જાણો શરીરમાં યુરિક એસિડ વધવાના લક્ષણો અને તેના સરળ અને ઘરેલું ઉપાય

શરીરમાં યુરિક એસીડ યુરિનના તૂટવાથી બને છે, જયારે આપણા શરીરમાં સેલ્સ તૂટે છે, અને નવા ઉત્પન થાય છે તો તેમાં મળી આવતા યુરીન પણ તૂટી જાય છે. યુરીન ના તૂટવાથી કેમિકલ રીએક્શન થાય છે જેનાથી યુરિક એસીડ બને છે. તે લીહીના માધ્યમથી બનીને કીડની સુધી પહોચે છે. અને યુરીન ના રૂપમાં શરીર ની બહાર નીકળી જાય છે.

શરીર માં યુરિક એસીડ વધી જાય તો તો એ આપના પગમાં, સાંધામાં, કિડનીમાં, અને શરીર ના બીજા ભાગોમાં પણ લાગુ પડી જાય છે. જે આગળ જતા સાંધાનો દુઃખાવો, વાતરોગ, ગાંઠો, સંધિવા ઉત્પન કરી દે છે.

જો યોગ્ય સમયે યુરિક એસીડ નો ઉપાય અને સારવાર ન કરાવવામાં આવે તોતે રોગને લઈને વ્યક્તિને ઉઠવા બેસવા અને હરવા ફરવા માં તકલીફ થવા લાગે છે. તેનું સ્તર વધવાથી ગાંઠો થવાનો ડર વધી જાય છે. અહિયાં થોડી આયુર્વેદિક દવા અને દેશી નુસ્ખા થી હાઈ યુરિક એસીડ નો ઘરેલું ઈલાજ કરી શકો છો અને ગાઉટ દર્દ થી છુટકારો મેળવી શકો છો.

યુરિક એસીડ કેમ વધે છે? :

શરીરમાં ય્યુરીન ના તૂટવાને લીધે યુરિક એસીડ બને છે. જે કીડની સુધી લોહી પહોચાડે છે અને મૂત્ર માર્ગેથી શરીર માંથી બહાર નીકળી જાય છે. કોઈ કારણોસર જયારે તે બહાર નથી નીકળતો ત્યારે શરીરમાં જમા થવા લાગે છે અને એક ક્રિસ્ટલ ની જેમ બની જાય છે અને જયારે યુરિક એસીડ નું સ્તર વધી જાય છે ત્યારે તે તકલીફ કરવા લાગે છે.
યુરિક એસિડના લક્ષણો : આ રોગ વિષે મોટા ભાગના લોકોને ખબર નથી હોતી, હમેશા તેઓ શરૂઆતના લક્ષણો જોઇને બીમારી નો અંદાઝ બાંધી દેતા હોય છે. જેમ કે પગના અંગુઠામાં સોજો આવવો, સાંધામાં દુખાવો અને સોજો આવવો, ઉઠતા બેસતા ગોઠણ માં દુઃખાવો, સાંધામાં ગાંઠ ની તકલીફ થવી.

યુરિક એસીડ ઓછું કરવા માટે ના ઘરેલું ઉપાય :

બે થી ત્રણ અખરોટ રોજ ખાવા અખરોટ ખાવા થી વધેલો યુરિક એસીડ ઓછો થવા લાગશે. એક ચમચી અશ્વગંધા પાવડર અને એક ચમચી મધ ભેળવીને એક ગ્લાસ હળવું ગરમ દૂધ સાથે પીઓ. ઉનાળામાં અશ્વગંધા ઓછા પ્રમાણમાં લો. એક ચમચી અળસી ના બીજ જમ્યા પછી અડધો કલાક પછી ચાવીને ખાવાથી રાહત મળે છે. હાઈ યુરિક એસીડ થવાથી શરીર માં ક્રિસ્ટલ જેવું બની જાય છે. અને શરીરના બીજા ભાગો માં પણ જમા થવા લાગે છે.

એક ચમચી બેકીંગ સોડા એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીઓ તેનાથી ક્રિસ્ટલ તૂટીને શરીરમાં ભળી જાય છે અને પેશાબના રસ્તે શરીર માંથી બહાર નીકળી જાય છે. આમળાનો રસ એલીવેરા જ્યુસમાં ભેળવીને પીવાથી ફાયદો થાયછે. યુરિક એસીડ વધી જવાથી જો ગાંઠો થઇ ગઈ છે તો બથુઆ ના પાંદડા નું જ્યુસ કાઢીને સવારે ખાલી પેટ પીવો અને ત્યાર પછી બે કલાક સુધી કંઈપણ ન ખાશો કે પીશો.

વિડીયો