આમ તો ભારતમાં એપ્સની કોઈ કમી નથી. પરંતુ અમુક સરકારી એપ્સ એવી પણ છે જે તમને ઘણી જ કામમાં આવી શકે છે. જેમાથી અમુક એપ્સ વિષે તમે માહિતગાર હશો, અને કદાચ અમુક એપ્સ વિષે તમને જાણકારી નહિ હોય. આ એપ્સ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જેથી ભારતના લોકોને વધુ સુવિધા મળી શકે. તો આવો જાણીએ આ વિશેષ એપ્સ વિષે.
કઈ કઈ છે એ સરકારી એપ્સ?
૧. Indian Police At Your Call App :
જયારે પણ તમે કોઈ તકલીફમાં હો, તે પછી દિવસ હોય કે રાત તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. આ એપમાં તમારા વર્તમાન લોકેશનના આધારે તમારા નજીકના પોલીસ સ્ટેશનની જાણકારી મળે છે. સાથે જ તેમાં નેવીગેશન ઓપ્શનનો ઉપયોગ કરીને તમે નેવિગેટ કરીને નજીકના પોલીસ સ્ટેશન પર પહોચી શકો છો. આ એપમાં ડીસ્ટ્રીકટ કંટ્રોલ રૂમની સાથે સાથે એસપીનો નંબર પણ પ્રાપ્ત કરી શકાય છે. આ એપની ખાસ વાત એ છે કે તમે આ એપના ઉપયોગ દરમિયાન કોલ પણ કરી શકો છો.
૨. ભીમ એપ :
આ એપનો ઉપયોગ કરીને તમે ક્યારે પણ કોઈને પણ પૈસા મોકલી શકો છો. આ એપ યુનીફાઈડ પેમેન્ટ સીસ્ટમ ઉપર આધારિત છે, જેથી તમે ક્યાંય પણ ટ્રાંઝેક્શન કરી શકો છો. આ સમયે આ એપ યુઝર્સ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતી એપ બની ગઈ છે. જેમાં તમે ઘણી સરળતાથી ટ્રાંઝેક્શન કરી શકો છો. તેમાં તમે માત્ર QR કોડ સ્કેન કરીને કે ફોન નંબર દ્વારા કોઈને પણ પૈસા મોકલી શકો છો.
૩. aaykar setu :
આ એપ ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે ટેક્સ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી શકો છો. આ એપમાં લાઈવ ચેટ દ્વારા ઘરે બેઠા ટેક્સ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ મેળવી શકો છો, તેની સાથે જ તમે આ એપમાં ટીડીએસ અને ઇન્કમ ટેક્સ પેમેન્ટ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો.
૪. gst rate finder app :
આ એપ સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ્સ એ બનાવી છે, જેની મદદથી તમે GST ને સરળતાથી સમજી શકો છો. આ એપ ને હમણાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ઉપર જ લોન્ચ કરવામાં આવી છે. તેને તમે પ્લે સ્ટોર દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ એપની મદદથી તમે તેને ઓફ લાઈન પણ ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા સેન્ટ્રલ GST, સ્ટેટ GST, યુનિયન ટીરીટ્રી GST ની જાણકારી મેળવી શકાય છે.
૫. umang app :
જો તમારે કોઈ પણ સરકારી વિભાગ સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવી છે, તો તમે આ એપની મદદ થી પ્રાપ્ત કરી શકો છો. આ એપને ‘મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એંડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ અને ‘નેશનલ ઈ ગવર્નસ ડીવીઝન’ એ મળીને તૈયાર કરી છે. આ એપમાં તમને ડીજીટલ ઇન્ડિયા સાથે જોડાયેલી ઘણી માહિતી પણ મળે છે. સાથે જ તેમાં ડીજી લોકર, આધાર અને PayGov જેવી સુવિધાઓ પણ મળે છે. તેને તમે પ્લે સ્ટોર દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
૬. mAadhaar એપ :
આ એપને ‘યુનિક આઈડેંટીફીકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા એ બનાવી છે. આ એપની મદદથી તમે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરને eKYC માટે દેખાડી શકો છો. UIDAI ના જણાવ્યા મુજબ તો યુઝર્સ પોતાની બાયોમેટ્રિક ઇન્ફોર્મેશનને લોક પણ કરી શકે છે. જેના માટે આ એપના થોડા સામાન્ય એવા સ્ટેપ આપવામાં આવ્યા છે. સાથે જ તમે QR કોડને સ્કેન કરીને આધારને શેર પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો. આ એપ માત્ર એન્ડ્રોઈડયુઝર્સ માટે જ છે. જેણે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
૭. MyGov એપ :
સરકારી સ્કીમ અને પ્લાન બનાવવા માટે તમે આ એપનો ઉપયોગ કરી સરકારને સહાયતા કરી શકો છો. આ એપ દ્વારા તમે તમારા વિચારો મૂકી શકો છો. આમ તો તે કોઈ સ્કીમ કે પ્લાન સાથે જોડાયેલા હોવા જોઈએ. સાથે જ તમે અહિયાં કોઈ સ્કીમ ઉપર ફીડબેક અને સલાહ પણ આપી શકો છો. જેનાથી તમે પણ સરકારની પોલીસી મેકિંગ સ્કીમનો ભાગ બની શકો છો.
૮. mKavach :
આ એપનો મુખ્ય હેતુ મોબાઈલમાં સ્પેમને બ્લોક કરવાનું છે. સાથે જ તમે ધારો તો સ્પેમ એસએમસ કે ઇનકમિંગ કોલને પણ બ્લોક કરી શકો છો. આ એપની ખાસ વાત એ છે કે તે એવા મેલવેયરથી પણ સ્માર્ટફોનને દુર રાખે છે. જેને તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
૯. mParivahan એપ :
આ એપ દ્વારા હવે તમારે તમારું ઓરિજિનલ ડ્રાઈવિંગ લાયસન્સ સાથે લઇને જવાની કોઈ જરૂર નથી. આ એપની મદદથી હવે તમે તમારા ડ્રાઈવિંગ લાયસન્સની ડીઝીટલ કોપી સ્ટોર કરી શકો છો. તેની સાથે જ તમે તમારી ગાડીનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ પણ સ્ટોર કરી શકો છો.
૧૦. startup india એપ :
આ એપ તે લોકો માટે ઘણી ફાયદાકારક છે જે પોતાનું સ્ટાર્ટ-અપ શરુ કરવા માંગે છે. એટલા માટે ખાસ કરીને આ એપ તે લોકો માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ દ્વારા લોકો વિકાસની દિશામાં પણ આગળ વધી શકે છે. તેની સાથે જ તમે સ્ટાર્ટ-અપ માટેની સરકારની નવી નવી યોજનાઓ અને વિકાસની માહિતી પણ મેળવી શકો છો.