શું તમે તમારી વધતી કમરથી પરેશાન છો? ઘણા ઉપાયો કરી ને થાકી ગયાછો? તો આ છે તમારા માટે

વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. શરીરમાં થોડા એવા હાર્મોનના ફેરફાર થવાથી વજન વધવાનું મોટું કારણ હોય છે. કોઈનું વજન દવાઓની આડ અસરથી પણ વધી શકે છે. તમારી ખાવા પીવાની ટેવ, ખોટુ જીવનધોરણ, કોઈ બીમારીને કારણે પણ હાર્મોનમાં ફેરફાર થઇ રહેલ છે, તમે ઊંઘ પૂરી લઇ ન શકવાથી, તો પણ વજન વધી શકે છે. પણ યોગ્ય જીવન પાલન ન કરવાથી તમે પણ થઇ શકો છો મોટાપાનો ભોગ. જો તમે વજન ઘટાડવા માગો છો તો પહેલા તમારે વજન વધવાના કારણો પણ જાણવા પાડશે.

શું તમે તમારી વધતી કમરથી પરેશાન છો? અને ઈચ્છો છો કે આ ૩૬ થી ઘટીને ૨૪ ની થઇ જાય? ફીટ કપડામાં ઉભરીને દેખાતી આ મોટી કમરથી દરેક છુટકારો મેળવવા માંગે છે. છેવટે હવે તેના માટે હવે તમે જીમ થી લઈને યોગા ના દરેક ક્લાસમાં હાજરી આપી આવ્યા હશો. પણ પરિણામ સ્વરૂપે કાઈ જ હાથ ન લાગ્યું હશે.

શરીરમાં બ્રાઉન ફેટ – ભૂરી ચરબી ની નિયમિતતા મોટાપાને નિયંત્રણમાં રાખે છે. આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને પાતળું શરીર ઈચ્છે છે, જેને કસરત અને સંયમિત આહાર દ્વારા શરીરમાંથી વધારાની કેલેરી ઘટાડીને મેળવી શકાય છે. અમુક શોધો મુજબ બજારમાં મળતા કેમિકલ યુક્ત ખાદ્ય પદાર્થો પણ ચરબી વધારવા માટે જવાબદાર હોય છે.

તો શું આપણે હાર માનીને આ પ્રયત્નો ઉપર પૂર્ણ વિરામ લગાવી દેવું જોઈએ? પણ બેઠા બેઠા ઘરગથ્થું ઉપાય દ્વારા આ પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે. તો ચાલો જોઈએ.

ઘરગથ્થું ઉપાય

સામગ્રી :

તાજા આદુ –

તાજા ફુદીનાના પાંદડા

૧ કાકડી

૧ લીંબુ

૨૫૦ ગ્રામ ફિલ્ટર પાણી

પહેલા લીંબુને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેને બે ભાગમાં કાપી લો અને તેમાંથી બીજ કાઢી લો (યાદ રાખશો લીંબુના છોતરા ન ઉતારશો) અને પછી તેને પાણી વાળી વાટકીમાં નાખી લેવાનું છે અને તેને લગભગ ૮ ૧/૨ કલાક માટે મૂકી દેવાનું છે. પછી તેમાં કકડીને છોલીને ગોળગોળ ટુકડા માં કાપીને લેવાના છે સાથે જ ફુદીનાના ૮ – ૧૨ પાંદડા અને આદુ ને છોલીને આ મિશ્રણમાં નાખી દેવાનું છે. અને વાટકીને કવર કર્યા પછી આખી રાત ફ્રીજમાં મૂકી દો.

બીજા દિવસે જયારે તમને તરસ લાગે તો આ મિશ્રણનું સેવન કરો (દિવસમાં ૮ કપ) સતત ૪ દિવસ તેના સેવનથી ફરક જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.