વ્હેલ માછલીના મોઢામાં ભૂલથી જતો રહ્યો હતો મરજીવો, તે ચાવી જાય એ પહેલા કર્યું આ કામ.

દિવસ સ્વચ્છ હતો, પરંતુ અચાનક રેનરને બધું જ અંધકાર જેવું લાગવા લાગ્યું,

તેણે હિંમત ન હારી

ખરેખરમાં તે એક જીવલેણ અકસ્માત થઇ શકતો હતો.

જે માણસ સાહસિક કામો કરે છે, તેને પોતાના જીવનમાં થોડું ઘણું જોખમ ઉપાડવું પડે છે. જો કે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાઈએ છીએ ત્યારે તે સમયે ધીરજ ન ગુમાવવી જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ ત્યારે આપણે તે આફત માંથી બચી શકીએ છીએ. કંઈક એવું જ કર્યું રેનર શમ્ફ એ જે એક મરજીવો છે.

51 વર્ષના આ ડ્રાઈવર એ એક એવું સાહસિક કામ કર્યું. જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. હમણાં થોડો સમય પહેલા દક્ષિણ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથના સમુદ્રમાં રેનર સિમ્ફ વ્હેલના મોઢામાં ચાલ્યા ગયા હતા. તે પહેલાં કે વ્હેલ તેમને ચાવતી તે તેના મોઢા માંથી બહાર આવી ગયા. આવો આ ભયાનક અકસ્માતની સંપૂર્ણ માહિતી અમે તમને આપીએ.

રેનર શિમ્ફ છેલ્લા 15 વર્ષથી ડાઇવ ટુર ચલાવી રહ્યા છે. તેમાં તે તેની ટીમ સાથે મળીને સમુદ્રમાં એક નેચરલ ઇવેન્ટ કરી રહ્યા હતા. બધા પાણીમાં તરી રહ્યા હતા. ચારે તરફ ડોલ્ફિન્સ, પેંગુઈંસ, સીલ અને ઘણી નાની-મોટી માછલીઓનું ટોળું હતું. રેનર તે દરમ્યાન બેટ બૉલ (નાની માછલીઓનું ટોળું) માંથી પસાર થતી એક શાર્કનો પરફેક્ટ શૉટ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

દિવસ સ્વચ્છ હતો, બધું સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ બીજી જ પળે રેનરને લાગ્યું કે જેમ કે અંધારું થઇ ગયું છે. રેનર એક દબાણ પણ અનુભવ કરવા લાગ્યો. થોડા સમય પછી રેનરને લાગ્યું કે કોઈ વ્હેલ માછલીએ તેને જકડી લીધો છે.

તે દરમિયાન રેનર કિનારેથી 45 કિલોમીટર દૂર હતા જેમ કે આપણે જાણીએ છીએ કે વ્હેલ એક સસ્તન વર્ગનું પ્રાણી છે અને શ્વાસ લેવા માટે પાણી ઉપર આવે છે. આ સમયે પણ કંઈક એવું જ થયું હશે, પરંતુ આગળ જતા રેનર તેના મોઢામાં જતો રહ્યો. રેનર બ્રાઈડ્ઝ પ્રજાતિની વ્હેલના મોઢામાં ફસાયો હતો.

તેનું વજન 30 ટન અને લંબાઈ 55 ફૂટ હતી. જોકે વ્હેલ માણસોનો શિકાર નથી કરતી, પરંતુ રેનરને ડર હતો કે ક્યાંક અજાણતા આ વિશાળકાય તેને ચાવી ન લે. રેનર તે સમયે ડર્યો નહીં, તેણે ખૂબ જ ધીરજ સાથે કામ લીધું.

રેનરને વ્હેલના મોઢામાં પોતાના શ્વાસ અટકાવીને રાખ્યા હતા. થોડા સમય પછી વ્હેલએ મોઢું ખોલ્યું અને રેનર બહાર આવી ગયો. રેનરનું કહેવું છે કે કોઈ પણ આ પ્રકારની ઘટના માટે તૈયાર નથી રહેતા. તે દરમિયાન તેમણે પોતાની ઉપરથી નિયંત્રણ ન ગુમાવ્યું અને વિચારવાનું સતત ચાલુ રાખ્યું અને એ જ કારણ છે કે તે પોતાને સુરક્ષિત બહાર લાવી શક્યો.

રેનરના સાથી ફોટોગ્રાફર હેંજ ટોપરજેરના આ શબ્દો વિશે કહેવું છે કે રેનર જેવા જ બેટ બોલ તરફ આગળ વધ્યા તો અચાનક થી ત્યાં ઘણું પાણી આવ્યું. તે સમયે મને વિશ્વાસ થઇ ગયો કે કંઈક થવાનું છે. તે સમયે મેં મારો કેમેરો ચાલુ ન રાખ્યો. અચાનક ડોલ્ફિન્સ પાણી માંથી બહાર આવી અને એક ફુવારા જેવું છૂટ્યું, જોયું તો વ્હેલના મોઢા માં રેનર હતો. આ ઘટના અમારા કેમેરામાં કેદ થઈ ગઈ.