વફાદારી હોય તો આવી : સાંપ સાથે લડીને દમ તોડી દીધો કૂતરાએ, પણ બચાવી લીધો 7 સૈનિકનો જીવ

જાનવરોમાં જો કોઈ વફાદાર હોય છે. તો તે છે કુતરા જેની વફાદારીની ચર્ચાઓ પુસ્તકોથી લઇને જમીન ઉપર હકીકતમાં જોવા અને સાંભળવા મળે છે. ઘણી વખત તો એવું જોવા મળે છે કે વફાદાર કુતરા માલિકને દુ:ખી જોઇને તે પણ દુ:ખી થઇ જાય છે. તો ઘણી વખત પોતાના માલિકની જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.

આવી રીતે એક ઘટના બિહારના શેખપુરા જીલ્લામાં જોવા મળી. જ્યાં જીલ્લાના પોલીસ લાઈનના વફાદાર કુતરો પોતાના જીવના જોખમે નાગ સાથે મૃત્યુની લડાઈ લડી ને ૭ પોલીસ વાળાના જીવ બચાવી લીધા. ખાસ કરીને રાત્રે પોલીસ જવાન પોતાના બેરેકમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે એક ખતરનાક સાંપ તેમની બેરેકમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગાઢ ઊંઘમાં સુતેલા જવાનની ચોકીદારી કરી રહેલા વફાદાર કુતરાનું ધ્યાન નાગ ઉપર પડ્યું અને તેને કુદીને સાંપ ઉપર હુમલો કરી દીધો. પછી નાગ અને કુતરા વચ્ચે અડધા કલાકની લડાઈમાં બન્ને ખરાબ રીતે ઘાયલ થઇ ગયા.

તો આ બન્નેની લડાઈનો અવાજ સાંભળીને પોલીસ બેરેકમાં ઊંઘી રહેલા બધા જવાનોની ઊંઘ ઉડી ગઈ. ત્યાર પછી કૂતરાની વફાદારી અને ખતરનાક સાંપ સાથે તેની લડાઈ જોઈને બધા ચોંકી ગયા. ઘણી વાર સુધી ચાલેલી આ બન્નેની લડાઈનો અંત મૃત્યુ ઉપર જઈને અટક્યો. જ્યાં સાંપના ખતરનાક હુમલાથી કુતરાનું મૃત્યુ થઇ ગયું, તો કુતરાના હુમલાથી ઘાયલ નાગ પણ મરી ગયો. આ બન્નેની લડાઈની વાત ધીમે ધીમે આખા પોલીસ બેરેકમાં પહોંચી ગઈ.

ત્યાર પછી જુદા જુદા બેરેકમાં સુતેલા જવાન ત્યાં આવ્યા અને કુતરાની વફાદારીને સલામ કરવા લાગ્યા. કુતરાની વફાદારીને સલામ કરતા તેની અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી અને કફનથી લપેટીને તેને દફનાવવામાં આવ્યો. કુતરાના અંતિમ સંસ્કાર પછી ત્યાં હાજર જવાનો એ કહ્યું કે જો કુતરો પોતાની વફાદારીનો પરિચય ન આપ્યો હોત તો કદાચ અમારા ઘણા સાથીઓ અમારી વચ્ચે ન રહ્યા હોત.

અમને લોકોને એ વાતની જાણકારી ત્યારે થઇ જયારે કુતરો નાગ સાથે લડાઈ કરતા જોર જોર થી ભસી રહ્યો હતો. કુતરાના ભસવાને કારણે અમે લોકો જાગ્યા અને ત્યાં પહોચ્યા તો ત્યાં નું દ્રશ્ય જોઈ ને ચોંકી ગયા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.