ઉઠક બેઠકની સજા :
ભારતમાં ગુરુકુળના જમાનાથી આજ સુધી નિશાળમાં બાળકોને ઉઠક બેઠકની સજા આપવાની પરંપરા ચાલી આવતી હતી. બન્ને હાથને એક બીજા સાથે ક્રોસ કરીને ડાબા હાથથી જમણા કાન અને જમણા હાથથી ડાબા કાનને પકડીને ઉઠવા બેસવાનું હોય છે. જે બાળકને આ સજા મળે છે તે શરમાઈ જતા હતા. પરંતુ હાલમાં થયેલા રીસર્ચ દ્વારા જાણવા મળ્યું કે આ કસરતના ફાયદા ગજબના છે. ઉઠક બેઠક ઈંગ્લીશમાં Sit-ups Punishment કહેવામાં આવે છે.
કાન પકડીને ઉઠક બેઠક કરવું એ પ્રાચીન યોગ છે, જો કે મગજ માટે ઘણું ફાયદાકારક છે. આપણી ભારતીય સ્કૂલોમાં આ સજા હંમેશા અભ્યાસમાં નબળા બાળકોને આપવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળમાં એવું ન હતું, તે સમયે ગુરુકુળોમાં બધાને આ યોગ કરાવવામાં આવતો હતો. હવે વિદેશોમાં આ યોગ Super Brain Yoga ના નામથી પ્રસિદ્ધ થઇ રહ્યો છે.
આપણા ભારતીયોનું તો એવું છે કે જયારે કોઈ એ ન કહે : વેજ્ઞાનિક રીસર્ચમાં જાણવા મળ્યું છે. વિદેશોમાં તેની પેટેન્ટ કરવા માંગે છે. ફોરેન સાઈંટીસ્ટ એ કહ્યું વગેરે, આપણે કોઈ વાતના વિશ્વાસ જ નથી કરતા.
ઉઠક બેઠકના ફાયદા :-
આ યોગ કરતી વખતે ધ્યાન આપો કે કાનના ઉપરના ભાગને નહિ પરંતુ નીચેના ભાગ એટલે કે કાનની બુટ (Earlobe) ને પકડવામાં આવે છે. કાનના આ ભાગમાં ખાસ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે, જે દબાવવાથી મગજની ખાસ તંત્રીકાઓમાં સક્રિયતા વધે છે, મગજની કાર્યક્ષમતા વધે છે.
આ પોસ્ટરમાં ઉઠક બેઠકથી મગજના મેમરી સેલ્સમાં ઝડપથી લોહીનો પ્રવાહ થાય છે. મગજની ડાબી અને જમણા ભાગની કાર્યપ્રણાલીમાં સામંજસ્ય સ્થાપિત થાય છે. જેનાથી મન શાંત અને સ્થિર થાય છે. પરિણામે યાદશક્તિ તેજ થાય છે અને મગજ શાર્પ થાય છે.
ઉઠક બેઠક યોગ કરવાથી Autism, Asperger’s syndrome જેવી મગજની બીમારીઓ, શીખવા અને વર્તન સંબંધિત રોગમાં પણ ફાયદો થાય છે. એ ફાયદાને કારણે ભણવામાં નબળા અને તોફાની બાળકોને આ યોગ કરાવવામાં આવતો હતો, પરંતુ તેને કોઈ પણ કરે લાભ જ મળશે.
ઉઠક બેઠક કેવી રીતે કરવી? :
સામે જોઈને સીધા ઉભા રહો, બન્ને પગ ખંભાની પહોળાઈ જેટલા અંતર ઉપર હોય અને પંજા સીધા હોય.
હવે છાતીની સામેથી બન્ને હાથોને ક્રોસ કરીને ડાબા હાથથી જમણા હાથના નીચેના ભાગ અને જમણા હાથથી ડાબા કાનના નીચેનો ભાગ પકડો.
કાનની બુટને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે પકડો. અંગુઠા ઉપર તરફ રહે અને આંગળી પાછળ જાય. હાથ છાતી ઉપર હોય, જેમાં જમણો હાથ ઉપર આવે.
સામે જોતા ધીમે ધીમે બેસવાનું શરુ કરો. આરામથી જેટલું વળી શકો વળો, પછી ધીમે ધીમે ઉભા થઇ જાવ. બેસતી વખતે શ્વાસ છોડો અને ઉઠતી વખતે શ્વાસ લો. એક વખતમાં ૧ થી ૩ મિનીટ સુધી આ કરો.
ઉઠક બેઠકના ફાયદા તરત પછી તમે અનુભવ કરશો કે મગજ ફ્રેશ થાય છે અને ફ્રેશ એનર્જીનો અનુભવ થાય છે. આ યોગ કરવાથી તરત ફાયદા તો મળે છે, પરંતુ લગભગ ૩ અઠવાડિયા સુધી કરવાથી જ મોટો ફેરફારનો અનુભવ થશે. ઉઠક બેઠક કરતી વખતે જીભને તાળું મારીને રાખશો એટકે કે બોલવું નહિ અને મોં બિલકુલ બંધ રાખીને નાક વડે જ શ્વાસ લેવો, વધુ લાભ મળશે.
વીડિઓ જુઓ :