ઉત્તરાખંડના આ 5 પર્યટન સ્થળની આગળ ફેલ છે આખા યુરોપની સુંદરતા, ભારતમાં છે રિયલ સ્વિટઝરલેન્ડ.

ઉત્તરાખંડનું હરિયાળું સોંદર્ય, હિમાલય, તળાવ-ઝરણા અને તાલોને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. નૈનીતાલ હોય કે પછી મસુરી આ શહેર પ્રવાસીઓથી ભરેલા રહે છે. ઉત્તરાખંડની કુદરતી સુંદરતા વિષે કહેવામાં આવે છે કે તેની આગળ યુરોપની સુંદરતા પણ ફેઈલ છે. આવો તમને ઉત્તરાખંડના આ પાંચ ટુરીસ્ટ ડેસ્ટીનેશન્સનો પ્રવાસ કરાવીએ છીએ. જેને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.

ઓલી :-

ઓલીને ભારતનું મીની સ્વિઝરલેન્ડ કહેવામાં આવે છે. ભારતનું આ મીની સ્વીત્ઝરલૅન્ડ એટલું સુંદર છે કે વિદેશી સુધી અહિયાંના દ્રશ્યો જોવામાં થાકતા નથી. એ મીની સ્વીત્ઝરલૅન્ડ ઉત્તરાખંડના ચમોલીમાં આવેલું છે. અહિયાંનું સોંદર્ય અને પહાડ જોઈને તમને એ અહેસાસ થશે કે તમે ખરેખર સ્વીત્ઝરલૅન્ડમાં ફરી રહ્યા છો. દર વર્ષે કુદરતની આ સુંદર ભેંટને જોવા માટે આવનારા લોકોની ભીડમાં કોઈ ઘટાડો નથી થતો પરંતુ તે વધતો જ રહે છે. બરફ ઉપર સ્કીઈંગ નો આનંદ લેવા માટે દુનિયાભર માંથી પ્રવાસીઓ અહિયાં ખેંચાઈને આવે છે. ઓલીને ઠંડીની ઋતુમાં નહિ પરંતુ તેની સુંદરતાને જોવા પ્રવાસીઓની ભીડ બારે મહિના અહિયાં આવતી રહે છે. બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડો ઉપર સૂર્યોદયથી લઇને સુર્યાસ્તના દ્રશ્યો, અહિયાં જોવા લાયક રહે છે.

દેવપ્રયાગ :-

દેવપ્રયાગ દરિયા કાંઠાથી ૮૩૦ મીટરની ઉંચાઈ ઉપર છે. ઋષિકેશથી દેવપ્રયાગનું અંતર ૭૦ કી.મી. ના અંતરે છે. તે સુંદર સ્થળ અલકનંદા ભાગીરથી નદી ના સંગમ ઉપર વસેલું છે. કહેવામાં આવે છે કે દેવભૂમિ ઉત્તરાખંડના પંચ પ્રયાગો માંથી એક દેવપ્રયાગ છે. માન્યતા છે કે જયારે રાજા ભાગીરથને ગંગાને પૃથ્વી ઉપર ઉતારવા માટે મનાવ્યા તો તેની સાથે જ ૩૩ કરોડ દેવી દેવતા પણ ગંગા સાથે સ્વર્ગ માંથી દેવપ્રયાગમાં ઉતર્યા હતા. એ હતું તે સ્થળ જ્યાં ભાગીરથી અને અલક નંદા નદીનો સંગમ થાય છે. દવપ્રયાગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તે ઘણું રમણીય સ્થળ છે. જ્યાંની સુંદરતા અને શાંત વાતાવરણ શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને શાંતિ આપે છે.

તપોવન :-

તપોવન ગંગોત્રી હિમનદથી ૬ કી.મી. ના અંતરે છે. અહિયાંના અદ્દભુત દ્રશ્યો પ્રવાસીઓના દિલ જીતી લે છે. તપોવનથી દુર દુર ફેલાયેલા હિમાલયના શિખરો દેખાય છે. તપોવનને જ નંદનવન પણ કહે છે. અહિયાં પર્વતારોહણ મતે કેપીંગ કરવામાં આવે છે. ગોમુખ ટ્રેકિંગ પાસે જ તપોવન છે. જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ટ્રેકિંગ માટે ઉમટે છે. નંદનવન માથી શિવલિંગ ભાગીરથી, કેદાર દોમ, થલય સાગર અને સુદર્શન જેવા શિખરોના સુદંર દ્રશ્યો દેખાય છે. પ્રવાસીઓ અહિયાં સતોપંત, ખર્ચાકુંડ, કાલિંદી કલ, મેરુ અને કેદારડોમ ઉપર ટ્રેકિંગ અને કેપીંગ કરે છે. ટ્રેકિંગ ઉપરાંત પ્રવાસીઓ પર્વતો ઉપર ચડાણ અને રોક કલાઈમ્બીંગ પણ કરે છે. અહિયાંની હરિયાળીથી ભરેલા ચીડ અને દેવદારના વૃક્ષો પ્રવાસીઓને ઘણા લલચાવે છે.

ફૂલોની ઘાટી :-

શું તમે ઉત્તરાખંડમાં આવેલી ફૂલોની ઘાટી વિષે સાંભળ્યું છે. અહિયાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને તેની સુંદરતાનો આનંદ ઉપાડે છે. આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. જો કે ગઢવાલ વિસ્તારના ચમોલી જીલ્લામાં આવેલું છે. તેને વિશ્વનું સુંદર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ફૂલોની ઘાટી ૮૭.૫૦ કી.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. તેને યુનેસ્કો એ ૧૯૮૨ માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યું હતું. હિમાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલી આ ઘાટી ઘણી સુદંર છે. અહિયાં તમને ફૂલોની ૫૦૦ થી વધુ જાતિઓ જોવા મળી જશે. આ વિસ્તાર બાગાયત નિષ્ણાંત અને ફૂલ પ્રેમીઓ માટે ઘણું ફેમસ છે.

મુક્તેશ્વર :-

નૈનીતાલથી લગભગ ૪૬ કી.મી.ના અંતરે આવેલા મુક્તેશ્વર ધામ ઉપર દર વર્ષે શીયાળામાં પ્રવાસીઓ અહિયાંની સુંદર સોંદર્યને જોવા આવે છે. ૧૬ ડિસેમ્બરના રોજ અહિયાં વર્ષનો પહેલો બરફનો વરસાદ જોવા મળે ત્યાર પછી ત્યાં ફરવા જવા વાળા લોકોની ખુશી બમણી થઇ ગઈ હતી. આ બરફ વર્ષા પછી અહિયાંના વેપારીઓની આશા પહેલાથી ઘણી વધી ગઈ છે. ખાસ કરીને બરફ વર્ષાનો આનંદ ઉઠાવવા લોકો ત્યાં મોટી સંખ્યામાં આવે છે. જેથી તેમની હોટલ અને ખાવાના ધંધામાં ફાયદો થાય છે.