વગર કારણે પતિને ઓફીસે ડીસ્ટર્બ કરશો તો થશે આવું, દરેક પત્નીઓ આ કિસ્સો જરૂર વાંચે.

“બાયડી મારી બાપ રે બાપ!!!”

કાલે હું હજી તો ઓફીસ જ પહોચ્યો અને મારી વાઈફનો ફોન આવ્યો….

આજે કઈ તારીખ છે?

હું થોડો થોથવાયો, પણ તરત જ ટેબલ પરના કેલેન્ડરમાં જોઈને કહ્યુ…બ..બ…બાર સપ્ટેમ્બર, કેમ વળી???

આ મારા કેમનો જવાબ તો ના મળ્યો,

પણ હા, એણે મારો ફોન કાપી નાખ્યો.

હવે સાચું ટેંશન થયુ શરુ.

ઓફીસનું કામ રહ્યું એક બાજુ, અને યાદ કરવા પ્રયત્નો કર્યા..

ઘરવાળીનો બર્થ ડે?

ના, બર્થ ડે અને મેરેજ ડે તો ગયા મહીને જ આવી ગ્યા.

ઘરવાળીના કોઈ ભાઈ, બેન, ભત્રીજા, ભત્રીજીનો બર્થ ડે?

કોઈની સગાઈ, શ્રીમંત, સત્યનારાયણની કથા?

એની તો શું કહુ, એની માઁ ને…

કોઈ આ તારીખે નથી જન્મ્યા.

ગેસ નોંધાવી દીધો છે, વીજળીબીલ પણ ભરાઈ ગયુ છે…

ઘરના ખર્ચા માટેના પૈસા પણ પાંચ તારીખે આપી દીધા છે.

તો પછી શું કામ?

શું કામ, ફક્ત તારીખ પુછીને ફોન કાપી નાખ્યો?

નક્કી કંઈક તો હું ભુલી જ ગ્યો હોઈશ.

ન તો કામમા મન લાગે, ન તો ઓફીસમાં.

લંચના પણ જેમ-તેમ ડુચા જ ભર્યા,

વિચારતો જ રહ્યો, બસ વિચારતો જ રહ્યો.

સાંજની ચા પીધી અને તબીયત સારી નથી

એમ કહીને ઘરે જવા ઓફીસેથી વહેલો નીકળ્યો.

ઘરની બેલ વગાડી, દીકરાએ દરવાજો ખોલ્યો…

મે ધીમેકથી પૂછ્યુ. તારી મમ્મી?

દીકરો કહે રસોડામાં છે

મે પૂછ્યુ સુનામી, વાવાઝોડુ ?

દીકરો શું પપ્પા!! ડરો નહી, બધું સામાન્ય છે.

હવે તો હું વધારે મુંજાયો…

મારો દીકરો બાકી હોશીયાર હો,

મને પુછ્યુ… પપ્પા! શું ટેંશનમાં છો?

કેમ આટલા બધા ડરેલા ડરેલા લાગો છો?

મે કહ્યુ, યાર તારો બાપ બનવુ સહેલુ છે,

પણ તારા મમ્મીનો વર થવુ બહુ અઘરૂ.

મને તારીખ પુછી, મે તારીખ કીધી અને એણે તરત જ ફોન મુકી દીધો બોલ.

નક્કી હું કંઈક ભુલી ગ્યો હોઈશ.

દિકરો : હંમઅઅઅ…

તુ જ કહે, ક્યારેક કોઈ પ્રસંગની તારીખ માણસથી ભુલાઈ જવાય કે નહી?

દીકરો હા..હા..હા….!

અરે! પપ્પા… મારી મમ્મી એ કોઈ પ્રસંગની તારીખ યાદ અપાવવા ફોન નહોતો કર્યો. તો….? ? ?

દીકરો : મારાથી આજે તારીખિયાના 3-4 પાના વધારે ફાટી ગયા એટલે મારી મમ્મીએ ખાલી તારીખ જાણવા જ તમને ફોન કર્યો હતો.

ઓ.. ત્તારી..ની ! ! !

ખરેખર આ દુનિયામા પતિ બનીને રહેવુ, બહુ ટફ છે હો

મોરલ :

(1) વગર કારણે પતિને ઓફીસે ડીસ્ટર્બ કરવા નહી, એ કુટુંબ માટે જ કમાવા જાય છે.

(2) અધુરી વાત કરી પતિનું ટેંશન વધે નહી, તેનુ ધ્યાન રાખવું.