વધેલી રોટલીમાંથી ઘરે એકદમ સરળ રીતે બનાવો આ શાનદાર રેસિપીઓ.

જો રાત્રે રોટલી વધી છે, તો તેને ફેંકવાની જગ્યાએ આ શાનદાર રેસિપીઓ બનાવવામાં કરો તેનો ઉપયોગ. ઘરમાં વધેલા કોઈ પણ ભોજનને ફેંકતા પહેલા એ જરૂર વિચારવું જોઈ એ કે શું આપણે આ વસ્તુને ફરીથી કોઈ બીજી ડીશ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત એવા ઘણા ભોજન હોય છે, જેને ફરીથી થોડા મસાલા કે બીજી કોઈ વસ્તુ નાખીને એક ટેસ્ટી અને ઉત્તમ ડીશ પણ તૈયાર કરી શકીએ છીએ. તેનાથી ભોજનનો બગાડ પણ નથી થતો અને એક સ્વાદિષ્ટ ડીશ તૈયાર પણ થઇ જશે.

હંમેશા ઘરમાં રોટલી વધતી હોય છે અને એવા ઘણા લોકો કોઈ પશુને ખાવા માટે આપી દે છે કે પછી ફેંકી દે છે. પરંતુ, એવા ઘણા લોકો પણ છે, જે વધેલી રોટલીને ફેંકવાને બદલે કાંઈક અલગ ડીશ બનાવવામાં પણ ઉપયોગ કરે છે. જો તમારા પણ ઘરમાં રોટલી વધે છે, તો તેને હવે ફેંકશો નહિ પરંતુ કોઈ ઉત્તમ ડીશ જરૂર બનાવો. આજે આ લેખમાં અમે તમને વધેલી રોટલી માંથી તૈયાર થોડી સ્વાદિષ્ટ રેસીપીઝ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

વધેલો રોટલીના ચાઇનીઝ નુડલ્સ :

સામગ્રી : વધેલી રોટલી-2, ડુંગળી-1 કાપેલી, લસણ કળી-2 કાપેલી, આદુ- ½ ઇંચ પીસેલુ, મીઠું – સ્વાદમુજબ, મરચું પાવડર- ½ ચમચી, ગાજર-1 સ્લાઈસમાં છીણેલા, વિનેગર- ½ ચમચી, ટોમેટો સોસ-1 ચમચી, ચીલી સોસ- ½ ચમચી, કોથમીર-2 ચમચી, તેલ-2 ચમચી, શિમલા મરચું- ½ સ્લાઈસમાં કાપેલા.

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે વધેલી રોટલીને રોલ કરીને ચપ્પુથી નુડલ્સ આકારમાં કાપી લો. વધેલી રોટલીને પણ એવી જ રીતે કાપી લો.

ત્યાં તમે એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ થઇ ગયા પછી તેમાં લસણ, આદુ, ડુંગળી, મીઠું અને બીજા શાકભાજી નાખીને ફ્રાઈ કરી લો.

જયારે શાકભાજી સારી રીતે ફ્રાઈ થઇ જાય તો તેમાં બીજા બધા મસાલા અને સોસ નાખીને થોડી વાર પકાવ્યા પછી કાપેલી રોટલી નુડલ્સને પણ નાખીને થોડી વાર માટે પકાવી લો અને ગેસને બંધ કરી દો.

હવે પ્લેટમાં કાઢીને તેની ઉપર કોથમીરથી ગાર્નીશ કરીને ખાવા માટે પીરશો.

વધેલી રોટલીના પકોડા :

સામગ્રી : વધેલી રોટલી-2, બેસન- ½ કપ, ડુંગળી-2 ઝીણી કાપેલી, બટેટા- 1 બાફેલું, હળદર- ½ ચમચી, મીઠું-સ્વાદમુજબ, મરચું પાવડર- ½ ચમચી, તેલ- 1 કપ

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે વધેલી રોટલીને પાણીમાં પલાળીને કાઢી લો અને સારી રીતે મેષ કરી લો.

હવે મેષ કરેલી રોટલીમાં બેસન, મરચું પાવડર, ડુંગળી, બાફેલુ બટેટુ વગેરે સામગ્રી નાખીને સારી રીતે ભેળવી લો.
ત્યાં તમે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દો.

હવે તમે મેષ કરેલા મિશ્રણ માંથી થોડું થોડું લઈને પકોડાના આકારમાં બનાવીને તેલમાં નાખો અને સોનેરી થવા સુધી ફ્રાઈ કરી લો.

ફ્રાઈ કર્યા પછી કોઈ પ્લેટમાં કાઢીને ચટણી કે સોસ સાથે પીરશો.

વધેલી રોટલીનો હલવો :

સામગ્રી :

વધેલી રોટલી-2, ફ્રુટ્સ- ½ કપ, ઈલાયચી પાવડર- ½ ચમચી, ઘી-2 ચમચી, ખાંડની ચાશણી- ½ કપ

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે વધેલી રોટલીને સારી રીતે તોડી લો અને મિક્સીમાં નાખીને ઝીણી પીસી લો.

ત્યાર પછી એક કડાઈમાં ઘી ગરમ કરીને રોટલીના ભૂકાને નાખીને સારી રીતે શેકી લો.

શેક્યા પછી તેમાં ખાંડની ચાસણી નાખીને થોડી વાર પકાવી લો.

થોડી વાર પછી તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાઈ ફ્રુટ્સ નાખીને એક વખત સારી રીતે હલાવી ગેસને બંધ કરી લો.

હવે તેને પ્લેટમાં કાઢીને ખાવા માટે પીરશો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.