ઉત્તરાખંડના ચમોલીમાં ફાટ્યું ગ્લેશિયર, ફસાયેલા લોકોની મદદ માટે મોકલવામાં આવી ટીમ, જાણો વધુ વિગત

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ઋષિ ગંગા અને તપોવન હાઈડ્રો પ્રોજ્ક્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત, ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈનીમાં રવિવારે સવારે ગ્લેશિયર ફાટી ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે, ગ્લેશિયર ફાટવાથી ધૌલી નદીમાં પૂર આવી ગયું છે. આથી ચમોલીથી હરિદ્વાર સુધીના વિસ્તાર પર સંકટ વધી ગયું છે. સૂચના મળતા જ પ્રશાસનની ટીમ ત્યાં જવા માટે રવાના થઈ ગઈ છે.

ચમોલી જિલ્લામાં નદી કિનારાની વસ્તીઓને પોલીસ લાઇડસ્પીકરની મદદથી અલર્ટ કરી રહી છે. કર્ણપ્રાયગમાં અકલનંદા નદીના કિનારે વસેલા લોકો મકાન ખાલી કરવામાં લાગેલા છે. ઋષિ ગંગા અને તપોવન હાઈડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયા છે.

મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે જણાવ્યું કે, જો તમે પ્રભાવીત ક્ષેત્રમાં ફસાયા છો, તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂરત છે, તો કૃપા કરીને આપદા પરિચાલન કેન્દ્ર નંબર 1070 કે 95574 44486 પર સંપર્ક કરો. કૃપા કરીને ઘટના વિષે જૂના વિડિયો દ્વારા અફવાઓ ન ફેલાવો.

ઉપરી જીલાધિકારી ટિહરી શિવ ચરણ દ્વિવેદીએ જણાવ્યું કે, ધૌલી નદીમાં પૂર આવવાની સૂચના મળ્યા પછી જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ હરિદ્વાર જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કરી દીધું છે. દરેક પોલીસ સ્ટેશન અને નદી કિનારે રહેતી વસ્તીને પણ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઋષિકેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નદીમાંથી બોટ સંચાલન અને રાફ્ટિંગ સંચાલકોને તરત હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમજ શ્રીનગર જળ વિદ્યુત પરિયોજનાને સરોવરનું પાણી ઓછું કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેથી અલકનંદાનું પાણીનું સ્તર વધવા પર વધારાનું પાણી છોડવામાં સમસ્યા ઉભી ન થાય. ચમોલીના પોલીસ અધિક્ષક યશવંત સિહ ચૌહાણે જણાવ્યું કે, ઘણું નુક્શાન થયું હોવાની સૂચના આવી રહી છે. પરતું હમણાં સ્થિતિ સ્પષ્ટ નથી. ટીમ ત્યાં જઈ રહી છે, ત્યારબાદ જ નુક્શાનની સ્થિતિ સ્પષ્ટ થશે.

તપોવન બૈરાજ સંપૂર્ણ રીતે ધ્વસ્ત : જણાવવામાં આવી રહ્યું છે કે, ગ્લેશિયર ફાટ્યા પછી ડેમ ક્ષતિગ્રસ્ત થયો છે. જેથી નદીઓમાં પૂર આવ્યું છે. તપોવન બૈરાજ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો છે. શ્રીનગરમાં નદી કિનારેની વસ્તીઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરવામાં આવી છે. તેમજ નદીમાં કામ કરી રહેલા મજૂરોને પણ હટાવવામાં આવી રહ્યા છે.

પૂર પછી હવે ધૌલી નદીનું જળ સ્તર સંપૂર્ણ રીત રોકાયેલું છે. સ્ટેટ કંટ્રોલ રૂમ અનુસાર, ગઢવાલની નદીઓમાં પાણી મોટી માત્રામાં વધ્યું છે. ઘણા લોકો ગુમ થયેલા જણાવવામાં આવી રહ્યા છે.

પરિસ્થિતિ વિષે જાણવા ચમોલી ગયા સીએમ : મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે સચિવ આપદા પ્રબંધન અને ચમોલીના ડીએમ પાસેથી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી. મુખ્યમંત્રી સતત સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, આ સંબંધિત દરેક જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, ગંગા નદીના કિનારે ન જાય. સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત ઘટનાસ્થળના નિરક્ષણ માટે નીકળી ગયા છે. ચમીલો જિલ્લાના દરેક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમજ, ટોચના અધિકારીઓની બેઠક બોલાવી શકાય છે.

આ માહિતી અમર ઉજાલા ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે. આ આર્ટીકલ જ્યારે લખવામાં આવ્યો છે તે જ સમયની જાણકારી આવામાં આવી છે