસર્ચ અનુસાર જો તમે મહિનામાં બે દિવસ દર પંદર દિવસે પાણી વગર ઉપવાસ કરો છો, તો તમારા ટી સેલ તેના ઓરીજીનલ પાવર સુધી પાછા પહોંચી શકે છે. અને આને આપણે એકદાશી કે નિર્જળ ઉપવાસ કહીએ છીએ. જો તમે મહિનામાં બે દિવસ પાણી વગર ન રહી શકો તો વર્ષમાં 20 દિવસ 10 કલાક પાણી વગર રહો(રાત્રે ઉંઘતા હોય એ સમય સિવાય) તો ઈમ્યુનો થેરાપી કામ કરશે અને તમારી ઈમ્યુન સિસ્ટમ એકદમ મજબૂત બનશે અને તમારા ટી સેલ પોતાના ઓરીજીનલ પાવર મેળવી શકશે. એનાથી તમારા શરીરના કેન્સરથી પ્રભાવિત થવાના ચાન્સ એકદમ ઓછા થઈ જશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જેમ્સ એલિસન અને તાસુકુ હોનજોને ઋણાત્મક પ્રતિરક્ષા વિનિયમનના અવરોધથી કેન્સર થેરીપીની શોધ માટે આ સમ્માન આપવામાં આવ્યું હતું. આ બંને વૈજ્ઞાનિકોએ કેન્સરના ઈલાજ માટે એવી થેરીપી વિકસાવી હતી, જેમાં પ્રતિરક્ષા અવરોધક થેરીપી અમુક કેન્સર કોશિકાઓ સાથે ઇમ્યુન સિસ્ટમથી બનેલા પ્રોટીનોને નિશાન બનાવે છે.

જે વસ્તુ આપણને આપણા ઋષિમુનિઓએ આપણને વર્ષોથી શીખવાડી છે, એવી અમૂલ્ય વસ્તુને છોડીને આપણે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ પાછળ આંખ બંધ કરીને દોડવા લાગ્યા છીએ, અને પરિણામ સ્વરૂપ આપણને કેન્સર અને અન્ય બીમારીઓ ભેટમાં મળી રહી છે.

વિડિયો :