જો ઝડપી ગણતરી કરવી હોય તો શીખો અને તમારા બાળકો ને શીખવો આ 14 સૂત્રો

ભારતમાં ઓછો લોકો જાણે છે, પરંતુ વિદેશોમાં લોકો માનવા લાગ્યા છે કે વૈદિક વિધિ થી ગણિત ના હિસાબ કરવામાં મજા તો આવે જ છે સાથે સાથે તેનાથી આત્મવિશ્વાસ પણ મળે છે અને યાદશક્તિ પણ વધે છે.

દોસ્તો તમે વૈદિક ગણિત (Vedic Mathemetics) નું નામ તો સાંભળ્યું જ હશે, એમાં કુલ 17 સૂત્ર છે જે તેને શીખી જશે, તે ગણિત ના એટલા મોટા પંડિત થઈ જશે કે કેલ્કયુલેટર થી પણ વધુ સ્પીડ થી તે કેલ્કયુલેશન કરી શકશે.

કેટલાક ભારતવાસી આખી દુનિયામાં પોતાના ગણિતના ચમત્કાર બતાવતા રહે છે. એક બહેન છે જેમનું નામ કહેવું નથી, તમે જાતે જ સમજી જશો, જેમના વિષે એવું કહેવાય છે કે તેમનું મગજ કમ્પ્યુટર થી પણ વધુ તેજ ચાલે છે. તે આખી દુનિયામાં ફરે છે અને મોટા મોટા શો કરે છે લાખો ડોલર એક શો ના લે છે. અને બધાને આ ગણિતના સૂત્રોના આધારે બધું કહે છે. જેમ કે 10 અંકો ની કોઈ સંખ્યા લખી દો, એક બીજી 10 અંકોની સંખ્યા લખી દો, બન્નેનો ગુણાકાર કરો, કેલ્કયુલેટર જેટલી વારમાં બતાવશે તેના પહેલા તે કહી દેશે, અને તેમના પર લાખો ડોલરની વર્ષા થાય છે.

તે બીજું કઈ જ નથી વૈદિક મેથેમેટિક્સ ના સૂત્ર છે કોઈ પણ શીખી લેશે તે એવીરીતે કહી દેશે એમાં શું મોટી વાત છે. તેમના વિશે છાપામાં જાહેરખબર આવે છે કે જેમનું મગજ કમ્પ્યુટર થી પણ વધુ તેજ ચાલે છે તેમને મળો અને તેમનું ભાષણ સાંભળો.

રાજીવ ભાઈ કહે છે કે આવા તો દરેક માં-બહેન થઇ શકે છે બધા ભાઈ હોઈ શકે છે, બસ આ 17 સૂત્ર શીખવાની વાર છે બધાના મગજ એ રીતે ચાલવા લાગશે. જો તમારે આ સૂત્ર શીખવા હોય તો તેની બૂક્સ બજારમાં ઉપલબ્ધ છે. તમે લઈને શીખી શકો છો. કે પછી નીચે પીડીએફ ની લીનક છે તે ડાઉનલોડ કરી લો ક્લિક કરો નીચે વૈદિક ગણિત ની બુક લખેલું છે તેની પર

વૈદિક ગણિત ની બુક 

અમારી તમને એક નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં નાનાં -નાનાં બાળકો છે તેમને આ સૂત્ર અવશ્ય શીખવી દેજો. ગણિત તેમના માટે રસપ્રદ થઈ જશે. આપણા દેશના બાળકોને ગણિત માં જ સૌથી વધુ કંટાળો આવે છે કેમ કે આજે જે ગણિત આપણે શીખીએ છીએ અને શીખવીએ છીએ તે અંગ્રેજો ની પદ્ધતિ થી શીખીએ છીએ અને શીખવીએ છીએ એમાં રસ જરાય નથી.

પરંતુ આ જે વૈદિક ગણિત લખાયેલું છે તે શીખવામાં એટલો રસ છે કે જો તમે 90 વર્ષ ના પણ થઈ જાઓ ત્યારે પણ તમને એટલો જ આનંદ થશે જેટલો 15-17 વર્ષના બાળકને આવે છે.

આપણા ભારતમાં શિક્ષણ માટે ની જે સૌથી ઊંડી વાત છે તે છે શિક્ષણને રસપૂર્ણ બનાવીને શીખવવું. હસતાં-હસતાં શીખવી દેવું, કામ કરતાં-કરતાં શીખવી દેવું, ગાતાં-ગાતાં શીખવી દેવું.

દુનિયામાં આવું ક્યાંય નથી. વૈદિક ગણિત તમે શીખો તો ખુબ સારું છે નહિ તો તમારા બાળકોને જરૂર શીખવો. ચોપડીઓ બજારમાં ઉપલબ્ધ છે અથવા નીચે આપેલી લિંક થી પણ ડાઉનલોડ કરી શકો છો. તમે ઈચ્છો તો જાતે પણ શીખીને બીજાને શીખવવાનું અભિયાન ચલાવી શકો છો, આ જે ચમત્કાર બન્યા છે 2-3 લોકોના નામ પર તે તૂટે અને ભારત નો દરેક નાગરિક કમ્પ્યુટર થી વધુ તેજ કેલ્કયુલેશન કરે.

બુક ડાઉનલોડ કરવા ક્લિક કરો >>> વૈદિક ગણિત ની બુક 

બધી જાણકારી લખવી સંભવ નથી આ વિડિઓ ૧ જુઓ>>

આ વીડિયો – ૨ માં પણ જુઓ આ કેટલું સરળ છે>>

આ વિડિઓ – ૩ માં જુઓ કઈ રીતે સરળતાથી મોટા આંક ના ગુણાકાર થઈ રહ્યા છે>>

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ લેખ રાજીવ દીક્ષિતજીના વિડિયો પરથી બનાવેલ છે.