ગુરુત્વાકર્ષણ બળ ના લીધે વાદળ નીચે કેમ નથી પડતા? જાણો ૧૭ ખુબ જ રસપ્રદ હકીકત

વાદળ, આકાશ ની સુંદરતામાં ખુબ જ વધારો કરે છે. કેટલીક વાર તો વાદળમાં વિચિત્ર પ્રકારની આકૃતિ પણ દેખાવા લાગે છે. આજે અમે તમને વાદળ બનવાથી માંડીને, વાદળનાં ચાલવા, ઉડવા, ફાટવા સુધી બધું જણાવી દઈશું.

૧. વાદળ બનવામાં થોડી મીનીટો થી લઈને થોડા કલાકો સુધી થઇ શકે છે. તે લાંબા અને પહોળા કોઈ પણ આકારના હોઈ શકે છે.

૨. વાદળ પાણીના નાના-નાના ટીપાં અને બરફ ના ક્રિસ્ટલ મળીને બનેલા હોય છે. વાદળમાં જે પાણી હોય છે તે દરિયા, નદીઓ અને તળાવો માંથી આવે છે. આ પાણી સૂર્યના કિરણો થી ગરમ થઇ ને ઉપર જાય છે, ઉપર આકાશ માં હવા ઠંડી હોય છે ત્યાં આ પાણી નાં નાના-નાના ટીપાં બની જાય છે. આ પાણીના ટીપાં હવામાં રહેલા ધૂળના નાના-નાના કણ સાથે ચોંટી જાય છે અને તે રીતે અબજો ટીપાં ચોંટીને એક વાદળ નું નિર્માણ કરે છે. જ્યારે આ ટીપાનું વજન વધી જાય છે ત્યારે તે આકાશ માંથી પડવા લાગે છે.

૩. એવું નથી કે વાદળ માં વજન હોતું નથી, એક વાદળનું વજન લગભગ ૫ લાખ કિલો એટલે કે એક વિમાન અથવા ૧૦૦ હાથીઓ જેટલું હોય છે. તે ૧-૧.૫ કિલોમીટર લાંબુ-પહોળું હોઈ શકે છે.

૪. વાદળ સુર્યપ્રકાશ ને રીફ્લેકટ કરે છે એટલે સફેદ દેખાય છે.

૫. ધુમ્મસ પણ એક પ્રકારનું વાદળ જ છે અને તે જમીન ની ખુબ નજીક હોય છે. ધુમ્મસ માં ચાલવું.. વાદળમાં ચાલવા જેવું જ છે.

૬. વાદળ ૧૪૬ ફૂટ પ્રતિ સેકન્ડ ની સ્પીડ થી દોડી શકે છે એટલે કે એક વાદળને દિલ્હી થી મુંબઈ પહોચતા ૯ કલાક લાગશે.

૭. વાદળ મુખ્યત્વે ૩ પ્રકારના હોય છે: Cumulus cloud (૩૩૦૦ ft. સુધી), Stratus cloud (૬૦૦૦ ft. સુધી) અને Cirrus cloud (૧૬૫૦૦ ft. સુધી) હોય છે.

૮. જે પણ ગ્રહ પર વાતાવરણ છે ત્યાં વાદળ છે.. પરંતુ પાણી નથી. શુક્ર ગ્રહ પર sulphur oxide નાં અને તમને જાણીને આશ્ચર્ય થશે કે શનિ અને ગુરુ ગ્રહ પર એમોનીયા ના વાદળ છે.

૯. વિમાન (ફ્લાઈટ) નું લેટ કે રદ થવું ‘Cumulonimbus’ વાદળના લીધે થાય છે. તે વીજળી કડકાવવાથી લઈને… તોફાન, કરાં અને ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ લાવવા માટે સક્ષમ છે એટલા માટે વિમાન મોડું થાય છે.

૧૦. નક્ષત્રમંડળ વાદળ (Noctilucent Clouds) ૭૫ થી ૮૫ Km ની ઉંચાઈ પર હોય છે. તે એટલા ઊંચા છે કે રાત્રે પણ સૂર્યપ્રકાશને રિફલેક્ટ કરતા રહે છે.

૧૧. ઈરાન માં વાદળને ભાગ્યશાળી માનવામાં આવે છે. અહિયાં કોઈને આશીર્વાદ આપતી વખતે ‘Your sky is always filled with clouds’ કહેવામાં આવે છે.

૧૨. દુનિયામાં સૌથી વધારે વાદળોથી ઘેરાયેલો પ્રદેશ એન્ટાર્કટિક હિન્દ મહાસાગર નો સાઉથ આફ્રિકા પ્રિન્સ આઈસલેન્ડ છે. અહિયાં વર્ષના ૮૭૬૦ કલાકો માંથી ફક્ત ૮૦૦ કલાક જ તાપ નીકળે છે.

૧૩. વાદળ ગ્રે કલરના કેમ થઇ જાય છે?: જ્યારે અબજો પાણીના ટીપાં ની સાથે વાદળ ખુબ મોટા થઇ જાય છે ત્યારે સુર્યપ્રકાશ તેમાં ચમક લાવી શકતો નથી અને તે ગ્રે કલરના દેખાવા લાગે છે. વાદળ ગ્રે કલરના થાય ત્યારે આપણે સમજી જવું જોઈએ કે વરસાદ આવવાનો છે.

૧૪. ગુરુત્વાકર્ષણ બળ ના લીધે વાદળ નીચે કેમ નથી પડતા? વાદળ ખુબ નાના-નાના એટલે કે ૧ માઈક્રોન સાઈઝ જેટલા ટીપાં મળીને બન્યા હોય છે. ટીપાં એટલા હલ્કા હોવાથી gravity ને સરખી રીતે રીસ્પોન્ડ કરતા નથી અને આ વાત આખા વાદળને પણ લાગુ પડે છે.

૧૫. આકાશમાં વાદળ ચાલે છે કે પછી પૃથ્વી ફરી રહી છે?: વાદળ ચાલે છે અને તેમના ચાલવાનું કારણ હવા છે. ધરતી હમેશા એક જ દિશામાં ફરે છે પરંતુ વાદળ નહી. જો વાદળ ના ચાલતા હોત તો તે પણ પૃથ્વી ની જેમ એક જ દિશામાં ફરેત. પરંતુ હાં, પૃથ્વીનું ફરવું વાદળના ચાલવાને થોડી ઘણી અસર જરૂર કરે છે.

૧૬. પરમાણું બોમ્બ ફાટવાથી મશરૂમ ના આકારના વાદળ કેમ બને છે?:

પરમાણું બોમ્બ ફાટવાથી ખુબ વધુ પ્રમાણ માં હીટ ઉત્પન્ન થાય છે અને આ હીટ તેની આસપાસ ની હવા ને ગરમ કરી દે છે. ગરમ હવા નું ઘનત્વ ઓછુ હોય છે. તે ગરમ હવા ઝડપથી ઉપરની બાજુ જવા લાગે છે અને પોતાની પાછળ ટ્યુબ આકારની જગ્યા મુકતી જાય છે. તે એટલી ઉપર જાય છે જ્યાં હવા નું ઘનત્વ તેના જેટલું હોય.. પછી તે ચારે બાજુ ફેલાવા લાગે છે અને ઉપરની હવા ગરમ હવાને નીચેની તરફ પ્રેશર કરે છે..જેથી તે ફ્લેટર થઈને એક મશરૂમ જેવું બની જાય છે.

૧૭. વાદળ કેમ ફાટે છે?: જે જગ્યાએ ૧૦૦mm એટલે કે ૪ ઇંચ થી વધુ વરસાદ થઇ જાય તેને વાદળ ફાટ્યું તેમ કહે છે. વાદળ ફાટવાથી સૌથી વધુ પુર ૮ January ૧૯૬૬ માં ગંગા ડેલ્ટા માં આવી હતી. તેનો થોડો ભાગ ભારત અને થોડો બાંગ્લાદેશ માં છે. અહી ૨૩૨૯ mm વરસાદ થયો હતો. ૧ July, ૨૦૧૬ માં ઉત્તરાખંડ માં વાદળ ફાટવાથી ૧૩૭૨ mm વરસાદ થયો હતો. જ્યારે ગરમ હવા ના લીધે ટીપાં નીચેના બદલે ઉપર જવા લાગે છે અને જયારે તે ખુબ મોટા થઇ જાય છે તે પછી વાદળ ફાટવાથી વધુ શક્યતા રહે છે. મોટેભાગે વાદળ જમીન થી ૧૪૦૦૦ ફૂટ ની ઉંચાઈ પર અને પહાડો સાથે ભટકાવાના લીધે ફાટે છે.