ભારતમાં ગુરુકુળના સમય થી આજ સુધી સ્કુલ, વિદ્યાલયોમાં બાળકોને ઉઠક બેઠક ની સજા આપવાની પરંપરા ચાલી આવી રહી છે. બન્ને હાથને વાળીને બાંધેલા હાથથી જમણા હાથથી ડાબા કાનને પકડીને ઉઠવું બેસવું પડતું હતું. જે બાળકને આ સજા મળતી તે તો શરમજનક થઇ જતો હતો. પણ હાલમાં થયેલ સંશોધન થી જાણવા મળ્યું છે કે આ કસરતના ફાયદા અનેરા હોય છે.
કાન પકડીને ઉઠક બેઠક કરવું તે પ્રાચીન યોગ છે, જેથી મગજ માટે ખુબ ફાયદાકારક છે. આપણી ભારતીય સ્કુલોમાં આ સજા હમેશા અભ્યાસમાં નબળા બાળકોને આપવામાં આવે છે, પણ પ્રાચીન સમયમાં આવું ન હતુ. તે સમયે ગુરુકુળમાં બધાને આ યોગ કરાવવામાં આવતો હતો. હવે વિદેશોમાં આ યોગ Super Brain Yoga ના નામથી પ્રચલિત થઇ રહ્યો છે.
આપણે ભારતીયોને તો એવું છે કે જયારે કોઈ એ ન બોલે – વેજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળેલ છે ત્યાંસુધી માને નઈ.. વિદેશી તેની પેટંટ કરવા માંગે છે. ફોરેન સાયન્ટીસ્ટએ જણાવ્યું કે, અમે કોઈ વાત ઉપર વિશ્વાસ જ નથી કરતા.
ઉઠક બેઠકના ફાયદા
આ યોગ કરતા સમયે ધ્યાન રાખવું કે ઉપરના ભાગને નહિ પણ નીચેના ભાગ (Earlobe) ને પકડવામાં આવે છે. કાનના આ ભાગમાં મહત્વના એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે, જે દબાવવાથી મગજની મુખ્ય તંત્રીકાઓમાં સક્રિયતા વધે છે, મસ્તિકની કાર્યક્ષમતા વધે છે.
આ પદ્ધતિમાં ઉઠવા બેસવાથી મસ્તિકની મેમરી સેલ્સમાં ઝડપથી લોહીનો પ્રવાહ થાય છે. મગજની ડાબી અને જમણા ભાગની કાર્યપદ્ધતિમાં સક્ષમતા ઉભી થાય છે, જેના લીધે મન શાંત અને કેન્દ્રિત થાય છે. તેના લીધે યાદશક્તિ તેજ બને છે અને માઈન્ડ શાર્પ થાય છે.
આ યોગ કરવાથી Autsm Asperger’s syndrome જેવી મગજની બીમારીઓ, શીખવા અને વ્યવહારિક ને લગતા રોગોમાં પણ ફાયદો થાય છે. આ ફાયદાને લીધે જ ઉંમરમાં નબળા અને તોફાની બાળકોને આ યોગ કરાવવામાં આવતો હતો, પણ તે કોઈપણ કરે તેનાથી ફાયદો જ થશે.
ઉઠક બેઠક કેવી રીતે કરવી :
સામે જોઇને સીધા ઉભા રહો, નીચેની જમીનની સમાંતર હોય. બન્ને ખંભાની પહોળાઈ જેટલા અંતરે હોય પંજા સીધા હોય.
હવે છાતીની સામે થી બન્ને હાથને વાળીને વાંકા કરતા ડાબા હાથથી જમણા કાનના નીચેના ભાગે અને જમણા હાથથી ડાબા કાનની નીચેનો ભાગ પકડો. કાન વધુ બળપૂર્વક ન દબાવશો કે એકદમ લાલ જ થઇ જાય તે એકદમ હળવેથી સામાન્ય દબાણ આપીને પકડો.
કાનના છેડાને અંગુઠો અને પહેલી આંગળી ની વચ્ચે પકડો. અંગુઠો ઉપરની તરફ હોય અને આંગળી પાછળ જાય. હાથ છાતી ઉપર રહે, જેના લીધે જમાનો હાથ ઉપર આવે.
સામે જોતા રહી ધીમે ધીમે બેસવાનું શરુ કરો. આરામથી જેટલું વળી શકાય વળો, પછી ધીમે ધીમે ઉભા થાવ, બેઠક કરતી વખતે શ્વાસ છોડો અને ઉઠક લગાવતી વખતે શ્વાસ લો. એક વખતમાં ૧ થી ૩ મિનીટ સુધી આ કરો.
ઉઠક બેઠકની તરત જ પછી તમે અનુભવ કરશો કે મગજ શાંત થાય છે અને નવી શક્તિ નો અનુભવ થાય છે. આ યોગ કરવાથી તરત ફાયદો તો મળે છે, પણ લગભગ ૩ અઠવાડિયા સુધી કરવાથી જ મોટો ફેરફાર અનુભવી શકાય છે. આ યોગ કરતી વખતે જીભને ટાળવા સાથે અડાડીને રાખો, વધુ ફાયદો થશે.