વધારે વજન પર ટ્રોલ થઈ રહેલી નેહા ધૂપિયાએ આપ્યો વળતો જવાબ, કહ્યું – હું હમણાં જ માં બની છું અને સમાજ…

માં શબ્દ આગળ દરેક શબ્દ નાના થઇ જાય છે. આ વાત એકદમ સાચી છે કે માં ના ચરણોમાં દુનિયા હોય છે અને માં અને બાળકનો સંબંધ સૌથી ગાઢ હોય છે. એક માં પોતાના બાળકના મનની વાત વગર કહે જ સમજી જાય છે. તે પોતાના બાળક માટે દુનિયા સામે લડી લે છે. એક છોકરી માટે માં બનવાનું સુખ સૌથી મોટું સુખ હોય છે. એક છોકરી ખરેખર પૂર્ણ ત્યારે ગણવામાં આવે છે. જયારે તે માં બને છે, લગ્ન પછી છોકરીના વ્યક્તિત્વમાં જ નહિ પરંતુ તેના શરીરમાં પણ ધણા ફેરફાર આવે છે. તમે હંમેશા જોયું હશે કે પાતળી દુબળી છોકરીઓ લગ્ન પછી અચાનક જાડી થવા લાગે છે. તેના શરીરમાં ફેરફાર આવવા લાગે છે. સામાન્ય છોકરીઓની જેમ આ ફેરફાર ઘણી બોલીવુડ હિરોઈનોમાં પણ જોવા મળે છે. માં બન્યા પછી વજન વધવું સ્વભાવિક છે અને એવુ જ કાંઈક થાય છે બોલીવુડ અભિનેત્રીઓ સાથે.

હાલ માં જ અભિનેત્રી નેહા ધૂપિયા એ એક વ્હાલી એવી દીકરીને જન્મ આપ્યો છે. સ્વભાવિક છે બાળકને જન્મ આપ્યા પછી કોઈ પણ મહિલાનું વજન વધી જાય છે, પરંતુ અમુક લોકો બોલીવુડ અભિનેત્રીઓને જાડી નથી જોઈ શકતા. તે ભૂલી જાય છે કે અભિનેત્રીઓ હોવા સાથે સાથે તે એક મહિલા પણ છે. તે ભૂલી જાય છે કે બાળકને જન્મ આપ્યા પછી જે સામાન્ય મહિલાઓ સાથે થાય છે તે આ અભિનેત્રીઓ સાથે પણ થઇ શકે છે. ક્યારે ક્યારે તો ટ્રોલર્સ તે અભિનેત્રીઓને કારણ વગર ટ્રોલ કરવા લાગે છે અને એવું જ કાંઈક થયું છે બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે. હાલમાં જ અમુક લોકો એ નેહાને તેના વધતા વજન માટે ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે ત્યાર પછી આખું બોલીવુડ એક થઇને નેહાના સપોર્ટમાં ઉતરી આવ્યું છે,

અભિનેત્રી નેહા ધૂપિયા એ એક સમાચાર પત્રમાં છપાયેલા એક આર્ટીકલ ઉપર નારાજગી દર્શાવી છે. એક પબ્લીકેશનના ફેટશેમીંગ કરતા પ્રેગનેન્સી પછી તેમના વધેલા વજન ઉપર આર્ટીકલ પબ્લીસ કર્યો હતો, જેની ઉપર નેહા એ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ ઇનસ્ટાગ્રામ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેની નીચે તેમણે કેપ્શન આપ્યું છે કે, મારે આ બાબત ઉપર કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી અને ન તો તેની પરવા કરું છું,

પરંતુ ફેટશેમીંગ જેવી મોટી સમસ્યાને લઈને કહેવા માગું છું કે આવા પ્રકારના આર્ટીકલ ન માત્ર સેલેબ્સ પરંતુ તે મહિલાઓ પણ પ્રભાવિત થાય છે. જે તેની સામે ઝઝૂમી રહી છે. એટલા માટે તેને રોકવાની જરૂર છે. હું હમણાં હમણાં માં બની છું અને આ કારણે હું મારી દીકરી માટે ફીટ, હેલ્દી અને ઉર્જાથી ભરપુર રહેવા લાગુ છું. તેના માટે હું રોજ કસરત કરતી રહું છું અને ક્યારે ક્યારે દિવસ માં બે વખત કેમ કે ફીટનેશ મારી પ્રાયોરીટી છે. લુક્સને લઇને સમાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રણાલી મને ફીટ થવાનો મને કોઈ શોખ નથી. આશા રાખું છું કે ભવિષ્યમાં લોકો આવા પ્રકારની કોમેન્ટથી દુર રહેશે.

બોલીવુડ કલાકારો પણ આવ્યા સપોર્ટમાં :-

નેહા વિરુદ્ધ છપાયેલા આ આર્ટીકલનો વિરોધ તેના પતિ અંગદ બેદી એ પણ કહ્યું છે. તે ઉપરાંત કરણ જોહર, સોનમ કપૂર જેવા સેલેબ્સ એ પણ નેહાને સપોર્ટ કરતા પોતાની વાત રજુ કરી છે. તમે પણ જુવો શું કહ્યું છે તે લોકોએ,

તમારું શું કહેવું છે? આ બાબતમાં જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને લાઇક કરજો.