22 નવેમ્બરે ઉત્પત્તિ એકાદશી પર કરી લો આ ઉપાય, દૂર થઈ જશે ગરીબી, શ્રીહરિ થઈ જશે પ્રસન્ન

આમ તો હિંદુ ધર્મમાં ઘણા બધા તહેવાર આવે છે અને તમામ તહેવારનું પોત પોતાનું અલગ મહત્વ માનવામાં આવ્યું છે. એમાંથી એક છે ઉત્પત્તિ એકાદશી. એવું કહેવામાં આવે છે કે જો આ દિવસ વિધિ વિધાન પૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે, તો તેનાથી વ્યક્તિને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને જીવન આંનદથી પસાર થાય છે. આ વર્ષે ઉત્પત્તિ અગિયારસ ૨૨ નવેમ્બરના રોજ આવી રહી છે.

આ દિવસે ભગવાન શ્રી હરી અને ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જો વ્યક્તિ પોતાના સાચા મનથી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરે છે, તો તેના જીવનના તમામ પાપોનો નાશ થાય છે. હિંદુ ધર્મમાં અગિયારસનું ઘણું મોટું મહત્વ માનવામાં આવે છે. દર મહિનામાં બે વખત અગિયારસનું વ્રત આવે છે. માન્યતા મુજબ અગિયારસનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. કારતક મહિનામાં વદ પક્ષમાં આવનારી અગિયારસનું ઘણું મહત્વ માનવામાં આવે છે. તેને ઉત્પત્તિ અગિયારસ કહેવામાં આવે છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી ઉત્પત્તિ અગિયારસ ઉપર કરવામાં આવતા થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ. જો તમે આ ઉપાયો કરો છો, તો તમારા જીવનના ઘણા કષ્ટો દુર થશે અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

આવો જાણીએ ઉત્પત્તિ અગિયારસ ઉપર કયા ઉપાય કરવા?

દરેક વ્યક્તિએ ઉત્પત્તિ અગિયારસના દિવસે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જઈને પીળારંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.

ભગવાન વિષ્ણુજીને તુલસી ખુબ પસંદ છે. એટલા માટે તમે અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાંદડાવાળી કેસરની ખીરનો ભોગ જરૂર ચડાવો.

જો તમે તમારા જીવનની તકલીફોને જલ્દી દુર કરવા માગો છો, તો તેના માટે તમે ઉત્પત્તિ અગિયારસની સવારે પીપળાના ઝાડની પૂજા કરો અને પીપળાના ઝાડમાં કાચું દૂધ અર્પણ કરો. તેની સાથે જ તમે ઘી નો દીવડો પ્રગટાવીને તમારા ઘરે પાછા આવી જાવ.

જો તમે ઉત્પત્તિ અગિયારસના દિવસે પીળા કપડા, પીળી ખાવા પીવાની વસ્તુ દાન કરો છો, તો તે શુભ માનવામાં આવે છે.

આ અગિયારસના દિવસે જો તમે પરણિત મહિલાને તમારા ઘરમાં ભોજનનું આમંત્રણ આપો છો, અને તેને ફળાહાર કરાવ્યા પછી સુહાગની સામગ્રી દાન કરો છો, તો તેનું શુભ ફળ મળે છે.

જો તમે ઉત્પત્તિ અગિયારસના દિવસે તુલસીની પૂજા કરો છો, તો તેનાથી તમને શુભ પરિણામ મળે છે. તમે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રના જાપ કરો.

આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના કરવી શુભ માનવામાં આવે છે. તમે આ દિવસે ભગવાન વિષ્ણુજીની ઉપાસના કરીને થોડા સરળ એવા ઉપાય કરીને તમારા જીવનના તમામ દુઃખ અને તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. જો તમે ઉપર જણાવેલા ઉપાયો કરો છો, તો તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે, અને ધન સાથે સંબંધિત તકલીફોની સાથે સાથે જીવનની ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન થઇ શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.