શું તમે જાણો છો કે તમારા મોબાઇલના કૅમેરાથઈ ઇન્ફ્રારેડ લાઇટ પણ જોવા મળી શકે છે, જેને સામાન્ય આંખ નથી જોઈ શકતી. આ ઘણી કામની વસ્તુ છે. આપણા ઘરોમાં મળી આવતા ટીવી, એસી વગેરેના રીમોટ ઇન્ફ્રારેડ સિગ્નલ ઉપર કામ કરે છે.
રીમોટની આગળ એક નાનો એવો એલઇડી બલ્બ લાગેલો હોય છે, જેનાથી ઇન્ફ્રારેડ સિગ્નલ બહાર આવે છે. તેને મોબાઈલ કેમેરાથી જુવો અને રીમોટનું કોઈ પણ બટન દબાવો. વાયોલેટ કે સફેદ રંગનો પ્રકાશ તમને જોવા મળશે, જો કે તમારી સામાન્ય આંખોથી ક્યારેય નહિ દેખાય.
જો તમારા રીમોટની બેટરી ખલાસ થવા લાગે, તો તે પ્રકાશ તમને ક્ષીણ અથવા ચાલુ બંધ જેવી સ્થિતિમાં જોવા મળશે. જો બેટરી બિલકુલ ખલાસ થશે તો તે પ્રકાશ નહીં દેખાય. જો ક્યારેય તમારૂ રીમોટ કામ ન કરે તો તમે વિચારો છો, લાગે છે રીમોટ ખરાબ થઈ ગયું. આ ટ્રિકથી તમે જાણી શકો છો કે સામાન્ય રીતે તમારા રીમોટની બેટરી ખલાસ થઈ ગઈ છે.
મોબાઇલના કેમેરાથી સીક્રેટ કેમેરો પણ શોધી શકાય છે. જો તમે કોઈ એવા સ્થળ ઉપર છો, જ્યાં તમને સીક્રેટ કેમેરો હોવાની શંકા છે, તો આ કામ કરો. લાઇટ બંધ કરી દો અથવા અંધારું કરીને મોબાઇલના કેમેરાથી તે સ્થળની ચારે બાજુ નિરીક્ષણ કરો.
ઘણા સીક્રેટ કેમેરામાં ઇન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાનું રીઝલ્ટ મેળવવામાં આવે છે. આવાં કેમેરા જ્યાં પણ છૂપાયેલા હશે, ત્યાં મોબાઇલના કેમેરામાં સફેદ રંગના પ્રકાશ જેવું તમને દેખાશે. તે ઉપરાંત ઘણી બધી ફ્રી અને પેઇડ, સિક્રેટ કેમેરા ડિટેક્ટર એપ્લિકેશન પણ આવે છે, જેની મદદથી તમે છૂપાવેલા કેમેરા, સર્વેલન્સ કેમેરાને શોધી શકો છો.
માઇક્રોસ્કોપનું કામ લેવું – માઇક્રોસ્કોપ તરીકે ફોનના કેમેરનો ઉપયોગ કરો :
તમે મોબાઇલના કેમેરાના લેન્સ ઉપર આંગળી અથવા ડ્રોપરની મદદથી પાણીનું એક ટીપું નાખો. હવે સાવધાની પૂર્વક મોબાઇલ કેમેરાની નીચે કોઈ વસ્તુ મૂકીને પાસેથી તેનું નિરીક્ષણ કરો. તે ખૂબ મોટું દેખાશે અને વધુ ઝીણવટભર્યુ તમને જોવા મળશે.
પાણીનું એક ટીપું કોનવેક્સ લેન્સનું કામ કરવા લાગે છે. તેનાથી તમારા મોબાઇલનાં લેન્સમાં માઇક્રોસ્કોપિક ફૉકસ આવી જાય છે. ટીપું વધારે મોટું હશે તો મોબાઇલ ત્રાંસો કરવાથી તે વહી જશે એનું ધ્યાન રાખવું. લેન્સની બરોબર વચ્ચે રાખવામાં આવેલુ નાનું ટીપું પણ યોગ્ય કામ કરે છે.
ડોક્યુમેન્ટ સ્કેન કરવું – વિદેશી ભાષાનું ભાષાંતર કરવું :
મોબાઇલ કેમેરાને અનુવાદ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ગૂગલ એન્ડ્રાઇડ માર્કેટમાં કેમ સ્કેનર જેવા ઘણા ફ્રી સ્કેનર એપ્લિકેશન્સ આવે છે. તેની મદદથી તમે દસ્તાવેજો, ફોટાઓ, વિઝિટિંગ કાર્ડ, ઓળખપત્ર વગેરે વસ્તુઓને આરામથી સ્કેન કરી શકો છો, મનપસંદ ફોર્મેટ (પીડીએફ, જેપીજી, પીએનજી, વર્ડ ઈટીસી) માં એને સેવ કરી શકો છો. ઇમેઇલ પણ કરી શકો છો. થોડી આવી ફ્રી સ્કેન ડોક્યુમેન્ટ એડિટ પણ કરી શકો છો. ગૂગલ ગોગલ્સ એવી જ એક એપ છે.
ગૂગલ ગોગલ્સ એપ્લિકેશન એક રીતે આશ્ચર્યજનક પણ કરે છે. માની લો તમે વિદેશમાં કોઈ પણ એવી જગ્યા ઉપર છો, જ્યાંની ભાષા તમે વાંચી શકતા નથી. અને કોઈ સાઇનબોર્ડ અથવા સૂચના ઉપર લખેલા અક્ષરો તમારે વાંચવા છે. તો કોઈ ચિંતાની વાત નથી. બસ આ એપ્લિકેશન ખોલો, તે ટેક્સ્ટનો ફોટો પાડો, મનપસંદ ભાષા પસંદ કરો. તે સૂચનાઓનું ભાષાંતર તમારી મોબાઇલ સ્ક્રીન ઉપર આવી જશે. ગુગલ ટ્રાંસલેશન એપ્લિકેશન પણ એવી જ ફ્રી એપ્લિકેશન છે, જેનાથી અનુવાદનું કાર્ય કરી શકાય છે.